SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) अनन्तराध्ययने स्खलनविशेषतोऽपराधव्रणविशेषसम्भवे निन्दामात्रेणाशुद्धस्यौघतः प्रायश्चित्तभेषजेनापराधव्रणचिकित्सोक्ता, इह तु गुणधारणा प्रतिपाद्यते, भूयोऽपि मूलगुणोत्तरगुणधारणा कार्येति, सा च मूलगुणोत्तरगुणप्रत्याख्यानरूपेति तदत्र निरूप्यते, यद्वा कायोत्सर्गाध्ययने कायोत्सर्गकरणद्वारेण प्रागुपात्तकर्मक्षयः प्रतिपादितः, यथोक्तं 'जह करगओ नियंतई 'त्यादि, 5 'काउस्सग्गे जह सुट्टियस्से 'त्यादि, इह तु प्रत्याख्यानकरणतः कर्मक्षयोपशमक्षयजं फलं प्रतिपाद्यते, वक्ष्यते च–'इहलोइयपरलोइय दुविह फलं होइ पच्चखाणस्स । इहलोए धम्मिलादी दामण्णगमाइ परलोए ॥१॥ पच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुद्दिटुं । पत्ता अणंतजीवा सासयसोक्खं लहुं मोक्खं ॥२॥' इत्यादि, अथवा सामायिके चारित्रमुपवर्णितं, चतुर्विंशतिस्तवेत्वर्हतां गुणस्तुतिः, सा च दर्शनज्ञानरूपा, एवमिदं त्रितयमुक्तं, अस्य च वितथासेवनमैहिकामुष्मिकापायपरिजिहीर्षणा 10 गुरोनिवेदनीयं, तच्च वन्दनपूर्वकमित्यतस्तन्निरूपितं, निवेद्य च भूयः शुभेष्वेव स्थानेषु प्रतीपं क्रमणमासेवनीयमिति तदपि निरूपितं, तथाऽप्यशुद्धस्य सतोऽपराधव्रणविचिकित्सा आलोचनादि જાણવો – કાયોત્સર્ગ અધ્યયનમાં અલનાના કારણે જે અપરાધરૂપ ઘા પડ્યા છે. તે અપરાધોની નિંદામાત્રથી અશુદ્ધ (અર્થાત્ એકલી નિંદાથી જેના અપરાધો ધોવાયા નથી) એવા સાધુને સામાન્યથી પ્રાયશ્ચિત્તરૂપ ઔષધોવડે અપરાધરૂપ ઘાની ચિકિત્સા કહી. (એટલે કે નિંદા અને પ્રાયશ્ચિત્તદ્વારા તે 15 અપરાધોની શુદ્ધિ કહી.) હવે આ અધ્યયનમાં ગુણધારણા કહેવાય છે એટલે કે (તે અપરાધોને દૂર કરીને હવે) ફરીથી પણ મૂલગુણ અને ઉત્તરગુણોની ધારણા કરવા યોગ્ય છે. અને તે ધારણા મૂલઉત્તરગુણોના પ્રત્યાખ્યાનરૂપ છે. (આશય એ છે કે જે ઘા પડ્યો તેને પ્રાયશ્ચિત્તદ્વારા = કાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત્તદ્વારા દૂર કર્યા બાદ મૂલ–ઉત્તરગુણોને ફરી પ્રાપ્ત કરવા છે. અને તેની પ્રાપ્તિ તે મૂલ| ઉત્તરગુણસંબંધી પ્રત્યાખ્યાન કરવાથી થાય છે. તેથી) તે પ્રત્યાખ્યાનનું હવે અહીં નિરૂપણ કરાય છે. અથવા કાયોત્સર્ગાધ્યયનમાં કાયોત્સર્ગને કરવાદ્વારા પૂર્વે ગ્રહણ કરેલા કર્મોનો ક્ષય કહ્યો. તે આ પ્રમાણે “ગદ રો.....' વિગેરે. તથા ડિસો નહ... વિગેરે. હવે આ અધ્યયનમાં પ્રત્યાખ્યાન કરવાદ્વારા કર્મના ક્ષયોપશમથી અને ક્ષયથી ઉત્પન્ન થતાં ફળનું પ્રતિપાદન કરાય છે. અને તે માટે આગળ કહેશે – “ઐહિલૌકિક અને પારલૌકિક એ બે પ્રકારના પ્રત્યાખ્યાનના ફળ છે. ઈહલોકમાં ધમ્મિલ વિગેરે અને પરલોકમાં દામનક વિગેરે દષ્ટાન્ત જાણવા. (૧૬૨૨) જિનેશ્વરોએ બતાવેલા આ 25 પ્રત્યાખ્યાનનું ભાવથી સેવન કરીને અનંતા જીવો શાશ્વત સુખવાળા એવા મોક્ષને શીધ્ર પામ્યા છે. (૧૬૨૩)” વિગેરે. અથવા સામાયિક અધ્યયનમાં ચારિત્રનું વર્ણન કર્યું. ચતુર્વિશતિસ્તવ અધ્યયનમાં અરિહંતોની ગુણસ્તુતિ કરી અને તે સ્તુતિ દર્શન–જ્ઞાનરૂપ છે. આમ જ્ઞાનાદિત્રિકનું વર્ણન કર્યું. આ જ્ઞાનાદિત્રિકનું જ્યારે ખોટું આસેવન થાય ત્યારે ઐહિક–પારલૌકિક નુકસાનોને છોડવાની ઇચ્છાવાળા સાધુએ તે 30 ખોટા આસેવનનું ગુરુને નિવેદન કરવું જોઇએ. અને તે નિવેદન વંદનપૂર્વક કરવાનું હોવાથી ત્યાર બાદ વંદન–અધ્યયન કહ્યું. નિવેદન કર્યા બાદ શુભ સ્થાનોમાં ફરી પાછા ફરવું જોઇએ, તેથી વંદન બાદ પ્રતિક્રમણ અધ્યયનનું નિરૂપણ કર્યું. પ્રતિક્રમણ કરવા છતાં જેને શુદ્ધિ પ્રાપ્ત થઈ નથી તેવા
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy