________________
૧૮ શું આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) सेयानि, नेह वितन्यन्ते, इत्युक्तमानुषङ्गिकं, प्रस्तुतं प्रस्तुमः-एवमनेनानेकरूपेण-सम्बन्धेनायातस्य कायोत्सर्गाध्ययनस्य चत्वार्यनुयोगद्वाराणि संप्रपञ्चानि वक्तव्यानि, तत्र नामनिष्पन्ने निक्षेपे कायोत्सर्गाध्ययनमिति कायोत्सर्गः अध्ययनं च, तत्र कायोत्सर्गमधिकृत्य द्वारगाथामाह नियुक्तिकार:
निक्खेवेंग? विहाणमग्गणां काल भेयपरिमाणे ।
असढ संढे विहिँ दोसा कस्सत्तिं फलं च दाराई ॥१४२९॥ 'निक्खेवेगट्ठविहाण' निक्खेवेति कायोत्सर्गस्य नामादिलक्षणो निक्षेपः कार्यः ‘एगट्ठत्ति एकार्थिकानि वक्तव्यानि 'विहाणमग्गण' त्ति विधानं भेदोऽभिधीयते भेदमार्गणा कार्या 'कालभेदपरिणामे 'त्ति कालपरिमाणमभिभवकायोत्सर्गादीनां वक्तव्यं, भेदपरिमाणमुत्सृतादि
कायोत्सर्गभेदानां वक्तव्यं यावन्तस्त इति. 'असढसढे त्ति अशठः शठशकायोत्सर्गकर्ता वक्तव्यः 10 'विहि'त्ति कायोत्सर्गकरणविधिर्वाच्यः 'दोस'त्ति कायोत्सर्गदोषा वक्तव्याः ‘कस्सत्ति' कस्य कायोत्सर्ग
इति वक्तव्यं ‘फलं चत्ति ऐहिकामुष्मिकभेदं फलं वक्तव्यं 'दाराई 'ति एतावन्ति द्वाराणीति गाथासमासार्थः, व्यासार्थं तु प्रतिद्वारं भाष्यकृदेवाभिधास्यति ॥१४२९॥ . અહીં તેનું નિરૂપણ કરતા નથી. આ પ્રમાણે પ્રાસંગિક વાત કરી. પ્રસ્તુત = મૂળ વાતને કહીએ –
તેમાં પૂર્વે કહ્યાં તે પ્રમાણેના અનેક પ્રકારના સંબંધોથી આવેલ કાયોત્સર્ગ અધ્યયનના ઉપક્રમ વિગેરે 15 ચાર અનુયોગદ્વારા વિસ્તારથી કહેવા યોગ્ય છે. તેમાં નામનિષ્પનિક્ષેપમાં “કાયોત્સર્ગ–અધ્યયન'
એ પ્રમાણેનું નામ હોવાથી કાયોત્સર્ગ અને અધ્યયન એમ બે શબ્દો છે. તેમાં કાયોત્સર્ગને આશ્રયીને દ્વારગાથાને નિયુક્તિકાર કહે છે ?
ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્ય ઃ (૧) કાયોત્સર્ગનો નામ વિગેરે રૂપ નિક્ષેપ કરવો. (૨) કાયોત્સર્ગના એકાર્થિકનામો 20 કહેવા. (૩) કાયોત્સર્ગના ભેદોની વિચારણા કરવી. (૪) અભિભાવકાયોત્સર્ગ વિંગેરેનું કાલપરિમાણ
કહેવું. (દવાદિવડે જયારે ઉપસર્ગ કરાતો હોય ત્યારે મહામુનિ જે કાયોત્સર્ગ કરે તે અભિભાવકાયોત્સર્ગ કહેવાય. આદિશબ્દથી બીજા ભેદો પણ છે તે આગળ જણાવશે.)(૫) કાયોત્સર્ગના ઉત્કૃત (= ઊઠેલો, આગળ ગા. ૧૪૬૧ વિગેરેમાં નિરૂપણ આવશે.) વિગેરે ભેદનું પરિમાણ કહેવું અર્થાત્
કાયોત્સર્ગના ઉત્કૃત વિગેરે કેટલા પ્રકારો છે? તે કહેવું. 25 (૬–૭) કાયોત્સર્ગ કરનારામાં કોણ અશઠ = નિર્માયાવી છે ? અને કોણ શઠ = માયાવી છે
? તે કહેવું. (૮) કાયોત્સર્ગ કરવાની વિધિ કહેવી. (૯) કાયોત્સર્ગના દોષો કહેવા. (૧૦) કાયોત્સર્ગ કોનો છે? (અર્થાત્ કાયોત્સર્ગનો અધિકારી કોણ છે?)(૧૧) કાયોત્સર્ગનું આલોક અને પરલોકસંબંધી ફલ કહેવું. આ પ્રમાણે કાયોત્સર્ગના આ દ્વારો છે. અહીં દ્વારા સંક્ષેપથી કહ્યા. દરેક દ્વારનો વિસ્તારથી અર્થ ભાષ્યકાર પોતે જ આગળ કહેશે. ll૧૪૨૯તી