SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) उक्तं सातिचारं तृतीयशिक्षापदव्रतं, अधुना चतुर्थमुच्यते, तत्रेदं सूत्रम् अतिहिसंविभागो नाम नायागयाणं कप्पणिज्जाणं अन्नपाणाईणं दव्वाणं देसकालसद्धासक्कारकमजुअं पराए भत्तीए आयाणुग्गहबुद्धीए संजयाणं दाणं, अतिहिसंविभागस्स समणो० इमे पञ्च० तंजहा - सच्चित्तनिक्खेवणया सच्चित्तपिहणया 5 कालइक्कमे परववएसे मच्छरिया य १२ ॥ ( सूत्र ) अस्य व्याख्या - इह भोजनार्थं भोजनकालोपस्थाय्यतिथिरुच्यते, तत्रात्मार्थं निष्पादिताहारस्य गृहिव्रतिनः साधुरेव मुख्यातिथिस्तस्य संविभागोऽतिथिसंविभागः, संविभागग्रहणात् पश्चात्कर्मादिदोषपरिहारमाह, नामशब्दः पूर्ववत्, 'न्यायागताना 'मिति न्याय: द्विजक्षत्रियविट्शूद्राणां स्ववृत्त्यनुष्ठानं स्वस्ववृत्तिश्च प्रसिद्धैव प्रायो लोकहेर्या तेन तादृशा न्यायेनागतानां - प्राप्तानाम्, अनेनान्यायागतानां 10 प्रतिषेधमाह, कल्पनीयानामित्युद्गमादिदोषपरिवर्जितानामनेनाकल्पनीयानां निषेधमाह, अन्नपानादीनां द्रव्याणाम्, आदिग्रहणाद् वस्त्रपात्रौषधभेषजादिपरिग्रहः, अनेनापि हिरण्यादिव्यवच्छेदमाह, 'देशकालश्रद्धासत्कारक्रमयुक्तं' तत्र नानाव्रीहिकोद्रवकङ्गुगोधूमादिनिष्पत्तिभाग् देशः सुभिक्षदुर्भिक्षादिः कालः અવતરણિકા : અતિચારસહિત ત્રીજું શિક્ષાપદવ્રત કહ્યું. હવે ચોથું કહેવાય છે. તેમાં આ સૂત્ર ૨૧૬ 15 જાણવું — સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 20 ટીકાર્થ : અહીં ભોજન માટે ભોજનના સમયે ઉપસ્થિત થનારો અતિથિ કહેવાય છે. તેમાં પોતાની માટે બનાવેલો છે આહાર જેનાવડે એવા શ્રાવક માટે સાધુ જ મુખ્ય અતિથિ છે. તેને જે સંવિભાગ તે અતિથિસંવિભાગ. (સંવિભાગ એટલે સમ્ = નિર્દોષ, વિભાગ = પશ્ચાત્કર્મ વિગેરે દોષો ન લાગે તે માટે આહારમાંથી થોડા આહારનું દાન કરવું. માટે જ ખુલાસો કરે છે કે—) ‘સંવિભાગ’ શબ્દના ગ્રહણથી પશ્ચાત્કર્મ વિગેરે દોષોનો ત્યાગ કહ્યો. (અર્થાત્ નિર્દોષ એવા વિભાગનું = આહારનું જ દાન કરતા હોવાથી પશ્ચાત્કર્મ વિગેરે દોષો લાગતા નથી.) મૂળમાં ‘નામ’ શબ્દનો અર્થ પૂર્વની જેમ (અલંકાર અર્થમાં) જાણવો. ‘ન્યાયથી આવેલા' અહીં ન્યાય એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોમાં પોત–પોતાની જાતિને ઉચિત જે વ્યવસાય. પોત–પોતાને ઉચિત વ્યવસાય લોકપરંપરાથી પ્રાયઃ પ્રસિદ્ધ જ છે. આવા પ્રકારના પોત–પોતાની જાતિને ઊચિત વ્યવસાયવડે પ્રાપ્ત 25 થયેલા (એવા આહારાદિ), આનાદ્વારા અન્યાયથી પ્રાપ્ત થયેલાનો નિષેધ જાણવો. ‘કલ્પનીય’ ઉદ્ગમ વિગેરે દોષોથી રહિત. આનાવડે અકલ્પનીયનો નિષેધ જાણવો. આમ, ન્યાયથી આવેલા, કલ્પનીય એવા અક્ષ–પાન વિગેરે દ્રવ્યોનું (જે દાન તે અતિથિસંવિભાગ – એમ આગળ સાથે અન્વય જોડવો.) ‘અન્નપાનાવીનાં’ અહીં આદિશબ્દથી વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભૈષજ વિગેરે લેવા. આનાદ્વારા પણ હિરણ્ય વિગેરેનો નિષેધ કહ્યો. (આવા દ્રવ્યોનું જે દાન આપવાનું છે ? તે દાન 30 કેવું છે ? તે કહે છે –) દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમથી યુક્ત' તેમાં જુદા—જુદા પ્રકારના વ્રીહિ, કોદ્રવ, કંડુ, ઘઉં (આ બધા ધાન્યવિશેષો છે.) વિગેરેનો પાક જ્યાં થતો હોય તેવો દેશ. સુભિક્ષ, દુર્ભિક્ષ વિગેરે કાળ જાણવો. વિશુદ્ધ એવો ચિત્તપરિણામ એ શ્રદ્ધા જાણવી. ઊભા થવું,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy