SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) वित्तीकंतारेणं, [से य संमत्ते पसत्थसमत्तमोहणियकम्माणुवेयणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पन्नत्ते,] अस्य व्याख्या-श्रमणानामुपासकः श्रमणोपासकः श्रावक इत्यर्थः, असौ श्रमणोपासकः 'पूर्वमेव' आदावेव श्रमणोपासको भवन् मिथ्यात्वात्-तत्त्वार्थाश्रद्धानरूपात् प्रतिक्रामति-निवर्त्तते, 5 न तन्निवृत्तिमात्रमत्राभिप्रेतं, किं तर्हि ?, तन्निवृत्तिद्वारेण सम्यक्त्वं-तत्त्वार्थश्रद्धानरूपं उप सामीप्येन संपद्यते, सम्यक्त्वमुपसम्पन्नस्य सतः न ‘से' तस्य 'कल्पते' युज्यते 'अद्यप्रभृति' सम्यक्त्वप्रतिपत्तिकालादारभ्य, किं न कल्पते ?-अन्यतीथिकान्-चरकपरिव्राजकभिक्षुभौतादीन् अन्यतीर्थिकदेवतानि-रुद्रविष्णुसुगतादीनि अन्यतीर्थिकपरिगृहीतानि वा अर्हत्चैत्यानि-अर्हत् प्रतिमालक्षणानि यथा भौतपरिगृहीतानि वीरभद्रमहाकालादीनि बोटिकपरिगृहीतानि वा वन्दितुं वा 10 नमस्कर्तुं वा, तत्र वन्दनं-अभिवादनं, नमस्करणं-प्रणामपूर्वकं प्रशस्तध्वनिभिर्गुणोत्कीर्तनं, को दोषः स्यात् ?, अन्येषां तद्भक्तानां मिथ्यात्वस्थिरीकरणादिरिति, तथा पूर्व-आदौ अनालप्तेन ટીકાર્થ : સાધુઓનો જે ઉપાસક તે શ્રમણોપાસક એટલે કે શ્રાવક. આ શ્રમણોપાસક સૌથી પહેલાં એટલે કે શ્રમણોપાસકપણું સ્વીકારતો હોય ત્યારે જ તત્ત્વાર્થની અશ્રદ્ધારૂપ મિથ્યાત્વથી પાછો ફરે છે. અહીં મિથ્યાત્વથી પાછો ફરે એટલું જ ઈષ્ટ નથી. પરંતુ મિથ્યાત્વથી પાછા ફરવા સાથે 15 તત્ત્વાર્થની (= સર્વજ્ઞોએ ઉપદેશેલા હોવાથી પારમાર્થિક એવા જીવાદિપદાર્થોની) શ્રદ્ધારૂપ સમ્યક્તને નજીકથી સમ્યમ્ રીતે સ્વીકારે છે. સમ્યક્તનો સ્વીકાર કર્યા બાદ સમ્યક્તસ્વીકારના સમયથી લઈને તેને કલ્પતું નથી. શું કલ્પતું નથી? તે કહે છે – ચરક, પરિવ્રાજક; ભિક્ષુ, ભૌત (ભસ્મવાળા) વિગેરે અન્યતીર્થિકોને કે રુદ્ર, વિષ્ણુ, બુદ્ધ વિગેરે અન્યતીર્થિકના દેવોને કે અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલ અઉત્પતિમારૂપ અતિ ચૈત્યોને – જેમ કે ભૌતલોકોએ ગ્રહણ કરેલ વીર, ભદ્ર, મહાકાલ 20 વિગેરે. (આ બધી અહસ્ત્રતિમા હોવા છતાં તે લોકોએ પોતાના દેવનું નામ આપીને પોતાના કબજામાં આ પ્રતિમાઓ કરી હોવાથી અન્યતીર્થિક પરિગૃહીત કહેવાય છે.) અથવા દિગંબરોદ્વારા પરિગૃહીત પ્રતિમાઓને વંદન કે નમસ્કાર કરવું કલ્પતું નથી. અહીં વંદન એટલે અભિવાદન એટલે કે પ્રણામ. અને નમસ્કરણ એટલે પ્રણામ કરવા સાથે પ્રશસ્ત શબ્દો વડે ગુણોત્કીર્તન કરવું. શંકા : આ લોકોને વંદન-નમસ્કાર કરવામાં કયો દોષ લાગે? સમાધાનઃ આ લોકોને વંદન–નમસ્કાર કરવાથી બીજા જે તેમના ભક્તો હોય તેમના મિથ્યાત્વનું (તેમને પણ નમસ્કાર ઉપાદેય જણાય તે મિથ્યાત્વ. તેનું) સ્થિરીકરણ વિગેરે દોષો લાગે છે. (તથા બીજું શું ન કરવું કલ્પે ? તે કહે છે કે, અન્યતીર્થિકોવડે પ્રથમ ન બોલાવાયેલા તેણે તે અન્યતીર્થિકોની સાથે એક વાર બોલવું કે વારંવાર વાતચીત કરવી તે કલ્પતી નથી. (આશય એ જ છે કે અન્યતીર્થિકો 30 જો સામેથી બોલાવે નહીં તો આ જીવ તેઓને સામેથી બોલાવે નહીં, સામેથી તેઓની સાથે વાતચીત [ ] कोष्टकमध्यगतः पाठः प्राप्तादर्शेषु न दृश्यते टीकायां च तस्य व्याख्याऽपि नास्ति ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy