________________
કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૩૯-૪૦) તા ૨૭ विद्यमानत्वं, कायत्वापेक्षया सदैव कायत्वयोगादिति हृदयं, 'तेण र 'त्ति तेन किल केवलं-शुद्धं 'तेषु' धर्मास्तिकायादिषु नास्ति-न विद्यते, किं ?–'दव्वत्थिकाय'त्ति द्रव्यास्तिकायत्वं, सदैव तद्भावयोगादिति गाथार्थः ॥१४३९॥ आह-यद्येवं द्रव्यदेवाद्युदाहरणोक्तमपि द्रव्यं न प्राप्नोति, सदैव तद्भावयोगात्, तथाहि-स एव तस्य भावो यस्मिन् वर्त्तते इति । अत्र गुरुराह-'कामं भवियसुरादि' काममित्यनुमतं यथा भवियसुरादिषु' भव्याश्च ते सुरादयश्चेति विग्रहः आदिशब्दात् 5 द्रव्यनारकादिग्रहः तेषु-तद्विषये विचारे भावः स एव यत्र वर्त्तते तदानीं मनुष्यादिभाव इति, किंतु एष्यो-भावी न तावज्जायते तदा, तेण र ते दव्वदेव 'त्ति तेन ते क्रिल द्रव्यदेवा इति, योग्यत्वाद्, योग्यस्य च द्रव्यत्वात्, न चैतद् धर्मास्तिकायादीनामस्ति, एष्यकालेऽपि तद्भावयुक्तत्वादेवेति गाथार्थः ॥१४४०॥ यथोक्तं द्रव्यलक्षणमवगम्य तद्भावेऽतिप्रसङ्गं च मनस्याधायाह चोदकःમાટે થવાનું નથી.) કારણ કે કાયત્વની અપેક્ષાએ ધર્માદિનું કાયત્વ હંમેશા રહેલું જ છે. (એટલે કે 10 ધર્માદિ ભૂતકાળમાં પણ અસ્તિકાય તરીકે હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેવાના જ છે.) તે કારણથી ધર્માસ્તિકાય વિગેરેમાં શુદ્ધ (= ભાવરહિત) એવું દ્રવ્યાસ્તિકાયત્વ પ્રાપ્ત થતું નથી.૧૩૩લા
શંકા : જો ધર્માસ્તિકાય વિગેરેનો તદ્ભાવ = જે ભાવમાં તે વર્તે છે તે ભાવ એટલે કે અસ્તિકાયત્વભાવ હંમેશા રહેતો હોવાથી તેઓનું દ્રવ્યાસ્તિકાયત્વ ઘટતું ન હોય તો, દ્રવ્યદેવ વિગેરે ઉદાહરણમાં કહેવાયેલ દ્રવ્ય = દ્રવ્યનિક્ષેપો પણ ઘટશે નહીં, કારણ કે ત્યાં પણ તભાવ તો હંમેશા 15. છે જ. તે આ પ્રમાણે – તભાવ એટલે જે ભાવમાં તે અત્યારે વર્તી રહ્યો છે તે ભાવ. (ટૂંકમાં જે વસ્તુ જે ભાવમાં વર્તે છે તે ભાવ તે વસ્તુનો તર્ભાવ કહેવાય છે. અને વસ્તુનો તદ્ભાવ તો હંમેશા રહેવાનો જ છે કારણ કે વસ્તુ હંમેશા કોઇકને કોઇક ભાવમાં = પર્યાયમાં વર્તવાની તો છે જ. એટલે જો તદ્ભાવને આશ્રયીને ધર્માદિનું દ્રવ્યાસ્તિકાયત્વ = દ્રવ્યનિક્ષેપો ઘટે નહીં, તો દ્રવ્યદેવ વિગેરે પણ ઘટશે નહીં કારણ કે તે સમયે પણ તદ્ભાવ = મનુષ્યાદિભાવ તો છે જ.)
20 ' સમાધાન : હે શિષ્ય ! તારી વાત સાચી છે કે ભવ્યદેવ = દ્રવ્યદેવ વિગેરેમાં, આદિશબ્દથી દ્રવ્યનારક વિગેરે લેવા. ભવ્યદેવ વિગેરે વિષયક વિચાર કરીએ ત્યારે તે જ ભાવ કે જેમાં તેઓ વર્તી રહ્યા છે એટલે કે મનુષ્યાદિભાવ = મનુષ્યત્વ વિગેરે પર્યાય ત્યારે વિદ્યમાન છે. પરંતુ તે સમયે ભાવી પર્યાય = દેવત્વ વિ. હજુ ઉત્પન્ન થયો નથી. તે કારણથી અત્યારે તેઓ યોગ્ય હોવાથી = ભવિષ્યમાં તેઓમાં દેવ બનવાની યોગ્યતા હોવાથી અને યોગ્ય જ દ્રવ્ય કહેવાતું હોવાથી તે મનુષ્ય વિગેરે 25 દ્રવ્યદેવ તરીકે કહેવાય છે. જયારે આવું ધર્માસ્તિકાય વિગેરેમાં ઘટતું નથી. (અર્થાતુ અત્યારે અસ્તિકાયત્વ નથી પરંતુ ભવિષ્યમાં અસ્તિકાયત તેઓનું ઉત્પન્ન થશે એવું બનતું નથી.) કારણ કે જેમ અત્યારે તેઓનું અસ્તિકાયત્વ છે તેમ ભવિષ્યકાળમાં પણ અસ્તિકાયત્વથી તેઓ યુક્ત જ હોવાના છે. તેથી દ્રવ્યાસ્તિકાયવરૂપ દ્રવ્યનિક્ષેપો ઘટતો નથી. ૧૪૪ના
કહેવાયેલ એવા દ્રવ્યના લક્ષણને જાણીને અને આવા લક્ષણમાં અતિપ્રસંગ = અતિવ્યાપ્તિને 30 મનમાં રાખીને શિષ્ય પ્રશ્ન પૂછે છે કે – શંકા વર્તમાનભવમાં રહેલાં જીવના ભવિષ્યકાળના અને