SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા અણુવ્રતનું સ્વરૂપ છે ૧૭૧ समासः, तं श्रमणोपासकः प्रत्याख्यातीति पूर्ववत्, स च मृषावादः पञ्चविधः प्रज्ञप्तः-पञ्चप्रकारः प्ररूपितस्तीर्थकरगणधरैः, तद्यथेत्युदाहरणोपन्यासार्थः, कन्याविषयमनृतं कन्यानृतं-अभिन्नकन्यकामेव भिन्नकन्यकां वक्ति विपर्ययो वा, एवं गवानृतं अल्पक्षीरामेव गां बहुक्षीरां वक्ति विपर्ययो वा, एवं भूम्यनृतं परसत्कामेवात्मसत्कां वक्ति, व्यवहारे वा नियुक्तोऽनाभवंतव्यवहारस्यैव कस्यचिद् रागाद्यभिभूतो वक्ति-अस्येयमाभवतीति, न्यस्यते-निक्षिप्यत इति न्यासः-रूप्यकाद्यर्पणं 5 तस्यापहरणं न्यासापहारः, अदत्तादानरूपत्वादस्य कथं मृषावादत्वमिति ?, उच्यते, अपलपतो मृषावाद इति, कूटसाक्षित्वं उत्कोचमत्सराद्यभिभूतः प्रमाणीकृतः सन् कूटं वक्ति, अविधवाद्यनृतस्यात्रैवान्तर्भावो वेदितव्यः । मुंसावादे के दोसा ? अकज्जते वा के गुणा ?, तत्थ दोसा कण्णगं સ્થૂલકમૃષાવાદ એ પ્રમાણે સમાસ કરવો. આ પૂલમૃષાવાદનું શ્રાવક પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો અર્થાત્ શ્રાવક સ્થૂલકમૃષાવાદથી અટકે છે. તીર્થકર–ગણધરોએ તે 10 મૃષાવાદ પાંચ પ્રકારનો કહ્યો છે.' તે આ પ્રમાણે – (૧) કન્યાવિષયક મૃષાવાદઃ અખંડિતશીલવાળી કન્યાને ખંડિતશીલવાળી કહે અથવા ખંડિતશીલવાળી કન્યાને અખંડિતશીલવાળી કહે. (૨) ગાય સંબંધી મૃષાવાદ : અલ્પ દૂધ આપતી ગાયોને બહુ દૂધ આપે છે એમ કહે અથવા બહુદૂધવાળી ગાયને અલ્પદૂધવાળી કહે. (૩) ભૂમિસંબંધી મૃષાવાદ: બીજાની ભૂમિને પોતાની કહે અથવા કોઇ કેસમાં પોતાને નિર્ણાયક તરીકે 15 નિયુક્ત કર્યો હોય ત્યારે જેના પક્ષમાં કેસ ન જીતાતો હોય તેવા જ કોઇના પ્રત્યે પોતે રાગાદિથી યુક્ત હોવાથી બોલે કે – આ ભૂમિ આની માલિકની છે. (અર્થાત્ તે વ્યક્તિ પ્રત્યેના રાગાદિને કારણે તેની ભૂમિ ન હોવા છતાં તેની કહે.) (૪) ન્યાસાપહાર : જેનું સ્થાપન કરાય તે ન્યાસ અર્થાત્ રૂપિયાઓનું અર્પણ. તેનું અપહરણ તે ન્યાસાપહાર. (અર્થાતુ પોતાની પાસે થાપણ રાખેલા ધનાદિની ચોરી કરવી.) શંકા ન્યાસાપહાર 20 એ અદત્તાદાનરૂપ હોવાથી તેનું મૃષાવાદપણું કેવી રીતે ઘટે ? સમાધાન : થાપણ મૂકેલા ધનાદિનો અપલોપ થતો હોવાથી (એટલે કે થાપણ મૂકનાર જ્યારે ધનાદિ પાછા લેવા આવે ત્યારે આ બોલે કે તમે મને ક્યાં કંઈ આપ્યું છે? હું તમને ઓળખતો પણ નથી વિગેરે રીતે ધનાદિનું હરણ કરવા માટે ખોટું બોલતો હોવાથી) આ મૃષાવાદ છે. (૫) કૂટાલિત્વઃ લાંચ, ઇર્ષા વિગેરેથી યુક્ત પુરુષ જયારે સાક્ષી તરીકે બનાવવામાં આવે 25 ત્યારે ખોટું બોલે. (અર્થાત્ ખોટી સાક્ષી આપે.) પતિવ્રતા સ્ત્રી વિગેરે સંબંધી મૃષાવાદનો આ પાંચમાં યથાયોગ્ય સમાવેશ કરી લીધેલો જાણવો. (આમ, પાંચ પ્રકારનો સ્થૂલકમૃષાવાદ કહ્યો.) મૃષાવાદમાં કયા દોષો લાગે ? અથવા મૃષા ન બોલવામાં કયા ગુણો થાય? તેમાં દોષો આ પ્રમાણે જાણવા કે - કન્યાને અકન્યા બોલનારને (એટલે કે અખંડિતશીલવાળી કન્યાને ખંડિતશીલવાળી બોલનારને) ભોગાંતરાય દોષો થાય છે અથવા સામેવાળી કન્યા ઢેષ પામતા આત્મહત્યા કરે અથવા બીજા પાસે 30 ६०. मृषावादे के दोषाः ? अक्रियमाणे वा के गुणाः ?, तत्र दोषाः कन्यकां
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy