SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) एषः कथनप्रकारः प्रत्याख्याने, यद्वा सामान्येनैवाज्ञाग्राह्योऽर्थः-सौधर्मादिः आज्ञयैवासौ कथयितव्यो न दृष्टान्तेन, तत्र तस्य वस्तुतोऽसम्भवात्, तथा दार्टान्तिकः-उत्पादादिमानात्मा वस्तुत्वाद् घटवदित्येवमादिर्दृष्टान्तात् कथयितव्यः, एषः कथनविधिः, विराधना इतरथा-विपर्ययोऽन्यथा कथनविधेः अप्रतिपत्तिहेतुत्वाद् अधिकतरसम्मोहादिति गाथार्थः ॥१६२१॥ 5 मूलद्वारगाथोपन्यस्त उक्तः कथनविधिः, साम्प्रतं फलमाह - पच्चक्खाणस्स फलं इहपरलोए अ होइ दुविहं तु । इहलोइ धम्मिलाई दामनगमाई परलोए ॥१६२२॥ व्याख्या-प्रत्याख्यानस्य-उक्तलक्षणस्य फलं-कार्य इहलोके परलोके च भवति द्विविधंद्विप्रकारं, तुशब्दः स्वगतानेकभेदप्रदर्शनार्थः, तथा चाह-इहलोके धम्मिलादय उदाहरणं दामन्नकादयः 10 परलोके इति गाथाऽक्षरार्थः ॥१६२२॥ कथानकं तु धम्मिलोदाहरणं धुम्मिल्लहिंडितो णायव्वं, જાણવા યોગ્ય પદાર્થો જેમ કે, પ્રાણાતિપાત વિગેરેથી અનિવૃત્તોને આવા દોષો થાય છે વિગેરે પદાર્થો દૃષ્ટાન્તથી જ જણાવવા જોઇએ. આ પ્રમાણે પ્રત્યાખ્યાનને વિશે કથનની વિધિ = કથનપ્રકાર જાણવો. અથવા સામાન્યથી જ (એટલે કે માત્ર પ્રત્યાખ્યાન વિગેરે પદાર્થો જ નહીં પરંતુ સામાન્યથી જગતના બધા જ પદાર્થોમાં) જે આજ્ઞા ગ્રાહ્ય એવા સૌધર્મ દેવલોક વિગેરે અર્થો છે તે આજ્ઞાવડે જ 15 કહેવા પણ, દષ્ટાન્તવડે નહીં, કારણ કે તે દેવલોકસંબંધી દષ્ટાન્તોનો ખરેખર અસંભવ છે. (અર્થાત્ ત્યાંની સુખ–સાહ્યબી વિગેરેનું નિરૂપણ કરી શકાય એવા દષ્ટાન્તો અહીં સંભવતા નથી.) તથા દાન્તિક એટલે “આત્મા વસ્તુ હોવાથી ઉત્પાદ વિગેરે પર્યાયોવાળો છે જેમ કે, ઘટ” આવા બધા પદાર્થો દષ્ટાન્તોથી કહેવા જોઇએ. આ કથનવિધિ જાણવી. વિપરીત કથન કરો તો વિરાધના થાય છે, કારણ કે વિપરીત કથનવિધિ એ પદાર્થને સ્વીકારવાનું કારણ બનતું ન હોવાથી તે પદાર્થ વિશે 20 શ્રોતાને વધારે સંમોહ ઉત્પન્ન થાય છે. ૧૬૨૧il અવતરણિકા : મૂલદ્વારગાથામાં કહેલ કથનવિધિ કહી. હવે પ્રત્યાખ્યાનનું ફળ કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : પ્રત્યાખ્યાનનું ફળ આલોકસંબંધી અને પરલોકસંબંધી એમ બે પ્રકારે થાય છે. તુ શબ્દ સ્વગત અનેક ભેદોને જણાવનાર છે. (અર્થાત્ આલોકમાં પણ અનેક પ્રકારે અને પરલોકમાં પણ 25 અનેક પ્રકારના ફળો પ્રાપ્ત થાય છે.) I/૧૬૨રી તે જ કહે છે – આલોકમાં ધમ્મિલ વિગેરે અને પરલોકમાં દામન્નક વિગેરે દષ્ટાન્તો જાણવા. ધમિલનું ઉદાહરણ ધમ્મિલહિડિમાંથી જાણી લેવું. # ધર્મિલકુમારનું દષ્ટાન્ત & [કુશાર્તનગરમાં સુરેન્દ્રદત્તનામના શ્રેષ્ઠિને સુભદ્રાનામે સ્ત્રી હતી. તેમને ધમિલનામે પુત્રનો જન્મ થયો. બાળકને યુવાવસ્થામાં આવતા યશોમતિનામની કન્યા સાથે પરણાવ્યો. ધમિલ ધર્મમાં 30 રૂચિવાળો હોવાથી પોતાની પત્ની તરફ પણ વૈરાગ્ય વાસિત થાય છે. તેથી ચિંતાતુર થયેલી માતાએ તેણે સંસારકુશળ થવા માટે જુગારીઓને સોંપ્યો. તેમાંથી અનુક્રમે વેશ્યાગામી થયો. ધમ્મિલના કહેવા ५०. धम्मिल्लहिण्डितो ज्ञातव्यं,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy