SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 5 આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) चतुर्विधस्येति गुरुणाऽपि तथैव दत्तमत्र कः प्रमाणं ?, उच्यते, शिष्यस्य मनोगतो भाव इति, आह च ૨૫૨ अन्नत्थ निवडिए वंजणंमि जो खलु मणोगओ भावो ! तं खलु पच्चक्खाणं न पमाणं वंजणच्छलणा ॥ १५९४ ॥ 'अन्यत्र निपतिते व्यञ्जने' त्रिविधप्रत्याख्यानचिन्तायां चतुर्विध इत्येवमादौ निपतिते शब्दे यः खलु मनोगतो भावः प्रत्याख्यातुः खलुशब्दो विशेषणे अधिकतरसंयमयोगकरणापहृतचेतसो ऽन्यत्र निपतिते न तु तथाविधप्रमादात् यो मनोगतो भावः आद्यः तत् खलु प्रत्याख्यानं प्रमाणं, अनेनापान्तरालगतसूक्ष्मविवक्षान्तरप्रतिषेधमाह, आद्याया एव प्रवर्त्तकत्वात्, व्यवहारदर्शनस्य चाधिकृतत्वाद्, अतो न प्रमाणं व्यञ्जनं-तच्छिष्याचार्ययोर्वचनं किमिति ?, छलनाऽसौ व्यञ्जनमात्रं, 10 તવન્યથામાવસદ્ધાવાવિતિ ગાથાર્થ: ॥૧૪॥ इदं च प्रत्याख्यानं प्रधाननिर्जराकारणमिति विधिवदनुपालनीयं, तथा चाह 15 - ગુરુએ પણ ચારપ્રકારના આહારનું પ્રત્યાખ્યાન આપ્યું તો અહીં કયું પચ્ચક્ખાણ પ્રમાણભૂત ગણવું ? સમાધાન : શિષ્યના મનમાં જે ભાવ હતો તે પ્રમાણેનું પચ્ચક્ખાણ પ્રમાણ ગણવું. આ જ વાત કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ત્રિવિધપ્રત્યાખ્યાનની વિચારણા કર્યા બાદ શિષ્યના મોંમાંથી ચોવિહાર પચ્ચક્ખાણના શબ્દો બહાર નીકળે ત્યારે પ્રત્યાખ્યાન લેનારના જે મનોગત ભાવો છે. અહીં ‘વ્રુત્તુ’ શબ્દ વિશેષ અર્થને જણાવે છે તે આ પ્રમાણે કે – તેવા પ્રકારના પ્રમાદને કારણે નહીં પણ અધિકતર એવા સંયમયોગોને કરવાના ભાવોવાળા (એટલે કે જો હું ચોવિહારપચ્ય. કરવા જઇશ તો મારા અમુક 20 સંયમયોગો સિદાશે. તેના બદલે તિવિહારપચ્ચ. કરીશ તો સ્વાધ્યાય, વૈયાવચ્ચ વિગેરે યોગો મારા સિદાશે નહિ. આમ અધિકતર સંયમયોગોના પાલનમાં જેનું ચિત્ત પરોવાયેલું છે) એવા શિષ્યના મોંમાંથી જ્યારે મનના ભાવો કરતા જુદા શબ્દો નીકળ્યા હોય ત્યારે જે મનનો પ્રથમ ભાવ છે તે પ્રમાણેનું પ્રત્યાખ્યાન જ પ્રમાણ બને છે. આનાદ્વારા વચ્ચે રહેલ સૂક્ષ્મ એવી અન્યવિવક્ષાનો નિષેધ કહ્યો, (અર્થાત્ ગુરુએ પચ્ચ૦ આપવાનું શરૂ કર્યું અને તે હજુ પૂર્ણ થાય તે વચ્ચેના કાળમાં શિષ્યના 25 મનમાં ચાલતી સૂક્ષ્મ વિવક્ષાઓ = વિચારણાઓ જેમ કે, હું ચોવિહાર કરું કે તિવિહાર કરું વિગેરે વિવક્ષાઓનો નિષેધ કહ્યો અર્થાત્ તે વિવક્ષાઓ પ્રમાણભૂત નથી,) કારણ કે પ્રથમ વિવક્ષા જ પ્રત્યાખ્યાનનું પ્રવર્તન કરાવનારી છે. વળી અહીં વ્યવહારનયનો જ અધિકાર છે. અને વચ્ચેની સૂક્ષ્મવિવક્ષાઓની અપેક્ષાએ મનોગત પ્રથમભાવ જ વ્યવહારનયનો વિષય બનતો હોવાથી શિષ્ય અને ગુરુના વચનો પ્રમાણભૂત બનતા નથી. શા માટે ? તે કહે છે કે તે વચનો એ તો છલના છે 30 અર્થાત્ શબ્દમાત્ર જ છે, મનમાં તો તેના કરતા જુદા ભાવો રહેલા છે. ૧૫૯૪ અવતરણિકા : આ પ્રત્યાખ્યાન પ્રધાનનિર્જરાનું કારણ હોવાથી વિધિપૂર્વક પાલવું જોઇએ. આ જ વાતને કહે છે
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy