________________
અશનાદિ ચાર ભેદોનું કારણ (નિ. ૧૫૯૩) * ૨૫૧ च शेषविवेकः–अस्ति च शेषाहारभेदपरित्यागः, न्यायोपपन्नत्वात्, प्रेक्षापूर्विकारितया त्यागपालनं • न्यायः, स चेह सम्भवति, तेन विभक्तानि चत्वार्यपि अशनादीनि, तदेकभावेऽपि तत्तद्भेदपरित्यागे एतदुपपद्यत एवेति चेत्, सत्यमुपपद्यते दुरवसेयं तु भवति, तस्यैव देशस्त्यक्तस्तस्यैव नेति 'अर्द्ध कुक्कुट्ट्याः पच्यते अर्द्धं प्रसवाय कल्प्यते' इति, अपरिणतानां श्रद्धानं च न जायते, एवं तु सामान्यविशेषभेदनिरूपणायां सुखावसेयं सुखश्रद्धेयं च भवति इति गाथार्थः ॥ १५९२ ॥ तथा 5
વાહ —
असणं पाणगं चेव, खाइमं साइमं तहा ।
एवं परूवियंमी, सद्दहिउं जे सुहं होइ ॥ १५९३ ॥
अशनं पानकं चैव खादिमं स्वादिमं तथा, एवं प्ररूपिते - सामान्यविशेषभावेनाख्याते, तथावबोधात् श्रद्धातुं सुखं भवति, सुखेन श्रद्धा प्रवर्त्तते, उपलक्षणत्वाद् दीयते पाल्यते च 10 सुखमिति गाथार्थः ॥१५९३॥
आह-मनसाऽन्यथा संप्रधारिते प्रत्याख्याने त्रिविधस्य प्रत्याख्यानं करोमीति वागन्यथा विनिर्गता
શંકા : તેમાં અમારે શું તકલીફ પડી ગઈ ? સમાધાન : શેષ આહારના ભેદોનો ત્યાગ તો થાય જ છે કારણ કે ન્યાયથી ઘટે છે. (એટલે કે પાણી સિવાયના ૩ આહારનો બુદ્ધિપૂર્વક ત્યાગ તો થાય જ છે. અને) બુદ્ધિપૂર્વકનાં ત્યાગનું પાલન એ ન્યાય છે. અને તે અહીં એટલે કે અશનાદિ જુદા- 15 જુદા રાખો તો ઘટી શકે છે. તેથી અશનાદિ જુદા જુદા રાખ્યા છે.
શંકા : અશન વિગેરેનો ભેદ પાડવાના બદલે ચારે એક જ રાખીએ તો પણ તે તે ભેદોનો પરિત્યાગ કરતા ત્યાગનું પાલન ઘટે જ છે.
સમાધાન : સાચી વાત છે ઘટે, પરંતુ તે દુઃખેથી જણાય છે. તે આ પ્રમાણે કે – અશનના જ સ્વાદિમ વિગેરે એક દેશનો ત્યાગ કર્યો અને અશન—પાનકરૂપ એક દેશનો ત્યાગ ન કર્યો હોય ત્યારે 20 ‘કૂકડીનું અડધું શરીર પકાવાય છે અને અડધું શરીર ઇંડા માટે કલ્પાય છે' એવું માનવું જેમ અશક્ય છે તેમ અપરિણતજીવો માટે આવો ભેદ પાડવો શક્ય બને નહીં અને તેઓને એની શ્રદ્ધા પણ થાય નહીં. યારે સામાન્ય અને વિશેષભેદોની નિરૂપણા કરતા સુખેથી જાણી શકે અને સુખેથી શ્રદ્ધા થઇ શકે. માટે અશનાદિ ચાર ભેદ યોગ્ય જ છે. II૧૫૯૨। આ જ વાતને કહે છે ♦
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : અશન, પાનક, સ્વાદિમ અને ખાદિમ આમ, ચાર પ્રકાર પાડીને સામાન્ય અને વિશેષ રીતે (એટલે કે સામાન્ય રીતે ચારે આહારરૂપ છે પણ વિશેષ રીતે કોઇ અશનરૂપ છે, કોઇ પાનકરૂપ છે વિગેરે રીતે) પ્રરૂપણા થાય તો તે પ્રમાણેનો બોધ થવાથી સુખેથી શ્રદ્ધા થાય છે. અને ઉપલક્ષણથી સુખેથી પચ્ચક્ખાણ દેવાય અને સુખેથી જીવ તેનું પાલન કરી શકે. II૧૫૯૩
અવતરણિકા : શંકા : શિષ્યે મનમાં ત્રિવિધ આહારના પ્રત્યાખ્યાનની ધારણા કરી અને ગુરુને 30 કહેવાના સમયે “મારે ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરવું છે” એવી વાણી નીકળી. તેથી
25