SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના વિગેરે દશ પ્રાયશ્ચિત્ત (નિ. ૧૪૧૯) ૧૩ 'पडिक्कमणे 'त्ति प्रतीपं क्रमणं प्रतिक्रमणं, सहसाऽसमितादौ मिथ्यादुष्कृतकरणमित्यर्थः, 'मीस 'त्ति मिश्रं शब्दादिषु रागादिकरणे विकटना मिथ्यादुष्कृतं चेत्यर्थः, 'विवेगे त्ति विवेकः अनेषणीयस्य भक्तादेः कथञ्चित् गृहीतस्य परित्याग इत्यर्थः, तथा 'विउस्सग्गे 'त्ति तथा व्युत्सर्गः कुस्वाद कायोत्सर्ग इति भावना, 'तवेत्ति कर्म तापयतीति तपः - पृथिव्यादिसंघट्टनादौ निर्विकृतिकादि, 'छेदे 'त्ति तपसा दुर्दमस्य श्रमणपर्यायच्छेदनमिति हृदयं, 'मूले 'त्ति प्राणातिपातादौ पुनव्रतारोपण - 5 मित्यर्थः, 'अणवट्टया यत्ति हस्ततालादिप्रदानदोषात् दुष्टतरपरिणामत्वाद् व्रतेषु नावस्थाप्यते इत्यनवस्थाप्यः तद्भावोऽनवस्थाप्यता, च 'पारंचिए चेव त्ति पुरुषविशेषस्य स्वलिङ्गराजपल्याद्यासेवनायां पारञ्चिकं भवति, पारं प्रायश्चित्तान्तमञ्चति - गच्छतीति पारञ्चिकं, न तत ऊर्ध्वं प्रायश्चित्तमस्तीति गाथार्थः ॥ १४१९ ॥ કરવું તે આલોચના. (અર્થાત્ ગુરુને પૂછીને, ગુરુવડે અનુજ્ઞાત સાધુ આહારાદિના ગ્રહણ વિગેરે 10 અવશ્યકર્તવ્ય વ્યાપારો માટે સોહાથથી બહાર જઈને પાછો આવ્યા બાદ પોતાના વ્યાપારનું ગુરુ પાસે જે કથન કરે તે આલોચનાપ્રાયશ્ચિત્ત કહેવાય છે. આ આલોચના પ્રાયશ્ચિત્ત નિરતિચાર અપ્રમત્ત સાધુને જાણવું. સાતિચાર સાધુને આલોચના કરતાં પણ વધારે પ્રાયશ્ચિત્ત આવે છે.) (૨) પ્રતિક્રમણ – પાછું ફરવું તે પ્રતિક્રમણ અર્થાત્ સહસાત્કારે–ઉપયોગ રાખવા છતાં ઇર્યા વિગેરેમાં અસમિતિ થવી વિગેરેમાં મિચ્છા મિ દુક્કડં પ્રાયશ્ચિત્ત જાણવું. (૩) મિશ્ર – શબ્દ, રૂપ વિગેરે વિષયોમાં રાગ વિગેરે થાય ત્યારે 15 તેનું ગુરુને કથન કરવું અને મિચ્છા મિ દુક્કડં આપવું તે મિશ્રપ્રાયશ્ચિત્ત. (૪) વિવેક – કોઇક રીતે અકલ્પ્ય એવા ભક્ત–પાન ગ્રહણ થયા પછી તેનો ત્યાગ કરવો તે વિવેકનામનું પ્રાયશ્ચિત્ત છે. (૫) વ્યુત્સર્ગ – ખરાબ સ્વપ્ર વિગેરેમાં કરવામાં આવતો કાયોત્સર્ગ તે વ્યુત્સર્ગપ્રાયશ્ચિત્ત જાણવું. (૬) તપ – જે કર્મને તપાવે = નાશ કરે તે તપ અર્થાત્ પૃથ્વી વિગેરે જીવોનો સંઘટ્ટો વિગેરે થાય ત્યારે કરવામાં આવતા નીવિ વિગેરે તપો એ તપપ્રાય. જાણવું. (૭) છેદ – તપદ્વારા દુર્દમ 20 (એટલે કે તપપ્રાય. થી જે ડરતો ન હોવાથી પાપથી અટકે તેવો ન હોય તેવા સાધુના) દીક્ષાપર્યાયનો છેદ કરવો તે છેદ. (૮) મૂલ – પ્રાણાતિપાત વિગેરે દોષો સેવ્યા હોય ત્યારે જે ફરીથી પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ તે મૂલપ્રાયશ્ચિત્ત. (૯) અનવસ્થાપ્યતા – હસ્તતાલ સામેવાળાને લાફા મારવા. આ હસ્તતાલવિગેરે દોષો સેવનાર સાધુ દુષ્ટતર પરિણામવાળો હોવાથી વ્રતોમાં સ્થાપિત કરાતો નથી એટલે કે તેને વ્રતોમાં રહેવા દેવામાં આવતો નથી. એટલે તે સાધુ અનવસ્થાપ્ય બની 25 જાય છે. અને તે અનવસ્થાપ્યનો જે ભાવ તે અનવસ્થાપ્યતા. (ટૂંકમાં અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત લિંગ, ક્ષેત્ર, કાલ અને તપથી એમ ચારપ્રકારે હોય છે. તેનું વિસ્તૃત વર્ણન અન્યગ્રંથોમાંથી જાણી લેવું.) (૧૦) પારાંચિક – પારને = પ્રાયશ્ચિત્તના અંતને જે પામેલ છે એટલે કે આના પછીનું કોઈ પ્રાયશ્ચિત્ત ન હોવાથી આ પ્રાયશ્ચિત્ત બીજા બધા પ્રાયશ્ચિત્તોના અંતને પામેલું હોવાથી પારાંચિક કહેવાય છે. આ પ્રાયશ્ચિત્ત સાધ્વી, રાજપત્ની વિગેરે સાથે અકાર્ય કરનાર સાધુવિશેષને = આચાર્યને 30 આવે છે. II૧૪૧૯લી =
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy