SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુનિગ્રહ ઉપર ભિક્ષુઉપાસકપુત્રની કથા છે. ૧૪૭ साधू सेवेति, तस्स भावओ उवगयं, पच्छा साहेइ-एएण कारणेण पुव्वं ढुक्कोमि, इयाणिं सब्भावो, सावओ साहू पुच्छइ, तेहिं कहियं, ताहे दिण्णा धूया, सो सावओ जुयगं घरं करेइ, अण्णया तस्स मायापियरो भत्तं भिक्खुगाण करेंति, ताई भणंति-अज्ज एक्कसि वच्चाहित्ति, सो गओ, भिक्खुएहिं विज्जाए मंतिऊण फलं दिण्णं, ताहे वाणमंतरीए अहिट्ठिओ घरं गओ तं सावयधूयं भणइ-भिक्खुगाणं भत्तं देमो, सा नेच्छइ, दासाणि सयणो य आरद्धो सज्जेउं, सा 5 वि आयरियाण गंतुं कहेति, तेहिं जोगपडिभेओ दिण्णो, सो से पाणिएण दिण्णो, सा वाणमंतरी नट्ठा, साभाविओ जाओ पुच्छइ-कहं कहं च त्ति ?, कहिए पडिसेहेति, अण्णे भणंति-तीए मयणमिंजाए वमाविओ, सो तो साभाविओ जाओ, भणइ-अम्मापिउछलेण मणामि वंचिउत्ति, પાસે તેની દીકરીની માંગણી કરે છે. શ્રાવક-શ્રાવિકા દેતા નથી. તેથી તે પુત્ર માયાથી શ્રાવકપણું સ્વીકારીને સાધુઓની સેવા કરે છે. એમ કરતા તે પુત્ર ખરેખર ભાવથી શ્રાવક બની ગયો. પાછળથી 10 તેણે સાધુઓને વાત કરી કે હું આ કારણથી તમારી પાસે આવ્યો હતો પરંતુ હવે ખરેખર શ્રાવકપણું મેં સ્વીકાર્યું છે. શ્રાવકે સાધુઓને પુછ્યું, એટલે સાધુઓએ ભાવથી શ્રાવક બન્યાની વાત કરી. શ્રાવકે પોતાની દીકરી તેની સાથે પરણાવી. તે શ્રાવક પત્નીને લઇને જુદા ઘરમાં રહેવા લાગ્યો. એકવાર તેના માતા-પિતાએ બૌદ્ધો માટે ભોજન તૈયાર કર્યું અને દીકરાને કહ્યું – “તું એકવાર (ભોજનનું આમંત્રણ આપવા) તેમની પ્રાસે જા.” 15 (જવાની ઇચ્છા ન હોવા છતાં માતા-પિતાના આગ્રહથી = ગુરુના નિગ્રહથી) તે ત્યાં ગયો. ભિક્ષુઓએ વિદ્યાથી મંત્રિત કરીને તેને ખાવા ફળ આપ્યું. તેણે ખાધું. ત્યારે વાણવ્યંતરીથી અધિષ્ઠિત થયેલો તે ઘરે આવ્યો. આવીને તેણે શ્રાવકદીકરીને = પત્નીને કહ્યું કે – “આપણે ભિક્ષુઓને ભોજન આપીએ.” તે ઇચ્છતી નથી. બીજી બાજુ તેના દાસ અને સ્વજનો ભિક્ષુઓ માટે ભક્ત બનાવવા લાગ્યા. એટલે પત્ની પણ આચાર્ય પાસે જઈને કહેવા લાગી. આચાર્યે સામેવાળાની શક્તિને હણનાર 20 એવું ચૂર્ણ આપ્યું. તેણીએ તે ચૂર્ણ પાણીમાં નાંખીને પતિને આપ્યું. પોતાની સાથે તે વાણવ્યંતરી ભાગી ગઈ. જેથી સ્વસ્થ થયેલો તે પૂછે છે – “શું થયું? કેવી રીતે થયું?” ત્યારે પત્નીએ બધી વાત કરી એટલે તેણે ભિક્ષુઓને ભોજન આપવાનો નિષેધ કર્યો. અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે – પત્નીએ મિઢળદ્વારા પતિને ઉલ્ટી કરાવી. જેથી તે સ્વસ્થ થયો અને કહ્યું કે – “હું માનું છું કે માતા-પિતાના બહાનાથી (= એમના દ્વારા બૌદ્ધોએ) 25 ४१. साधून् सेवते, तस्य भावेनोपगतं, पश्चात् कथयति-एतेन कारणेन पूर्वमागतोऽस्मि इदानीं सद्भावः, श्रावकः साधून पृच्छति, तैः कथितं, तदा दत्ता दुहिता, स श्रावकः पृथग्गृहं करोति, अन्यदा तस्य मातापितरौ भक्तं भिक्षुकाणां कुरुतः, तौ भणतः-अद्यैकश व्रज इति, स गतः, भिक्षुकैर्विद्यया मन्त्रयित्वा फलं दत्तं, तया व्यन्तर्याऽधिष्ठितो गृहं गतः तां श्रावकदुहितरं भणति-भिक्षुकेभ्यो भक्तं दद्वः, सा नेच्छति, दासाः स्वजनश्च आरब्धः सज्जयितुं, साप्याचार्यान् गत्वा कथयति, तैः योगप्रतिभेदो दत्तः, स तस्मै पानीयेन 30 दत्तः, सा व्यन्तरी नष्टा, स्वाभाविको जातः पृच्छति-कथं चेति ?, कथिते प्रतिषेधति, अन्ये भणन्ति-तया मदनबीजेन वमितः, स ततः स्वाभाविको जातो, भणति-मातापितृच्छलेन मनसि वञ्चित इति,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy