SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યતીર્થિકો સાથે સામેથી વાતચીત કરવામાં દોષો ના ૧૪૩ सता अन्यतीर्थिकैस्तानेवालप्तुं वा संलप्तुं वा, तत्र सकृत् सम्भाषणमालपनं पुनःपुनश्च संलपनं, को दोषः स्यात् ?, ते हि तप्ततरायोगोलकल्पाः खल्वासनादिक्रियायां नियुक्ता भवन्ति, तत्प्रत्ययः कर्मबन्धः, तथा तेन वा प्रणयेन ते गृहागमनं कुर्युः, तत्र च श्रावकस्य स्वजनः परिजनो वाऽगृहीतसमयसारस्तैः सह सम्बन्धं यायादित्यादि, प्रथमालप्तेन त्वसम्भ्रमं लोकापवादभयात् कीदृशस्त्वमित्यादि वाच्यमिति, तथा तेषामन्यतीथिकानां अशनं-घृतपूर्णादि पानं वा-द्राक्षापानादि 5 खादिमंत्रपुषफलादि स्वादिम-कक्कोललवादि दातुं वा अनुप्रदातुं वा न कल्पत इति, तत्र सकृद् दानं पुनः पुनरनुप्रदानमिति, किं सर्वथैव न कल्पत इति ?, न, अन्यथा राजाभियोगेनेतिराजाभियोगं मुक्त्वा 'गणाभियोगेन'-गणाभियोगं मुक्त्वा 'बलाभियोगेन'–बलाभियोगं मुक्त्वा 'देवताभियोगेन'-देवताभियोगं मुक्त्वा 'गुरुनिग्रहेण'-गुरुनिग्रहं मुक्त्वा 'वृत्तिकन्तारेण' वृत्तिकान्तारं કરવા જાય નહીં.) અહીં એકવાર વાતચીત કરવી તે આલાપ અને વારંવાર વાતચીત કરવી તે 10 સંલાપ છે. શંકા ઃ આ રીતે સામેથી એકવાર કે વારંવાર વાતચીત કરવામાં કયો દોષ થાય છે? સમાધાન : જો શ્રાવક અન્યતીર્થિકો સાથે વાતચીત કરે તો તેના કારણે અત્યંત તપાવેલા લોખંડના ગોળાસમાન તેઓ વાત કરવા માટે બેસે વિગેરે કરે તેથી શ્રાવકને તેના કારણે કર્મબંધ થાય. વળી વાતચીત કરવી વિગેરે સ્નેહને કારણે તેઓ વારંવાર ઘરમાં આવતા-જતા થાય. અને તેમાં 15 શ્રાવકનાં સ્વજનો કે પરિજનો કે જેમણે શાસ્ત્રનું રહસ્ય જાણ્યું નથી તેઓની સાથે આ અન્યતીર્થિકોનો પરિચય થાય (પરિણામે સ્વજન કે પરિજન મિથ્યાત્વને પામે) વિગેરે દોષો થાય છે. હવે જો તે અન્યતીર્થિકો શ્રાવકને સામેથી બોલાવે તો તે શ્રાવક લોકની નિંદાના ભયથી તેઓની સાથે આદર વિના “કેમ છો તમે?' વિગેરે વાતો કરે, (અર્થાત્ “આ શ્રાવક કેવો અહંકારી છે, આ લોકો બોલાવે છે તો પણ જવાબ આપતો નથી” વિગેરે આવા પ્રકારની લોકો તરફથી પોતાની = ધર્મની નિંદા ન 20 થાય તે માટે બોલવું જ પડે તો કેમ છો? વિગેરે યથોચિત વાતો કરે પણ ખરો, પણ વંદનાદિ ન કરે.) તથા તે અન્યતીર્થિકોને ઘેબર વિગેરે અશન, દ્રાક્ષનું પાણી વિગેરે પાન, ચીભડું વિગેરે ખાદિમ, કળેલ (=સુગંધી દ્રવ્યવિશેષ), લવીંગ વિગેરે સ્વાદિમ એકવાર દેવું કે વારંવાર દેવું કલ્પતું નથી. (અહીં જે અનાદિનો નિષેધ છે તે ધર્મની બુદ્ધિથી આપવાનો નિષેધ જાણવો. પરંતુ કરુણા = અનુકંપા કે ઔચિત્યની બુદ્ધિથી આપવાનો નિષેધ નથી.) 25 શંકા : શું શ્રાવકને આ વંદન–નમસ્કાર વિગેરે કરવું સર્વથા = એકાને ન કહ્યું? સમાધાન : ના એકાન્ત નિષેધ નથી. જો રાજાભિયોગ = રાજાની આજ્ઞા =બળજબરી હોય એટલે કે રાજા પરાણે કરવાનું કહે એટલે કરવું પડતું હોય તો કરે પણ ખરો. એ જ પ્રમાણે ગણાભિયોગ = લોકસમુદાયની આજ્ઞા = બળજબરી હોય, બળાભિયોગ = રાજા અને ગણ સિવાયના બળવાન વ્યક્તિની આજ્ઞા = બળજબરી હોય, દેવતાભિયોગ = કુલદેવતા વિગેરેની બળજબરી 30 હોય, ગુરુ માતા-પિતા વિગેરેનો આગ્રહ હોય કે આજીવિકાનો છેદ થવાનો હોય (એટલે કે જો
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy