________________
૧૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पञ्च न्यसनीयाः, पुनश्चेत्थं विकल्पाः कर्त्तव्या:-अस्ति जीवः स्वतो नित्यः कालत इत्येको विकल्पः, विकल्पार्थश्चायं-विद्यते खल्वयमात्मा स्वेन रूपेण नित्यश्च कालतः, कालवादिनः, उक्तेनैवाभिलापेन द्वितीयो विकल्पः ईश्वरवादिनः, तृतीयो विकल्प आत्मवादिनः 'पुरुष एवेदं
सर्व'मित्यादि, नियतिवादिनश्चतुर्थो विकल्पः, पञ्चमविकल्पः स्वभाववादिनः, एवं स्वत इत्यत्यजता 5 लब्धाः पञ्च विकल्पाः, परत इत्यनेनापि पञ्चैव लभ्यन्ते, नित्यत्वापरित्यागेन चैते दश विकल्पाः
एवमनित्यत्वेनापि दशैव, एकत्र विंशतिर्जीवपदार्थेन लब्धाः, अजीवादिष्वप्यष्टस्वेवमेव प्रतिपदं विंशतिर्विकल्पानामतो विंशतिर्नवगुणा शतमशीत्युत्तरं क्रियावादिनामिति । अक्किरियाणं च भवति ભેદ થાય છે.) જીવના ૨૦ ભેદો આ પ્રમાણે કરવા – (૧) જીવ કાલથી (= કાલવાદીઓના મતે)
સ્વતઃ નિત્ય છે. આ પ્રથમ વિકલ્પ થયો. આ વિકલ્પનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો – કાલવાદીઓના 10 મતે આ આત્મા પોતાના સ્વરૂપથી વિદ્યમાન છે અને નિત્ય છે. (૨) આ જ શબ્દોથી બીજો વિકલ્પ
જાણવો. માત્ર કાલવાદીઓની બદલે ઈશ્વરવાદીઓ જાણવા. (અર્થાત્ ઈશ્વરવાદીઓના મતે આ આત્મા = ઇશ્વર સ્વરૂપથી વિદ્યમાન છે અને નિત્ય છે.). (૩) આ જ પ્રમાણે ત્રીજો વિકલ્પ આત્મવાદીઓનો “આ આખું જગત પુરુષ = આત્મા જ છે... વિગેરે વચનાનુસારે જાણવો. (૪)
ચોથો નિયતિવાદીઓનો અને (૫) પાંચમો વિકલ્પ = ભાંગો સ્વભાવવાદીઓનો જાણવો. 15 આ પાંચ ભાંગા “સ્વતઃ' શબ્દને છોડ્યા વિના પ્રાપ્ત થયા. હવે “સ્વતઃ'ની બદલે “પરત” શબ્દને
લઇને પણ પાંચ વિકલ્પો પ્રાપ્ત થાય છે. (સંપૂર્ણ ભાવાર્થ આ પ્રમાણે જાણવો :- તેમાં પહેલો ભાગો – કોઈક કાલવાદી એમ માને છે કે આત્મા પોતાના સ્વરૂપથી વિદ્યમાન છે, પરંતુ પર ઉપાધિની અપેક્ષાએ વિદ્યમાન નથી, જેમ કે, હ્રસ્વત્વ એ દીર્ઘત્વરૂપ પરઉપાધિથી વિદ્યમાન છે, દીર્ધત્વ
હૃસ્વત્વની અપેક્ષાએ વિદ્યમાન છે. જેમ આ દીર્ઘત્વ અને હૃસ્વત્વ એ એકબીજાની અપેક્ષા રાખીને 20 પોતાની વિદ્યમાનતા ધારણ કરે છે તેમ આત્મા કોઈ બીજી ઉપાધિની અપેક્ષાએ પોતાની વિદ્યમાનતા
ધારણ કરતો નથી પરંતુ સ્વતઃ જ = પોતાના સ્વરૂપથી જ વિદ્યમાન છે. વળી આ આત્મા નિત્ય = શાશ્વત છે પણ ક્ષણિક નથી. આ કેટલાક કાલવાદીઓની માન્યતા છે.
કેટલાક કાલવાદીઓ વળી એમ કહે છે કે – આત્મા સ્વતઃ નહીં પણ પરતઃ વિદ્યમાન છે. અર્થાત્ જેમ હૃસ્વત્વ અને દીર્ઘત્વ એકબીજાની અપેક્ષાએ વિદ્યમાન છે તેમ આત્માથી જુદા એવા 25 કુંભ, પટ વિગેરે પદાર્થોને જોયા બાદ આ કુંભાદિથી જુદી જ એવી વસ્તુમાં “આ આત્મા છે” એ
પ્રમાણેની આત્મબુદ્ધિ પ્રવર્તતી હોવાથી આત્માનું સ્વરૂપ પરથી જ જણાય છે પણ સ્વતઃ જણાતું નથી. આમ, આ કાલવાદીઓ કહેશે આત્મા પરતઃ વિદ્યમાન છે અને તે નિત્ય છે. આ છઠ્ઠો ભાંગો જાણવો. આ જ પ્રમાણે શેષ ભાંગાઓ વિચારી લેવા. ત પ્રર્વવનસારોદ્ધાર – ૨૦૬મું દ્વાર.) “નિત્યત્વ'ને
છોડ્યા વિના આ ૧૦ વિકલ્પો પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે “અનિત્યત્વ'ને લઈને બીજા દશ ભાંગા 30 જાણવા. બધા મળીને આ ૨૦ વિકલ્પો જીવપદાર્થને આશ્રયીને પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે અજીવ
વિગેરે આઠ પદાર્થોના દરેકના ૨૦-૨૦ વિકલ્પો થાય છે. તેથી ૨૦ x ૯ = ૧૮૦ વિકલ્પો ક્રિયાવાદીઓના જાણવા.