________________
દેશાવકાશિકવ્રતના અતિચારો હક ૨૧૧ कर्तव्यमित्येवंभूतः प्रेष्यप्रयोगः । तथा शब्दानुपातः स्वगृहवृत्तिप्राकारकादिव्यवच्छिन्नभूदेशाभिग्रहे बहिः प्रयोजनोत्पत्तौ तत्र स्वयं गमनायोगात् वृत्तिप्राकारकप्रत्यासनवर्तिनो बुद्धिपूर्वकं क्षुत्कासितादिशब्दकरणेन समवसितकान् बोधयतः शब्दस्यानुपतनम्-उच्चारणं तादृग् येन परकीयश्रवणविवरमनुपतत्यसाविति, तथा रूपानुपात:-अभिगृहीतदेशाद् बहिः प्रयोजनभावे शब्दमनुच्चारयत एव परेषां समीपानयनार्थं स्वशरीररूपदर्शनं रूपानुपातः, तथा बहिः पुद्गलप्रक्षेपः-अभिगृहीतदेशाद् 5 बहिः प्रयोजनभावे परेषां प्रबोधनाय लेष्ट्वादिक्षेपः पुद्गलप्रक्षेप इति भावना, देशावकाशिकमेतदर्थमभिगृह्यते मा भूद् बहिर्गमनागमनादि व्यापारजनितः प्राण्युपमई इति, स च स्वयं कृतोऽन्येन वा कारित इति न कश्चित् फले विशेषः प्रत्युत गुणः स्वयंगमने ईर्यापथविशुद्धेः परस्य पुनरनिपुणत्वादशुद्धिरिति कृतं प्रसङ्गेन ॥
व्याख्यातं सातिचारं द्वितीयं शिक्षापदव्रतं, अधुनां तृतीयमुच्यते, तत्रेदं सूत्रम् -
पोसहोववासें चउव्विहे पन्नत्ते, तंजहा-आहारपोसहे सरीरसक्कारपोसहे बंभचेरपोसहे अव्वावारपोसहे, पोसहोववासस्स समणो० इमे पञ्च०, तंजहा-अप्पडिलेहियदुप्पडिलेहियसिज्जासंथारए अपमज्जियदुप्पमज्जियसिज्जासंथारए अप्पडिलेहिय
(૩) શબ્દાનુપાત : પોતાના ઘરની વાડ, કિલ્લા વિગેરેથી જુદા એવા ભૂમિભાગનો (એટલે કે ઘરની વાડ કે કિલ્લા પછીના ભૂમિભાગમાં મારે જવું નહીં એવા પ્રકારનો) અભિગ્રહ ધારણ કર્યા 15. બાદ તે વાડ કે કિલ્લા વિગેરેથી બહારના ભૂમિપ્રદેશમાં કોઈ પ્રયોજન ઉત્પન્ન થયું ત્યારે પોતે ત્યાં જઈ શકતો ન હોવાથી બુદ્ધિપૂર્વક છિંક, ઉધરસ વિગેરે શબ્દો કરવા દ્વારા વાડ, કિલ્લાની નજીકમાં રહેલા લોકોને બોધ આપતા (= જે પ્રયોજન હોય તે જણાવવા) શબ્દનો ઉચ્ચાર તે રીતે કરવો કે જેથી તે લોકોના કાનમાં તે શબ્દ જઇને પડે, તે શબ્દાનુપાત કહેવાય છે.
(૪) રૂપાનુપાત : અભિગૃહીતદેશની બહારના દેશમાં કોઇ કામ આવી પડતા શબ્દને ઉચ્ચાર્યા 20 વિના જ બીજાને પોતાની પાસે બોલાવવા માટે પોતાના શરીરરૂપી રૂપનું દર્શન કરાવવું તે રૂપાનુપાત કહેવાય છે. (૫) બાહ્યપુદ્ગલપ્રક્ષેપ : અભિગૃહીતક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં કોઈ કામ આવી પડતા બીજાઓને જણાવવા માટે પથ્થર વિગેરે ફેંકવા તે બાહ્યપુદ્ગલપ્રક્ષેપ.
(શંકા : અભિગ્રહ પોતે લીધો છે તો બીજા પાસે કામ કરાવવામાં શું વાંધો છે ?). - સમાધાન દેશાવકાશિક એની માટે ગ્રહણ કરવાનું છે કે અભિગૃહીતક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં 25 ગમન-આગમન વિગેરે વ્યાપારોથી જીવોની હિંસા ન થાય. અને તે જીવહિંસા પોતે જાતે કરે કે બીજા પાસે કરાવે બંનેમાં ફળમાં કોઇ ભેદ પડતો નથી. ઉલટું કદાચ પોતે જાય તો પોતે ઇર્યાસમિતિનું પાલન કરવા પૂર્વક જતો હોવાથી એટલો ફાયદો થાય જ્યારે બીજાને મોકલે તો પોતે એવી કાળજીવાળો ન હોવાથી અશુદ્ધિ થાય. પ્રાસંગિકચર્ચાવડે સર્યું.
અવતરણિકા: અતિચારસહિત બીજું શિક્ષાપદવ્રત કહ્યું. હવે ત્રીજું કહેવાય છે. તેનું સૂત્ર આ 30 પ્રમાણે છે :
સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.