SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) कायव्विया गामंतरादि सेहस्स वा आणेयव्वं सरीरवेयावडिया वा, ताधे सो उववासं करेति गुरुवेयावच्चं च ण सक्केति, जो अण्णो दोण्हवि समत्थो सो करेतु, जो वा अण्णो असमत्थो उववासस्स सो करेति णत्थि ण वा लभेज्जा न याणेज्ज वा विधिं ताधे सो चेव पुव्वं उववासं कातूणं पच्छा तद्दिवसं भुंजेज्जा, तवस्सी णाम खमओ तस्स कातव्वं होज्जा, किं तदा ण 5 करेति ?, सो तीरं पत्तो पज्जोसवणा उस्सारिता, असहुत्ति वा सयं पारावितो, ताधे सयं हिंडेतुं समत्थो जाणि अब्भासे तत्थ वच्चउ, णत्थि ण वा लहति सेसं जथा गुरूंमि विभासा, गेलण्णंવિગેરેમાં ગુરુ મોકલે અથવા શૈક્ષ માટે ભક્ત–પાન વિગેરે લાવવાનું હોય અથવા વ્યાખ્યાન વિગેરેના શ્રમને કારણે ગુરુના શરીરની વૈયાવચ્ચ કરવાની હોય. એ સમયે જો તે શિષ્ય ઉપવાસ કરે અને ગુરૂવૈયાવચ્ચ કરવી શક્ય ન બને. (તેથી શું કરવું? તેની વિધિ કહે છે –) જો કોઇ બીજો સાધુ તપ 10 અને વૈયાવચ્ચ બંને કરવામાં સમર્થ હોય તો તે જ વૈયાવચ્ચ કરે. (જેથી ત્યારે પણ બધાને તપ થઇ . શકે.) અથવા જે સાધુ પર્યુષણા વિગેરેમાં ઉપવાસ કરવા સમર્થ નથી તે વૈયાવચ્ચ કરે. અથવા તેવો કોઈ સાધુ નથી અથવા છે છતાં તેને ભક્ત–પાન પ્રાપ્ત ન થતાં હોય કે તે વૈયાવચ્ચની વિધિને જાણતો ન હોય તો પછી આ સાધુ અનાગતતપ કરે અને પછી પર્યુષણા વિગેરે દિવસોમાં વાપરીને વૈયાવચ્ચ વિગેરે કરે. (તપસ્વી સંબંધી વૈયાવચ્ચની વિધિને કહે છે –) તપસ્વી એટલે ક્ષપક (એટલે કે 15 માસખમણ વિગેરે તપ કરનારો.) તેની વૈયાવચ્ચ પર્યુષણામાં કરવાની આવે. શંકાઃ જે આવા વિશિષ્ટ તપ કરતો હોય તે પર્યુષણા વિગેરેમાં ઉપવાસ વિગેરે કેમ કરતો નથી? સમાધાન : ક્ષેપકે જે તપનો આરંભ કર્યો હતો તે તપ (પર્યુષણાના બે–ચાર દિવિસ પહેલાં જ) પૂર્ણ થયો હોય (એટલે કે પર્યુષણામાં તે તપને બદલે પારણું કરતો હોય. શંકા તો પર્યુષણાસંબંધી જે તપ કરવાનો છે તે તો બાકી રહી જશે ને ? સમાધાન : ના,) (પન્નોસવા લસ્સરિતા =) 20 પર્યુષણાસંબંધી તપ તેને કરેલ માસક્ષપણ વિગેરેમાં સમાઈ જાય છે. અથવા તેણે જે માસક્ષપણ વિગેરે તપ આરંભ્યો હતો તે પર્યુષણામાં પણ ચાલુ રહેવાનો હતો પરંતુ તે સમયે આગળ તપ કરવામાં અસમર્થ જાણીને ગુરુએ જ તેને પારણું કરાવ્યું હોય. (તેથી તેની માટે ભક્ત–પાન લાવવાના હોવાથી કઈ વિધિ કરવી ? તે કહે છે કે –). ત્યારે તપસ્વી પોતે ગોચરી જવા સમર્થ હોય તો જે નજીકના ઘરો હોય તેમાં ગોચરી માટે જાય. 25 જો નજીકમાં ઘરો નથી અથવા ત્યાં ઘરો છે પણ તપસ્વીને પ્રાયોગ્ય મળતું નથી તો જે રીતે ગુરુસંબંધી વિધિ કરવાની કહી તે રીતે તપસ્વી માટે પણ સમજવું. (અર્થાત પહેલાં તપ–વૈયાવચ્ચ બંને કરનાર, ९. कर्त्तव्या ग्रामान्तरादि शैक्षकस्य वाऽऽनेतव्यं शरीरवैयावृत्त्यं वा, तदा स उपवासं करोति गुरुवैयावृत्त्यं च न शक्नोति, योऽन्यो द्वयोरपि समर्थः स करोतु, अन्यो वा योऽसमर्थ उपवासाय स करोति नास्ति न वा लभेत न जानीयाद्वा विधिं तदा स चैव पूर्वमुपवासं कृत्वा पश्चात् तद् ( पर्व) दिवसे भुञ्जीत, तपस्वी 30 नाम क्षपकस्तस्य कर्त्तव्यं भवेत्, किं तदा न करोति ?, स तीरं प्राप्तः पर्युषणा उत्सारिता, असहु इति वा स्वयं पारितवान्, तदा स्वयं हिण्डितुं समर्थो यानि समीपे तत्र व्रजतु, नास्ति न वा लभते शेषं यथा गुरौ विभाषा, ग्लानत्वं
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy