________________
દામજ્ઞકની કથા * ૨૮૩ आदिसद्दातो आमोसधिमादीया घेप्पंति । दामण्णगोदाहरणं तु-रायपुरे णगरे एगो कुलपुत्तो जातीतो, तस्स जिणदासो मित्तो, तेण सो साधुसगासं णीतो, तेण मच्छयमंसपच्चक्खाणं गहितं, दुभिक्खे मच्छाहारो लोगो जातो, इतरोवि सालेहिं महिलाए य खिंसिज्जमाणो गतो, उदिण्णो दहं मच्छे दठ्ठे पुणरावत्ती जाता, एवं तिण्णि दिवसे तिण्णि वारं गहिता मुक्का य, अणसणं का रायगिहे णगरे मणियारसेट्ठिपुत्तो दामण्णगो णाम जातो, अट्ठवरिसस्स कुलं मारीए उच्छिण्णं, 5 પ્રમાણે માતાપિતા ધન મોકલ્યા કરે છે. છેવટે પુત્રવિયોગમાં માતા–પિતા મૃત્યુ પામ્યા. પતિના કહેવા પ્રમાણે ધન મોકલતા યશોમતિ પણ નિર્ધન બની જવાથી પિયર ચાલી ગઇ. ધનપ્રાપ્તિ બંધ થવાને કારણે વેશ્યાની માતાએ ધમ્મિલની દુર્દશા કરીને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ભમતો ભમતો અગડદત્તમુનિને મળ્યો. તેમણે પોતાના ચરિત્રને સંભળાવવાદ્વારા ઉપદેશ આપ્યો. તે પ્રતિબોધ પામ્યો. પરંતુ સંસારસુખની ઇચ્છા ઊભી હોવાના કારણે ગુરુ પાસે તેનો ઉપાય પૂછ્યો. ગુરુએ પરિણામ 10 સુંદર હોવાથી ઉપાયરૂપે કહ્યું કે – છ માસ સુધી આયંબિલનો ચોવિહાર તપ કરવો, દ્રવ્યથી મુનિવેષ ધારણ કરવો, દોષરહિત ગોચરી વાપરવી, મુનિપણું જાળવવું અને નવકારમંત્રના નવલાખ જાપ સાથે હું આપું તે મંત્રનો જાપ કરવો.” ધમ્મિલે ગુરુના કહેવા પ્રમાણે છ માસ સુધી તપ, જપ કર્યાં. પરિણામે દેવની પ્રસન્નતાથી તેમજ પૂર્વભવમાં બાંધેલા કર્મોના ક્ષયથી રાજ્ય, સ્ત્રી, પુત્રાદિકના વૈભવરૂપ અનેક સાંસારિક સુખો પ્રાપ્ત થયા. છેલ્લે ધર્મરૂચિનામના ગુરુથી પ્રતિબોધ પામીને 15 પરિવારસહિત દીક્ષા લઇ દેવલોકમાં ગયો. આ પ્રમાણે ધમ્મિલકુમારે પચ્ચક્ખાણના પ્રભાવે આલોકસંબંધી સુખ મેળવ્યું.] આદિશબ્દથી આમર્ષોષધિ વિગેરે લબ્ધિઓ પચ્ચક્ખાણના પ્રભાવે પ્રાપ્ત થાય છે.
* પરલોકમાં દામન્નકનું ઉદાહરણ
રાયપુરનગરમાં એક સારી જાતિનો કુલપુત્ર હતો. તેને જિનદાસ નામે મિત્ર હતો. એકવાર 20 જિનદાસ કુલપુત્રને સાધુપાસે લઇ ગયો. ત્યાં તે કુલપુત્રે માછલીનું માંસ ન ખાવાનું પચ્ચક્ખાણ કર્યું. તે નગરમાં દુષ્કાળ થયો. ચારે બાજુ લોકો (અન્ય આહાર ન મળવાથી) માછલીને મારી–મારીને ખાવા લાગ્યા. તેમાં પત્નીના ભાઇઓ અને પત્નિદ્વારા ઠપકો આપતા કુલપુત્ર પણ માછલી લેવા ગયો. સરોવરમાં ઉતરેલો તે માછલીઓને જોઇને તેનું પોતાનું પચ્ચક્ખાણ યાદ આવ્યું. (તેથી માછલીઓ પકડી ખરી પણ છોડી દીધી.) આ રીતે સતત ત્રણ દિવસ સુધી ત્રણ–ત્રણ વાર પકડીને છોડી દીધી. 25 છેવટે અનશન કરીને રાજગૃહનગરમાં મણિયારશ્રેષ્ઠિને ત્યાં પુત્રરૂપે દામજ્ઞકનામે જન્મ થયો.
જ્યારે તે આઠવર્ષનો થયો ત્યારે તેનું આખું કુટુંબ મારીમાં મૃત્યુ પામ્યું. તે દામજ્ઞક તે જ નગ૨માં
५१. आदिशब्दात् आमर्शोषध्याद्या गृह्यन्ते, दामन्नकोदाहरणं तु राजपुरे नगरे एकः कुलपुत्रो जात्यः, तस्य जिनदासो मित्रं तेन स साधुसकाशं नीतः तेन मत्स्यमांसप्रत्याख्यानं गृहीतं, दुर्भिक्षे मत्स्याहारो लोको जातः, इतरोऽपि श्यालैर्महिलया च निन्द्यमानो गतः, उत्तीर्णो हूदं मत्स्यान् दृष्ट्वा पुनरावृत्तिर्जाता, एवं त्रीन् 30 दिवसान् त्रीन् वारान् गृहीता मुक्ताश्च, अनशनं कृत्वा राजगृहे नगरे मणिकार श्रेष्ठिपुत्रो दामन्नको नाम जातः, अष्टवर्षस्य मार्या कुलमुत्सन्नं,