________________
કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૩૦-૩૬) જો ૨૩ द्विविधाः संसारिणः-त्रसाः स्थावराश्च, पुनस्त एव स्त्रीपुरुषनपुंसकविशेषेण भिद्यन्त इत्येवमत्रापीति गाथार्थः ॥ अथवा सर्वसत्त्वानामपान्तरालगतौ यः कायः स गतिकायो भण्यते, तथा चाह'जेणुवगहिओ' येनोपगृहीत-उपकृतो व्रजति-गच्छति, किं ?-भवादन्यो भवः भवान्तरं तत्, एतदुक्तं भवति-मनुष्यादिर्मनुष्यभवात् च्युतः येनाश्रयेणापान्तराले देवादिभवं गच्छति स गतिकायो भण्यते, तं कालमानतो दर्शयति-यच्चिरेण कालेणं'ति स च यावता कालेन समयादिना व्रजति 5 तावन्तमेव कालमसौ गतिकायो भण्यते, एष खलु गतिकायः स्वरूपेणैव दर्शयन्नाह 'सतेयगं कम्मगसरीरं' कार्मणस्य प्राधान्यात् सह तैजसेन वर्तत इति सतैजसं कार्मणशरीरं गतिकायस्तदाश्रयेणापान्तरालगतौ जीवगतेरिति भावनीयं गाथार्थः, द्वारं ॥१४३६॥ निकायकायः प्रतिपाद्यते तत्र-'नियय'त्ति गाथार्द्ध व्याख्यायते 'निययमहिओ व काओ जीवनिकाय 'त्ति नियतो-नित्यः कायो निकायः, नित्यता चास्य त्रिष्वपि कालेषु भावात् अधिको वा कायो निकायः, यथा अधिको 10 दाहो निदाह इति, आधिक्यं चास्य धर्माधर्मास्तिकायापेक्षया स्वभेदापेक्षया वा, तथाहि-एकादयो જે કાય તે ગતિકાય એ પ્રમાણે અહીં વિશેષણ જાણવાનું છે. જેમ કે, સંસારીજીવો ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે છે. છતાં તે જ સંસારીજીવો સ્ત્રી, પુરુષ અને નપુંસકરૂપ વિશેષણોથી ત્રણ પ્રકારે પણ થાય છે. એ જ પ્રમાણે અહીં પણ જાણવું. (અર્થાત્ શરીર એ જ કાય તે શરીરકાય, એ પ્રમાણેના વિશેષણથી ઔદારિકાદિ શરીરો શરીરકાય કહેવાય છે. અને તે જ શરીરો “ગતિમાં જે કાય' આવા 15 વિશેષણથી ગતિકાય કહેવાય છે.) || પ્રક્ષિપ્તગાથા ||
અથવા (ગતિકાય બીજી રીતે ઘટાડતા કહે છે.) બધા જ જીવોને અપાન્તરાલગતિમાં જે શરીર છે તે ગતિકાય જાણવું. તે જ વાતને કહે છે – જેની મદદથી જીવ પામે છે. શું પામે છે? એક ભવથી બીજો ભવ તે ભવાન્તર. તે ભવાન્તરને પામે છે, એટલે કે મનુષ્ય વિગેરે જીવ મનુષ્યભવમાંથી
વીને જેના સહારે અપાન્તરાલ ગતિમાં થઈને દેવાદિભવમાં જાય છે તે ગતિકાય કહેવાય છે. તે 20 ગતિકાય કેટલા કાલ સુધી હોય? તે જણાવે છે – એકસમય, બસમય વિગેરે જેટલા સમય શરીરને એક ભવમાંથી બીજા ભવમાં જતાં થાય છે તેટલા સમય સુધી તે શરીર ગતિકાય કહેવાય છે. આ ગતિકાયનું સ્વરૂપ જણાવે છે – તૈજસ સાથેનું કામણશરીર ગતિકાય તરીકે જાણવું. (આમ તો બંને શરીરો અપાન્તરાલગતિમાં હોવાથી બંને શરીરો ગતિકાય કહેવા જોઈએ છતાં) કામણ શરીરની પ્રધાનતા હોવાથી “તૈજસસહિતનું કાર્મણશરીર’ એમ જણાવ્યું છે. “તૈજસ સાથે જે રહેલું છે તે 25 સતૈજસ’ એ પ્રમાણે સમાસ જાણવો. આ તૈજસસહિતના કાર્મણશરીરથી જ અપાન્તરાલગતિમાં જીવની ગતિ થતી હોવાથી તેને ગતિકાય કહ્યું છે એમ જાણવું. ll૧૪૩૬ll
હવે નિકાયનું પ્રતિપાદન કરે છે – નિયત એટલે કે નિત્ય. નિત્ય એવો જે કાય તે નિકાય. (અહીં નિકાય તરીકે જીવ લેવાનો છે. તેથી) જીવ ત્રણે કાળમાં વિદ્યમાન હોવાથી નિકાયની નિત્યતા છે. અથવા અધિક એવો જે કાય તે નિકાય. જેમકે, અધિક દાહ તે નિદાહ. ધર્માસ્તિકાય અને 30 અધર્માસ્તિકાયની અપેક્ષાએ જીવાસ્તિકાય અધિક છે કારણ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક છે, જીવો અનેક છે.) અથવા સ્વભેદની અપેક્ષાએ અધિક હોવાથી નિકાયની અધિકતા સમજવી.