SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યપ્રત્યા ઉપર રાજપુત્રીની કથા (ભા. ૨૪૧) તા ૧૨૧ नामस्थापने गंतार्थे ॥२४०॥ अधुना द्रव्यप्रत्याख्यानप्रतिपादनायाह-दव्वनिमित्तं' गाथाशकलम्, अस्य व्याख्या-द्रव्यनिमित्तं प्रत्याख्यानं वस्त्रादिद्रव्यार्थमित्यर्थः, यथा केषाञ्चित् साम्प्रतक्षपकाणां, तथा द्रव्ये प्रत्याख्यानं यथा भूम्यादौ व्यवस्थितः करोति, तथा द्रव्यभूतः-अनुपयुक्तः सन् यः करोति तदप्यभीष्टफलरहितत्वात् द्रव्प्रत्याख्यानमुच्यते, तुशब्दाद् द्रव्यस्य द्रव्याणां द्रव्येण द्रव्यैद्रव्येष्विति, क्षुण्णश्चायं मार्गः, 'तत्थ रायसुय'त्ति अत्र कथानकं-एंगस्स रण्णो धूया अण्णस्स 5 रण्णो दिण्णा, सो य मओ, ताहे सा पिउणा आणिया, धम्मं पुत्त ! करेहि त्ति भणिया, सा पासंडीणं दाणं देति, अण्णया कत्तिओ धम्ममासोत्ति मंसं न खामित्ति पच्चक्खायं, तत्थ पारणए दंडिएहिं अणेगाणि सत्तसहस्साणि मंसत्थाए उवणीयाणि, ताहे भत्तं दिज्जति, जो भुंजति णाणाविहाणि मंसाणि तस्स दिज्जंति तत्थ साहू अदूरेण वोलेंता निमंतिया, तेहिं भत्तं गहियं, मंसं नेच्छंति, सा કહેશે. તેમાં નામ–સ્થાપના સ્પષ્ટ જ છે. તે ભા-૨૪૦ || હવે દ્રવ્યપ્રત્યાખ્યાનનું પ્રતિપાદન કરવા માટે કહે છે–વસ્ત્ર વિગેરે દ્રવ્યોનો ત્યાગ કરવા માટેનું જે પ્રત્યાખ્યાન તે દ્રવ્યપ્રત્યાખ્યાન. જેમ કે, કેટલાક વાર્તમાનિક (તે કાળની અપેક્ષાએ) તપસ્વીઓના (તે–તે દ્રવ્યોનો ત્યાગ કરવા) કરાતા પ્રત્યાખ્યાન. તથા દ્રવ્ય ઉપર રહીને જે પ્રત્યાખ્યાન કરાય તે દ્રવ્યપ્રત્યાખ્યાન. જેમ કે, ભૂમિ વિગેરે ઉપર ઊભો રહીને પચ્ચખ્ખાણ કરે. તથા જે ઉપયોગ વિના પચ્ચખ્ખાણ કરે છે તેનું તે પચ્ચખાણ પણ ઇચ્છિત ફળને આપનારું ન હોવાથી દ્રવ્યપ્રત્યાખ્યાન 15 કહેવાય છે. ‘તુ' શબ્દથી દ્રવ્યનું, દ્રવ્યોનું, દ્રવ્યવડે, દ્રવ્યો વડે, દ્રવ્યોને વિશે એ પ્રમાણે જુદી જુદી રીતે સમાસ કરવાદ્વારા અર્થો કરવા. આ પૂર્વે અનેક રીતે કહેવાયેલા છે. દ્રવ્યપ્રત્યાખ્યાનને વિશે રાજપુત્રીનું દષ્ટાન્ત જાણવું. તે આ પ્રમાણે – એક રાજાએ પોતાની દીકરી બીજા રાજા સાથે પરણાવેલી હતી. તે રાજા મૃત્યુ પામ્યો. ત્યારે આ રાજાએ દીકરીને પાછી પોતાને ત્યાં બોલાવી અને કહ્યું – “હે પુત્રી ! તું હવે ધર્મને કર.” તે વ્રતધારીઓને 20 ભિક્ષા વિગેરેનું દાન કરે છે. એકવાર કાર્તિક માસ એ ધર્મમાસ કહેવાય” એમ વિચારી “હું માંસ ખાઇશ નહીં' એ પ્રમાણે કાર્તિકમાસ પુરતુ માંસનિમિત્તે પચ્ચખાણ કર્યું. પારણાના દિવસે (“રાજપુત્રીનું પારણું છે એમ વિચારી) ખંડિયા રાજાઓ અનેક પ્રકારના લાખો પશુઓ માંસ માટે લઈને આવ્યા. તે દિવસે જેને જુદા જુદા પ્રકારના માંસ ખાવા હોય તેને માંસ અપાય છે અને જેને માંસ વિનાનું ભોજન ખાવું હોય તેને તે ભોજન અપાય છે. એવામાં નજીકમાંથી સાધુઓ પસાર થતાં હતા ત્યારે સાધુઓને ભિક્ષા માટે નિમંત્રણ કર્યું. તેઓએ ભોજન ગ્રહણ કર્યું પણ માંસ ગ્રહણ કર્યું નહીં. તેથી રાજપુત્રીએ કહ્યું – “શું તમારે હજુ ३६. एकस्य राज्ञो दुहिताऽन्यस्मै राज्ञे दत्ता, स च मृतः, तदा सा पित्रानीता, धर्मं पुत्रिके ! कुर्विति भणिता, सा पाषण्डिभ्यो दानं ददाति, अन्यदा कार्तिको धर्ममास इति मांसं न खादामीति प्रत्याख्यातं, तत्र पारणके दण्डिकैरनेकाः शतसहस्राः ( पशवो ) मांसार्थमुपनीताः, तदा भक्तं दीयते, यो भुङ्क्ते नानाविधानि मांसानि 30 तस्मै ददाति । तत्र साधवोऽदूरे व्यतिव्रजन्तो निमन्त्रिताः, तैर्भक्तं गृहीतं, मांसं नेच्छन्ति, सा 25
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy