________________
૧૬૦ એક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
दोष:, ज्ञानान्तरमेवाज्ञानं मिथ्यादर्शनसहचारित्वात्, ततश्च जातिशब्दत्वाद् गौरखरवदरण्यमित्यादिवदज्ञानिकत्वमिति, अथवा अज्ञानेन चरन्ति तत्प्रयोजना वा अज्ञानिका:- असंचिन्त्यकृतबंधवैफल्यादिप्रतिपत्तिलक्षणाः, अमुनोपायेन सप्तषष्टिर्ज्ञातव्याः, तत्र जीवादिनवपदार्थान् पूर्ववत्
માટે અજ્ઞાના: ક૨વામાં લાઘવ છે અજ્ઞાનિા: કરવામાં ગૌરવ છે.) તેથી પ્રથમથી જ બહુવ્રીહિ સમાસ 5 તમારે કરવો જોઇએ. (તેની બદલે તમે નસ્ તત્પુરુષસમાસ કર્યો અને પછી મત્વર્થીય રૂન પ્રત્યય લગાડીને ગૌરવ કર્યું છે. એના બદલે સીધો ‘ન વિદ્યતે જ્ઞાનં યેમાં તે અજ્ઞાનાઃ' એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ કરો.) તેથી અજ્ઞાનાઃ એ પ્રમાણે શબ્દ થશે.
સમાધાન : અહીં કોઇ દોષ નથી, કારણ કે જો બહુવ્રીહિસમાસ કરો તો ‘જ્ઞાનનો અભાવ એવો અર્થ પ્રાપ્ત થાય જે અભિપ્રેત નથી. અહીં અજ્ઞાન એટલે અન્યજ્ઞાન લેવું છે કે જે મિથ્યાત્વ સાથે 10 રહેલું હોવાથી અજ્ઞાન છે. (આ અર્થ બહુવ્રીહિથી પ્રાપ્ત થતો નથી. અહીં જ્ઞાનાત્ત્તર કે જે મિથ્યાત્વયુક્ત હોવાથી અજ્ઞાન છે. તેવા અજ્ઞાનવાળા જેટલા હોય તે સર્વનો અહીં સમાવેશ કરવો છે. તેથી ‘અજ્ઞાન’ શબ્દ જાતિવાચક બને છે.) અને માટે આ જાતિશબ્દ હોવાથી ‘ગૌરવવત્ અળ્યું’ ની જેમ અહીં મત્વર્થીય પ્રત્યય લગાડીને અજ્ઞાનિક શબ્દ બનેલ છે. (ૌરવવત્ અર્થં ગૌર = સફેદ, ખર
ગધેડો. અહીં પણ જો બહુવ્રીહિ કરો તો ગૌર: વર: સ્મિન્ તદ્ ગૌરવરૂં એ પ્રમાણે બહુવ્રીહિ થઇ 15 શકત છતાં ગૌરવર: જાતિવાચક શબ્દ બનાવીને તેને મત્વર્થીય લગાડીને ‘ગૌરવરવર્’ શબ્દ બનાવ્યો છે. વધુ વિસ્તારાર્થીઓએ વ્યાકરણાચાર્યને પૂછી લેવું.).
અથવા અજ્ઞાનવડે જેઓ ચરે છે તે અથવા અજ્ઞાન એ જ છે પ્રશ્નોજન જેઓનું તે (એટલે કે અજ્ઞાનને જ કલ્યાણકારી માનનારા જેઓ છે તે) અજ્ઞાનિકો. વિચાર્યા વિના કરાયેલા (કર્મબંધ)ની નિષ્ફળતા વિગેરેને સ્વીકારનારા. (અહીં આશય એ છે કે—અજ્ઞાનિકો એમ કહે છે કે—જ્ઞાન એ 20 કલ્યાણકારી નથી, કારણ કે જ્ઞાન હોય તો ક્યારેક વિરુદ્ધ પ્રરૂપણા થઇ તો વિવાદ થાય અને તે વિવાદને કારણે ચિત્તમાં કલુષતા પ્રગટ થાય અને તેને કારણે દીર્ઘ સંસાર થાય. જ્યારે અજ્ઞાન હોય તો અહંકાર થાય નહીં કે બીજા ઉપર ચિત્તની કલુષતા પણ થાય નહીં અને તેથી કર્મબંધ પણ સંભવે નહીં.
વળી, જે કર્મબંધ વિચારીને કરાય છે તેનો વિપાક પણ ભયંકર હોય છે. અને આથી જ તે અવશ્ય ભોગવવો પડે છે, કારણ કે તીવ્રાધ્યવસાયથી કર્મબંધ થયો છે. જ્યારે જે કર્મબંધ મન વિનાની 25 માત્ર વચન—કાયાની પ્રવૃત્તિથી થાય છે તેમાં મન ભળેલું ન હોવાથી અવશ્ય ભોગવવો પડતો નથી,
કે તેનો ભયંકર વિપાક પણ હોતો નથી. તે કર્મબંધ તો અત્યંત સૂકાઇ ગયેલા કાદવનો ભિત સાથે થયેલા સંગની જેમ જાતે જ શુભ અધ્યવસાયરૂપ પવનથી ખરી પડે છે. માટે અજ્ઞાન જ કલ્યાણકારી છે. જેથી અસંચિત્યકૃત કર્મબંધ = ખબર ન હોવાને કારણે અવિચારપૂર્વકનો કર્મબંધ નિષ્ફળ જાય છે. તિ ષડ્વર્શનસમુન્દ્વયે)
30
આ અજ્ઞાનિકોના ૬૭ વિકલ્પો આગળ બતાવાતા ઉપાયવડે જાણવા, તેમાં જીવાદિ નવ પદાર્થોને પૂર્વની જેમ સ્થાપીને છેલ્લે નવ સાથે ૧૦મા પદાર્થ તરીકે ઉત્પત્તિની સ્થાપના કરવી. તે કર્યા બાદ
=