SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) च्छब्दार्थः, तच्चादत्तादानं द्विविधं प्रज्ञप्तं-तीर्थकरगणधरैर्द्विप्रकारं प्ररूपितमित्यर्थः, तद्यथेति पूर्ववत्, सह चित्तेन सचित्तं-द्विपदादिलक्षणं वस्तु तस्य क्षेत्रादौ सुन्यस्तदुर्व्यस्तविस्मृतस्य स्वामिनाऽदत्तस्य चौर्यबुद्ध्याऽऽदानं सचित्तादत्तादानं, आदानमिति ग्रहणं, अचित्तं-वस्त्रकनकरत्नादि तस्यापि क्षेत्रादौ सुन्यस्तदुय॑स्तविस्मृतस्य स्वामिनाऽदत्तस्य चौर्यबुद्ध्याऽऽदानमचित्तादत्तादानमिति, अदत्तादाने के 5 दोषाः ?, अंकज्जते वा के गुणा ?, एत्थ इमं चेवोदाहरणम्-जधा एगा गोट्ठी, सावगोऽवि ताए गोट्ठीए, एगत्थ य पगरणं वट्टति, जणे गते गोट्टील्लएहिं घरं पेल्लितं, थेरीए एक्केक्को मोरपिच्छेण पाएसु पडतीए अंकितो, पभाए रण्णो णिवेदितं, राया भणति-कथं ते जाणियव्वा ?, थेरी भणति-एते पादेसु अंकिता, णगरसमागमे दिट्ठा, दो तिण्णि चत्तारि सव्वा गोट्ठी गहिता, एगो તીર્થંકર-ગણધરોએ તે અદત્તાદાન બે પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે – સચિત્ત અદત્તાદાન અને 10 અચિત્ત અદત્તાદાન. તેમાં સચિત્ત એટલે કે ચિત્તવાળી = ચેતનાવાળી દ્વિપદ વિગેરરૂપ વસ્તુ. ખેતર વિગેરેમાં સારી રીતે મૂકેલી કે ગમે તેમ મૂકેલી કે ભૂલાઈ ગયેલી એવી સચિત્ત વસ્તુ કે જે સ્વામીએ પોતાને આપી નથી એવી અદત્ત સચિત્ત વસ્તુને ચોરીની બુદ્ધિથી ગ્રહણ કરવી તે સચિત્ત અદત્તાદાન કહેવાય છે. અહીં આદાન એટલે ગ્રહણ અર્થ કરવો. એ જ પ્રમાણે ખેતર વિગેરેમાં સારી રીતે મૂકેલી, ગમે તેમ મૂકેલી કે ભૂલાઇ ગયેલી એવી વસ્ત્ર, સુવર્ણ, રત્ન વિગેરે અચિત્ત વસ્તુ કે જે સ્વામીએ પોતાને 15 આપી નથી તેવી અદત્ત અચિત્ત વસ્તુને ગ્રહણ કરવી તે અચિત્ત અદત્તાદાન કહેવાય છે. અદત્તાદાનમાં કયા દોષો છે ? કે અદત્તાદાનના વિરમણમાં કયા ગુણો છે? અહીં ગુણ–દોષ બંનેમાં આ ઉદાહરણ જાણવું – એક ગોષ્ઠિ (= સમાન ઊંમરવાળાઓની ટોળકી) હતી. ગોષ્ઠિમાં એક શ્રાવક પણ હતો. એક સ્થાને કોઈ પ્રસંગ ચાલતો હતો. જેથી ઘણા લોકો ત્યાં ભેગા થયા હતા. જ્યારે બધા લોકો ઘરમાંથી નીકળી ગયા. ત્યારે તે ગોષ્ઠિના યુવાનોએ ઘરને લૂંટી લીધું. (તે સમયે 20 તે શ્રાવક ઘરને લૂંટવા ઇચ્છતો નહોતો.) ઘરમાં એક ડોશી હતી. તેની પાસે એક મોરપિંછ હતું. જ્યારે યુવાનો ઘરમાં આવ્યા ત્યારે ડોશીએ દરેકના પગમાં પડતા “મને મારતા નહીં એમ બોલતાબોલતા તે મોરપિંછાથી દરેકના પગમાં અમુક નિશાની કરી.' બીજા દિવસે સવારે ડોશીએ રાજાને વાત કરી. રાજાએ પૂછ્યું – “તે યુવાનોને કેવી રીતે ઓળખવા ?” ડોશીએ કહ્યું – “મેં તેઓના પગમાં અમુક ચિહ્નો કર્યા છે.” રાજાએ નગરના દરેક 25 યુવાનોને બોલાવ્યા. તેમાં ડોશીએ ચિહ્નો ઉપરથી તે યુવાનોને દેખાડ્યા. બે, ત્રણ, ચાર એમ કરતા કરતા આખી ટોળકીને પકડી લીધી. તેમાં એક શ્રાવકે કહ્યું – “મેં ચોરી કરી નથી. (તે સમયે મારી ६५. अक्रियमाणे वा के गुणाः ?, अत्रेदमेवोदाहरणं-यथैका गोष्ठी, श्रावकोऽपि तस्यां गोष्ठयां, एकत्र च प्रकरणं वर्त्तते, जने गते गोष्ठीकैहं लुण्टितं, स्थविरयैकैको मयूरपिच्छेण पादेषु पतन्त्याऽङ्कितः, प्रभाते राज्ञो निवेदितं, राजा भणति-कथं ते ज्ञातव्याः ?, स्थविरा भणति-एते पादेष्वङ्किताः, नगरसमागमे दृष्टाः, 30 ત ત્રય: સર્વા છી ગૃહીતા, પશ:
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy