SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) देशमूलगुणप्रत्याख्यानं पञ्चाणुव्रतानि, इदं चोपलक्षणं वर्त्तते यत उत्तरगुणप्रत्याख्यानमपि द्विधैवसर्वोत्तरगुणप्रत्याख्यानं देशोत्तरगुणप्रत्याख्यानं च, तत्र सर्वोत्तरगुणप्रत्याख्यानं दशविधमनागतमतिक्रान्तमित्याद्युपरिष्टाद् वक्ष्यामः देशोत्तरगुणप्रत्याख्यानं सप्तविधं - त्रीणि गुणव्रतानि चत्वारि शिक्षाव्रतानि, एतान्यप्यूर्ध्वं वक्ष्यामः पुनरुत्तरगुणप्रत्याख्यानमोघतो द्विविधं -' इत्तरियमावकहियं 5 च' तत्रेत्वरं - साधूनां किञ्चिदभिग्रहादि श्रावकाणां तु चत्वारि शिक्षाव्रतानि यावत्कथिकं तु नियन्त्रितं यत् कान्तारदुर्भिक्षादिष्वपि न भज्यते, श्रावकाणां तु त्रीणि गुणव्रतानीति गाथार्थ: ॥२४४॥ साम्प्रतं स्वरूपतः सर्वमूलगुणप्रत्याख्यानमुपदर्शयन्नाह - 'पाणिवहमुसावाए' गाहा, प्राणाइन्द्रियादयः, तथा चोक्तम् - " पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्वासनिश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरुक्तास्तेषां वियोजीकरणं तु हिंसा ॥१॥" तेषां वधः प्राणवधो न जीववधस्तस्मिन्, 10 मृषा वदनं मृषावादस्तस्मिन्, असदभिधान इत्यर्थः, 'अदत्तं 'ति उपलक्षणत्वाददत्तादाने परवस्त्वाहरण इत्यर्थः, 'मेहुण 'त्ति मैथुने अब्रह्मसेवने यदुक्तं भवति, 'परिग्गहे चेव त्ति परिग्रहे चैव एतेषु विषयभूतेषु श्रमणानां - साधूनां मुलगुणाः त्रिविधत्रिविधेन योगत्रयकरणत्रयेण नेतव्याःતરીકે પાંચ અણુવ્રતો જાણવા. આ ઉપલક્ષણ છે કારણ કે ઉત્તરગુણપ્રત્યાખ્યાન પણ બે પ્રકારે છે સર્વઉત્તરગુણપ્રત્યાખ્યાન અને દેશઉત્તરગુણપ્રત્યાખ્યાન. તેમાં સર્વઉત્તરગુણપ્રત્યાખ્યાન અનાગત, 15 અતિક્રાન્ત વિગેરે દશપ્રકારનું જાણવું કે જે અમે આગળ કહીશું. દેશઉત્તરગુણપ્રત્યાખ્યાન ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ સાતપ્રકારનું જાણવું. આ સાત પ્રકારો પણ અમે આગળ કહીશું. ઉત્તરગુણપ્રત્યાખ્યાન ફરી સામાન્યથી બે પ્રકારનું છે – ઇત્વર અને યાવત્કથિક. તેમાં ઇત્વર તરીકે સાધુઓને કોઇક અભિગ્રહ વિગેરે અને શ્રાવકોને ચાર શિક્ષાવ્રતો જાણવા. યાવત્કથિક તરીકે નિયંત્રિતપ્રત્યાખ્યાન (આગળ ગા. ૧૫૭૩માં કહેશે તે) કે જે જંગલ, દુર્ભિક્ષ વિગેરેમાં પણ તોડાય 20 નહીં. શ્રાવકોને યાવત્કથિક તરીકે ત્રણ ગુણવ્રતો જાણવા. II ભા.-૨૪૪ ॥ (હવે મૂળમાં રહેલ પ્રક્ષિપ્તગાથાનો અર્થ લખાય છે – મૂલગુણો પણ શ્રમણ અને શ્રાવકોને આશ્રયીને બે પ્રકારે છે. તે મૂલગુણોનો જો વિભાગ કરીએ તો તે પાંચપ્રકારના જાણવા.) હવે સર્વમૂલગુણપ્રત્યાખ્યાનનું સ્વરૂપ બતાડતા કહે છે પ્રાણિવધ વિગેરે મૂલગુણોના વિષયો જાણવા. તેમાં ઇન્દ્રિય વિગેરે પ્રાણ તરીકે જાણવા. કહ્યું છે – “પાંચ ઇન્દ્રિયો, મન–વચન અને કાયાનું બળ, 25 ઉચ્છ્વાસ—નિઃશ્વાસ, અને આયુષ્ય આ દશ પ્રાણો ભગવાને કહ્યા છે. આ દશ પ્રાણોનો વિયોગ કરવો તે હિંસા છે. III’ આ દશ પ્રાણોનો જે વધ તે પ્રાણવધ. આ પ્રાણવધ તરીકે અહીં ઇન્દ્રિય વિગેરે દશ પ્રાણોનો વધ જાણવો, પણ જીવવધ નહીં (કારણ કે જીવ = આત્મા, તેનો વધ થતો જ નથી.) આ પ્રાણવધને વિશે એટલે કે પ્રાણવધવિષયક (સાધુઓને મૂલગુણ હોય છે. એમ આગળ અન્વય કરવો.) ખોટું બોલવું તે મૃષાવાદ, તેને વિશે, મૂળમાં ‘ઞવત્ત’ એ ઉપલક્ષણ હોવાથી અદત્તનું ગ્રહણ 30 કરવામાં એટલે કે બીજાની વસ્તુ હરણ કરવામાં, મૈથુન = અબ્રહ્મનું સેવન કરવામાં, અને પરિગ્રહને વિશે અર્થાત્ આ પાંચ વિષયોમાં = આ પાંચસંબંધી મૂલગુણો સાધુઓને યોગત્રય–કરણત્રયને આશ્રયીને અનુસરવા. —
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy