________________
૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
यावदसङ्ख्येयाः पृथिवीकायिकास्तावत् कायस्त एव स्वजातीयान्यप्रक्षेपापेक्षया निकाय इति, एवमन्येष्वपि विभाषेत्येवं जीवनिकायः सामान्येन निकायकायो भण्यते, अथवा जीवनिकायः पृथिव्यादिभेदभिन्नः षड्विधोऽपि निकायो भण्यते तत्समुदायः एवं च निकायकाय इति, गतं निकायकायद्वारं । अधुनाऽस्तिकाय: प्रतिपाद्यते, तत्रेदं गाथाशकलं 'अत्थित्तीत्यादि' अस्तीत्ययं 5 त्रिकालवचनो निपातः, अभूवन् भवन्ति भविष्यन्ति चेति भावना, बहुप्रदेशाश्च यतस्तेन पञ्चैवास्तिकायाः तुशब्दस्यावधारणार्थत्वान्न न्यूना नाप्यधिका इति, अनेन च धर्माधर्माकाशानामेकद्रव्यत्वादस्तिकायत्वानुपपत्तिरद्धासमयस्य च एकत्वादस्तिकायत्वापत्तिरित्येतत् परिहृतमवगन्तव्यं, સ્વભેદની અપેક્ષાએ અધિકતા આ પ્રમાણે જાણવી – એક બે વિગેરેથી લઇને અસંખ્યેય પૃથ્વીકાયિક જીવો એ કાય તરીકે જાણવા. આ કાયમાં જ સ્વજાતીય એવા અન્ય જીવોનો = અસંખ્યેય સુધીના 10 જે જીવો લીધા તે સિવાયના શેષ પૃથ્વીકાયિક જીવોનો ઉમેરો કરતા તે કાય જ નિકાય કહેવાય છે. આ જ પ્રમાણે અપ્લાય વિગેરેમાં પણ જાણવું. (જેમ કે એક, બે, વિગેરેથી લઇને અસંખ્યેય સુધીના અપ્લાયજીવોની કાય તરીકે વિવક્ષા કરવી. ત્યાર પછીના શેષ જીવો આ જ કાયમાં ઉમેરતા તે કાય જ નિકાય કહેવાય. આ પ્રમાણે પૃથ્વીકાય, અપ્લાય દરેકમાં નિકાયતા પ્રાપ્ત થાય છે. છતાં અહીં) સામાન્યથી સર્વ જીવસમૂહ નિકાયકાય તરીકે જાણવો. (કારણ કે હવે પછી તરત જે ‘અથવા’ કરીને 15 બીજો વિકલ્પ આપશે તે વિશેષથી ભેદ પાડીને આપવાના છે તેથી આ પહેલો વિકલ્પ સામાન્યથી
લેવાનો છે અને માટે જ અહીં ‘નિકાય એ જ કાય’ એ પ્રમાણે કર્મધારયસમાસ કરવો. જ્યારે આગળ બતાવાતા વિકલ્પમાં દરેક પૃથ્વીકાય વિગેરેની નિકાય તરીકે વિવક્ષા કરીને ‘નિકાયોનો કાય તે નિકાયકાય’ એ પ્રમાણે ષષ્ઠીતત્પુરુષમાસ કરવો. રૂતિ ટિપ્પળ) અથવા પૃથ્વીકાય વિગેરે છ પ્રકારનો જીવનિકાય નિકાય તરીકે જાણવો. આ પ્રમાણે નિકાયકાય કહ્યો.
20
હવે અસ્તિકાયનું પ્રતિપાદન કરે છે – ‘અસ્તિ’ એ ત્રણકાળને જણાવનાર નિપાત શબ્દ જાણવો. તેથી (કાળ વિના ધર્મ—અધર્માસ્તિકાય વિગેરેમાં) જે કારણથી ઘણા બધા પ્રદેશો હતા, છે અને હશે, તે કારણથી અસ્તિકાયો પાંચ જ જાણવા. મૂળમાં ‘તુ’ શબ્દનો એવકાર અર્થ હોવાથી પાંચ જ છે પણ ઓછાવત્તા નથી. અહીં ‘બહુપ્રદેશવાળા અસ્તિકાય' આવું કહેવાથી આગળ બતાવાતા શંકાકારનું ખંડન થયેલું જાણવું.
25
શંકા : કાયશબ્દનો ‘સમૂહ' અર્થ હોવાથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે એકએક દ્રવ્યરૂપ હોવાથી સમૂહ અર્થ ઘટતો નથી તેથી તે ધર્માદિનું અસ્તિકાયપણું ઘટતું નથી. માટે ‘પાંચ અસ્તિકાયો' આ વચન અયુક્ત છે. હવે જો એકદ્રવ્યરૂપ હોવા છતાં ધર્માદિનું અસ્તિકાયત્વ માનવાનું હોય તો અદ્બાસમય(=કાળદ્રવ્ય) પણ એકદ્રવ્યરૂપ હોવાથી તેનું પણ અસ્તિકાયત્વ માનવું પડશે. અને એમ માનતા પાંચ ને બદલે છ અસ્તિકાય માનવાની આપત્તિ આવે છે. સમાધાન : ગાથામાં ‘બહુપ્રદેશ’ અને એવકારઅર્થવાળા ‘તુ' શબ્દથી આ આપત્તિ જાણવી. તે આ પ્રમાણે — ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે બહુપ્રદેશવાળા છે એવું કહેવાથી તે ત્રણે પણ સમૂહરૂપ બનતા હોવાથી તેઓનું અસ્તિકાયત્વ માનવામાં કોઇ વિરોધ નથી. જ્યારે
થયેલી
30