SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) यद्यनन्तरोदितपदार्थापेक्षया अशनादीनि ततः सर्वोऽपि चाहारश्चतुर्विधोऽपीत्यर्थः अशनं, सर्वोऽपि चोच्यते पानं सर्वोऽपि च खादिमं सर्व एव च स्वादिमं भवति, अन्वर्थाविशेषात्, तथाहि-यथैवाशनमोदनमण्कादि क्षुधं शमयति तथैव पानकमपि द्राक्षाक्षीरपानादि खादिममपि च फलादि स्वादिममपि ताम्बूलपुगफलादि, यथा च पानं प्राणानामुपग्रहे वर्त्तते एवमशनादीन्यपि, 5 तथा चत्वार्यपि खे मान्ति चत्वार्यपि वा स्वादयन्ति आस्वाद्यन्ते वेति न कश्चिद् विशेष:, तस्मादयुक्तमेवं भेद इति गाथार्थः ॥ १५९१ ॥ इयं चालना, प्रत्यवस्थानं तु यद्यपि एतदेवं तथापि तुल्यान्वर्थप्राप्तावपि रूढितो नीतिः, प्रयोजनं च संयमोपकारकमस्ति एवं कल्पनायाः, अन्यथा दोष:, तथा चाह जड़ असणमेव सव्वं पाणग अविवज्जणंमि सेसाणं । हवइ य सेसविवेगो तेण विहत्ताणि चउरोऽवि ॥ १५९२ ॥ .. यद्यशनमेव सर्वमाहारजातं गृह्यते ततः शेषापरिभोगेऽपि पानकाविवर्जने - उदकापरित्यागे शेषाणामाहारभेदानां निवृत्तिर्न कृता भवतीति वाक्यशेषः, ततः का नो हानिरिति चेत् ? भवति 10 ← ટીકાર્થ : જો હમણાં કહેવાયેલા પદાર્થની અપેક્ષાએ (= સિદ્ધાન્તની પરિભાષા પ્રમાણે) અશનાદિ સમજવાના હોય તો ચારે પ્રકારનો આહાર અશનરૂપ છે, ચારે પ્રકારનો આહાર પાનકરૂપ 15 છે, બધો જ ખાદિમ છે અને બધો જ સ્વાદિમ છે, કારણ કે અન્યર્થમાં કોઇ ભેદ પડતો નથી. તે આ પ્રમાણે – જે રીતે ભાત, ખાખરા વિગેરે અશન ભૂખને સમાવે છે તે જ રીતે દ્રાક્ષનું પાણી, ખીર વિગેરે પાનક, ફળાદિ ખાદિમ અને પાન, સોપારી વિગેરે સ્વાદિમ પણ ભૂખને શમાવે છે. જેમ પાનક એ પ્રાણોના ઉપકાર માટે થાય છે એ જ પ્રમાણે અશન વિગેરે પણ ઉપકાર માટે થાય છે. તથા અશનાદિ ચારે પણ મોંરૂપ આકાશમાં સમાય જ છે. અથવા અશનાદિ ચારે પણ સ્વાદ આપે છે કે 20 ચખાય છે. આમ ચારેના અન્વર્થમાં કોઇ ભેદ નથી તેથી આ પ્રમાણેના ચાર પ્રકાર પાડવા તે યોગ્ય નથી. ૧૫૯૧ અવતરણિકા : આ ચાલના કહી. તેનો ઉત્તર આ પ્રમાણે જાણવો – જો કે આ પ્રમાણે ચારેમાં કોઇ ભેદ નથી તો પણ એટલે કે તુલ્ય અન્વર્થની પ્રાપ્તિ થવા છતાં પણ આ રીતના ભેદો એ રુઢિથી (= લોકમાં ખીર વિગેરે પાનક તરીકે રૂઢ થયેલા છે. એ જ પ્રમાણે ખાદિમ વિગેરેમાં સમજવું. આમ 25 રૂઢિથી) ન્યાય છે. અને આવી કલ્પનાનું પ્રયોજન માત્ર ‘સંયમ ઉપકાર' છે, બાકી દોષ લાગે. આ જ વાત આગળ કહે છે ઃ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જો પાનક વિગેરે બધા જ આહારને અશન તરીકે સમજવાનું હોય તો પાણીનો અત્યાગ અને શેષનો ત્યાગ કરવા છતાં (એટલે કે પાણી સિવાયના શેષ ત્રણ આહારનો ત્યાગ કરવા 30 છતાં) શેષ અશનાદિ ત્રણ આહારની નિવૃત્તિ કરાયેલી નહીં થાય (ટૂંકમાં પાણી વિગેરે ચારેને જો અશન જ માનવું હોય તો અશનાદિ સિવાય માત્ર પાણી વાપરવાની ઇચ્છાથી પચ્ચક્ખાણ કરનાર પાણી સિવાય ત્રણ આહાર વાપરતો નથી છતાં શેષ ત્રણ આહારનો ત્યાગ ગણાશે નહીં.)
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy