________________
૧૬૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पव्वइतो, एते गुणा पाणातिपातवेरमणे । इदं चातिचाररहितमनुपालनीयं, तथा चाह-थूलगे'त्यादि, स्थूलकप्राणातिपातविरमणस्य विरतेरित्यर्थः श्रमणोपासकेनामी पञ्चातिचाराः 'सातव्याः'ज्ञपरिज्ञया न समाचरितव्याः-न समाचरणीयाः, तद्यथेत्युदाहरणोपन्यासार्थः, तत्र बन्धनं बन्धः-संयमनं रज्जुदामनकादिभिः, हननं वधः-ताडनं कसादिभिः छविः-शरीरं तस्य छेदः-पाटनं करपत्रादिभिः, 5 भरणं भारः अतीव भरणं अतिभार:-प्रभूतस्य पूगफलादेः स्कन्धपृष्ठ्यादिष्वारोपणमित्यर्थः,
भक्तं-अशनमोदनादि पानं-पेयमुदकादि तस्य च व्यवच्छेदः-निरोधोऽदानमित्यर्थः, एतान् समाचरन्नतिचरति प्रथमाणुव्रतं, तदत्रायं तस्य विधिः - __बन्धो दुविधो-दुपदाणं चतुष्पदाणं च, अट्ठाए अणट्ठाए य, अणट्ठाए न वट्टति बंधेत्तुं, अट्ठाए
दुविधो-निरवेक्खो सावेक्खो य, णिरवेक्खो णेच्चलं धणितं जं बंधति, सावेक्खो जं दामगंठिणा 10 जं व सक्केति पलीवणगादिसुं मुंचितुं छिदितुं वा तेण संसरपासएण बंधेतव्वं, एवं ताव
અટકાવવા છતાં મંત્રીએ દીક્ષાનું શરણ લીધું અને તેણે પ્રવ્રજ્યા લીધી. પ્રાણાતિપાતથી અટકવામાં આ ગુણો થાય છે. આ પ્રથમ અણુવ્રતનું અતિચારરહિત થઇને પાલન કરવાનું હોય છે. આ જ વાત મૂળમાં કહી છે કે – “શૂન...” શ્રાવકે સ્થૂલકપ્રાણાતિપાતવિરમણના એટલે કે શૂલપ્રાણાતિપાતની
વિરતિના આ પાંચ અતિચારો જ્ઞપરિજ્ઞાવડે = જ્ઞાનથી જાણવા યોગ્ય છે (એટલે કે તે અતિચારોનું 15 સારી રીતે જ્ઞાન મેળવવું) પણ તેઓનું આચરણ કરવું નહીં.
તે પાંચ અતિચારો આ પ્રમાણે છે – (૧) બંધ : દોરી, દોરડાં વિગેરેવડે બાંધવું, (૨) વધ : હણવું, એટલે કે ચાબૂક વિગેરેવડે મારવું. (૩) છવિચ્છેદ : છવિ એટલે શરીર. તેને કરવત વિગેરેવડે છેદવું. (અર્થાત અંગઉપાંગનું છેદવું.) (૪) અતિભાર : પશુ વિગેરેની પીઠ વિગેરે
ઉપર સોપારી વિગેરે ઘણી બધી વસ્તુનો ભાર મૂકવો. (૫) ભક્ત–પાનચ્છેદ : ભાત વિગેરે એ 20 ભક્ત = ભોજન જાણવું. પાણી વિગેરે પાન જાણવું. આ ભોજન-પાનનું અટકાવવું એટલે કે તે દેવું
નહીં. આ બંધાદિને કરતો શ્રાવક પ્રથમ અણુવ્રતમાં અતિચાર લગાડે છે. અહીં (જો બંધ, વધાદિ કરવા જ પડે તો) તેની વિધિ આ પ્રમાણે જાણવી છે - (૧) બંધ બે પ્રકારે છે – બે પગવાળા એવા દાસ-દાસી વિગેરેનું બંધન અને ચાર પગવાળા
એવા ગાય વિગેરેનું બંધન. તે પણ પ્રયોજનથી અને નિષ્ઠયોજન એમ બે પ્રકારે છે. શ્રાવકે નિષ્ઠયોજન 25 કોઇને પણ બાંધવા જોઇએ નહીં. પ્રયોજનથી બે પ્રકારે બંધાય–નિરપેક્ષ અને સાપેક્ષ. તેમાં
નિરપેક્ષબંધન એટલે જેમાં તે જીવ બિલકુલ હલનચલન ન કરી શકે તેમ ગાઢ રીતે બાંધવો. અને સાપેક્ષ એટલે જેમાં માત્ર સામાન્યથી ગાંઠ બાંધવાદ્વારા બંધાય અથવા આગ વિગેરે લાગતા ભાગવું હોય ત્યારે બાંધેલા જીવને આપણે સહેલાઇથી તેના બંધનો છોડી શકીએ કે છેદી શકીએ એ રીતે
બાંધવો. શ્રાવકે બાંધવું જ પડે તો આવા ઢીલાબંધનથી બાંધવું જોઇએ. આ વાત તુષ્પદોની કરી. 30 ५७. प्रवजितः, एते गुणाः प्राणातिपातविरमणे । बन्धो द्विविधो-द्विपदानां चतुष्पदानां च, अर्थायानर्थाय
च, अनर्थाय न वर्त्तते बद्धं, अर्थाय द्विविधः-निरपेक्षस्सापेक्षश्च, निरपेक्षो यन्निश्चलं बध्नाति बाद, सापेक्षो यद्दामग्रन्थिना यच्च शक्नोति प्रदीपनकादिषु मोचयितुं छेत्तुं वा तेन संसरत्याशकेन बद्धव्यं, एवं तावत्