SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) पंगतं, कप्पडिओ य मग्गति, तीए य वहितव्वगं खज्जगादि, ताधे णियगपतिं वहावेति, अण्णातचज्जाए ताधे पुणरवि गंतुं महता रिद्धीए आगतो सयणाण समं मिलितो, परोवदेसेण वयस्साण सव्वं कधेति, ताए अप्पा मारतो । मोसुवदेसे परिव्वायगो मणुस्सं भणति-किं किलिस्ससि ?, अहं ते जदि रुच्चति णिसण्णो चेव दव्वं विढवावेमि जाहि किराडयं उच्छिण्णं ભિક્ષાચરે ભિક્ષા માંગી. તેણીને ખાજા (ખાદ્ય વિશેષ) વિગેરે અન્ય સ્થાને લઇ જવાના હતા. (ચૂર્ણિના આધારે દષ્ટાન્ત સ્પષ્ટ કરાય છે – અર્થાત્ પોતાના ઘરે જે રસોઇ બનાવી હતી તેમાંની ખાજા વિગેરે અમુક સુંદર વસ્તુઓ તે પોતાના પ્રેમી માટે લઈ જવા માંગતી હતી. તેથી તેણીએ આ ભિક્ષાચરને કહ્યું – “જો તું મારું એક કામ કરીશ તો હું તને સારી ભિક્ષા આપીશ.” ભિક્ષાચરે વાત સ્વીકારી.) એટલે તેની પત્ની ખાજા વિગેરે દ્રવ્યોને એક વસ્ત્રાદિમાં બાંધીને 10 પોતાના ભિક્ષાચર બનેલા પતિના ખભા ઉપર મૂકી પ્રેમીના ઘરે લઈ જાય છે. (ત્યાં પહોંચ્યા પછી પત્ની ભિક્ષાચરને કહે છે કે – “તું મારા ઘરે જા અને હું ન આવું ત્યાં સુધી તું મારા ઘરનું રક્ષણ કરજે.” ભિક્ષાચર ત્યાંથી નીકળવાને બદલે ત્યાં જ છુપાઈને પત્ની તે પ્રેમી સાથે શું કરે છે? વિગેરે બધું જાણી લઈને) અજ્ઞાતવેષમાં જ ત્યાંથી નીકળી જાય છે. ત્યાર પછી બીજા દિવસે ફરીથી મોટી ઋદ્ધિ સાથે હવે પોતાના વેપારીના વેષમાં જ તે ઘરે આવે 15 છે અને ઘરે આવેલો તે સ્વજનો સાથે મળે છે. (સ્વજનો, મિત્રો વિગેરે આટલા વર્ષ બાદ પાછા આવેલા વેપારીને ત્યાં શું જોયું? શું કર્યું? વિગેરે સમાચારો પૂછે છે. ત્યારે પોતાની પત્નીનો આગલી રાતે જોયેલો પ્રસંગ) બીજાના બહાનાથી પોતાના મિત્રોને તે બધી વાત કરે છે. (આ બધી વાત પોતાની પત્ની સાંભળે છે અને તે જાણી જાય છે કે મારી પોલ પતિએ જાણી લીધી છે.) તેણીએ આત્મહત્યા કરી. 20 પૃષોપદેશમાં પરિવ્રાજકનું દષ્ટાન્ત જાણવું. (આ દષ્ટાન્ત ચૂર્ણિના આધારે સ્પષ્ટ કરાય છે.) એક ચોરે નંદાવર્તના આકારે ખાતર પાડ્યું. બીજા દિવસે લોકો ત્યાં ભેગા થયા. ચોરની આ કળાની પ્રશંસા કરે છે. તે સમયે ચોર પણ ત્યાં જ ઊભો હોય છે. ત્યાં જ ઊભા રહેલા એક પરિવ્રાજકે લોકોને કહ્યું – “તમે શું ભેગા થઇને ચોરની મૂર્ખતાની પ્રશંસા કરો છો?” ચોર આ વાત સાંભળીને આશ્ચર્ય પામ્યો. તેથી તેણે એકાન્તમાં પરિવ્રાજકને ચોરને મુર્ખ કહેવાનું કારણ પૂછ્યું. ત્યારે પરિવ્રાજકે કહ્યું 25 – “તું આ રીતે કરીશ તો ક્યારેક પકડાઇ જઇશ અને રાજા તને મારી નાખશે. તું આ રીતે ચોરીના કામથી નકામો દુઃખી કેમ થાય છે? તેના કરતા જો તને ગમે તો હું તને બેઠાબેઠા જ ઉપાયથી, દ્રવ્ય=ધન ભેગું કરી આપું. ચોરે પૂછ્યું – “કયો ઉપાય છે ?” ત્યારે પરિવ્રાજકે કહ્યું – “હું અમુક વેપારીના દુકાને જઇને બેસીશ, તું પાછળથી ત્યાં આવજે. જ્યારે તે વેપારી ઘરાકો સાથેની લેવડ ६३. प्रकृतं, कार्पटिकश्च मार्गयति, तस्याश्च वहनीयं खाद्यकादि, तदा निजकपतिं वाहयति, अज्ञातचर्यया 30 तदा पुनरपि गत्वा महत्या ऋद्ध्या आगतः स्वजनैः समं मिलति, परोपदेशेन वयस्यानां कथयति सर्वं, तयाऽऽत्मा मारितः । मृषोपदेशे परिव्राजको मनुष्यं भणति-किं क्लिश्यसि ?, अहं ते यदि रोचते निषण्ण एव द्रव्यमुपार्जयामि, याहि वणिज उच्छिन्नं
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy