SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭). तद्धेतुर्विशिष्टो वाक्प्रयोगः कन्दर्प उच्यते, रागोद्रेकात् प्रहासमिश्रो मोहोद्दीपको नर्मेति भावः । इह सामाचारी-सावगस्स अट्टहासो न वद्दति, जति णाम हसियव्वं तो ईसिं चेव विहसितव्वंति । कौकुच्यं-कुत्सितसंकोचनादिक्रियायुक्तः कुचः कुकुचः तद्भावः कौकुच्यं-अनेकप्रकारा मुखनयनोष्ठकरचरणभूविकारपूर्विका परिहासादिजनिका भाण्डादीनामिव विडम्बनक्रियेत्यर्थः । एत्थ सामायारी-तारिसगाणि भासितुं ण कप्पति जारिसेहिं लोगस्स हासो उप्पज्जति, एवं गतीए ठाणेण वा ठातितुन्ति । मौखर्यं-धाष्र्यप्रायमसत्यासम्बद्धप्रलापित्वमुच्यते, मुहेण वा अरिमाणेति, जधा कुमारामच्चेणं सो चारभडओ विसज्जितो, रण्णा णिवेदितं, ताए जीविकाए वित्ति दिण्णा, अण्णता रुद्वेण मारितो कुमारामच्चो । संयुक्ताधिकरणं-अधिक्रियते नरकादिष्वनेनेत्यधिकरणं वास्युदूखलशिलापुत्रकगोधूमयन्त्रकादि संयुक्तं अर्थक्रियाकरणयोग्यं संयुक्तं च तदधिकरणं चेति 10 વાણીપ્રયોગ કંદર્પ કહેવાય છે. પ્રબળ એવા રાગથી મોહને ઉત્પન્ન કરનારી હાસ્યમિશ્રિત ઠઠ્ઠા મશ્કરી એ કંદર્પ જાણવો. અહીં સામાચારી આ પ્રમાણે કે – શ્રાવકને જોર-જોરથી હસવું યોગ્ય નથી. જો કદાચ હસવું પડે તો સ્મિત કરે. (૨) કોકુચ્ય : ખરાબ રીતે સંકોચન વિગેરે ક્રિયાથી યુક્ત કુચ (= ક્રિયાવિશેષ) તે કુકુચ તેનો જે ભાવ તે કીકુ અર્થાત્ મોં, આંખ, હોઠ, હાથ, પગ, ભ્રમરનું સંકોચન વિગેરે ભાંડ (વિદૂષક) 15 વિગેરેની જેમ એવી રીતે કરે છે જેથી સામેવાળાને હસવું આવે વિગેરે થાય. આમ, શરીરના અવયવોની અનેક પ્રકારની સંકોચન વિગેરે ક્રિયા કૌકુચ્ય કહેવાય છે. અહીં સામાચારી-શ્રાવકે તેવા પ્રકારનું બોલવું ન જોઇએ કે એ રીતે ચાલવું, ઊભા રહેવું, બેસવું વિગેરે ન કરવું જોઇએ કે જેથી લોકોને હસવું આવે. (૩) મૌખર્ય : ધૃષ્ટતાપૂર્વકના અસત્ય, અસંબદ્ધ વચનો બોલવા તે મૌખર્ય કહેવાય છે. અથવા 20 મુખથી = એવા પ્રકારના વચનોથી શત્રુઓ ઊભા કરે. જેમ કે (દૃષ્ટાન્ત ચૂર્ણિ અને ટીપ્પણીના આધારે લખાય છે –) કોઈક રાજાને અન્યગામમાં ઝડપથી જઈ શકે એવા પુરુષની જરૂર પડી. તેથી રાજાએ મંત્રીને પૂછ્યું કે “શીઘ્રગતિવાળો પુરુષ આપણા રાજ્યમાં કોણ છે ?” મંત્રીએ એક શૂરવીર એવા સૈનિકનું નામ આપ્યું. તે સૈનિક જવા તૈયાર નહોતો છતાં પણ પરાણે તે સૈનિકને રવાના કર્યો. (આ રીતે મંત્રીએ પોતાના મુખથી સૈનિકને શત્રુ બનાવ્યો.) સૈનિક “મને મંત્રીએ પરાણે આ કામમાં જોડ્યો 25 છે એમ વિચારી મંત્રી ઉપર દ્વેષ પામ્યો. પરિણામે એકવાર તક મળતા સૈનિકે મંત્રીને મારી નાંખ્યો. (૪) સંયુક્તાધિકરણ : જેનાવડે આત્મા નરકાદિનો અધિકારી બનાવાય છે તે અધિકરણ. તે અધિકરણ તરીકે વાસી (લાકડાં છોડલાનું શસ્ત્ર), ખાંડણી, ઔષધ વિગેરે વાટવાનો પથ્થર, ઘંટી વિગેરે જાણવા. સંયુક્ત એટલે અર્થક્રિયાને = કુહાડી વિગેરેનું જે કાર્ય હોય તે કાર્ય કરવાને યોગ્ય. ८६. श्रावकस्याट्टहासो न वर्त्तते, यदि नाम हसितव्यं तर्हि ईषदेव विहसितव्यमिति । अत्र सामाचारी-तादंशि 30 भाषितुं न कल्पते यादृशैलॊकस्य हास्यमुत्पद्यते, एवं गत्या स्थानेन वा स्थातुमिति मुखेन वाऽरिमानयति, यथा कुमारामात्येन स चारभटो विसृष्टः, राज्ञो निवेदितं, तया जीविकया वृत्तिर्दत्ता, अन्यदा रुष्टेन मारितः कुमारामात्यः ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy