________________
तथा चाह भाष्यकार:
ઉત્થાનદ્વાર (ગા. ૫૬)
૭૩
वच्चंते जो उ कमो कलेवर पवेसणंमि वोच्चत्थो ।
णवरं पुण णाणत्तं गामद्दारंमि बोद्धव्वं ॥ २०७ ॥ (भा.)
अत्र विपर्यस्तक्रमेऽङ्गीकृते तुल्यतैव नानात्वं, तथा च निर्गमनेऽपि ग्रामद्वारोत्थाने ग्रामपरित्याग . उक्तः, इहापि स एवेति तुल्यता, निच्छूढो जड़ बिड़यं वारं एत्ति तो दो रज्जाणि मोत्तव्वाणि, 5 ततियवारा तिणि रज्जाणि मोत्तव्वाणि, तेण परं बहुसोऽवि वारे पविसंते तिण्णि चेव रज्जाणि मोत्तव्वाणि ॥
असिवाइबहियाकारणेहिं तत्थ वसंताण जस्स जो उ तवो । अभिगहियाणभिगहिओ सा तस्स उ जोगपरिवुड्डी ॥५६॥
इमीए वक्खाणं- जइ बहिया असिवाईहिं कारणेहिं न निग्गच्छंति ताहे तत्थेव वसंता 10 जोगवुड करेंति, नमोक्कारइत्ता पोरिसिं करेंति, पोरिसित्ता पुरिमङ्कं सइ सामत्थे आयंबिलं ગાથાર્થ : મડદાને લઈને જતી વખતે કલેવરના ઉત્થાનમાં જે ક્રમ કહ્યો તે જ ક્રમ ઉંધા ક્રમે કલેવરના પ્રવેશમાં જાણવો. માત્ર અહીં ગ્રામદરવાજે જુદાપણું જાણવું.
ટીકાર્થ : જે વિપર્યસ્તક્રમ કહ્યો તેમાં તુલ્યતા એ જ જુદાપણું જાણવું. (અર્થાત્ પૂર્વ કરતાં તદ્દન ઊંધો ક્રમ જણાવ્યો. તેમાં ગામના દરવાજે બંને પક્ષમાં=ઊઠવા અને પડવામાં સરખાપણું જે આવ્યું 15 તે જ અહીં જુદાપણું સમજવું. તે જ બતાવે છે કે) લઈ જતી વખતે પણ ગામના દરવાજે ઊઠે તો ગામનો ત્યાગ કરવો, અને અહીં વસતિમાં પ્રવેશ કરવા તે મૃતક આવતો હોય ત્યારે ગામના દરવાજે પડે તો પણ ગામનો જ ત્યાગ કહ્યો. માટે બંને સ્થાને એકસરખાપણું એ જ જુદાપણું જાણવું.
આ રીતે મૃતક પોતે ઊઠીને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ ફરી જ્યારે તેની પારિઠાવણી કરવા છતાં બીજી વાર ઉપાશ્રયમાં આવે તો બે રાજ્ય છોડવા. ત્રીજી વાર આવે તો ત્રણ રાજ્યો છોડવા. 20 ત્યાર પછી ચોથી—પાંચમી વિગેરે ઘણીબધી વાર પણ આવે તો ત્રણ જ રાજ્યો છોડવા (વધારે નહીં.) ||ભા.૨૦૭
(અવતરણિકા : પૂર્વે “જો વસતિમાં કલેવર ઊઠે તો વસતિ છોડવી વિગેરે કહ્યું. તેથી આવા કોઈક કારણોસર વસતિ છોડીને જવાનું બને ત્યારે 9)
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જો બહાર અશિવાદી કારણો હોવાથી જવાય એવું ન હોય ત્યારે તે જ ઉપાશ્રયમાં રહેલા તે સાધુઓ યોગની વૃદ્ધિને કરે છે, એટલે કે નવકારશી કરનારા પોરિસી પચ્ચક્ખાણ કરે,
25
६५. निर्यूढो यदि द्वितीयमपि वारमायाति ततो द्वे राज्ये मोक्तव्ये तृतीयवारायां त्रीणि राज्यानि मोक्तव्याणि ततः परं बहुशोऽपि वारा प्रविशति त्रीण्येव राज्यानि मोक्तव्यानि अस्या व्याख्यानं - यदि बहिरशिवादिभिः कारणैर्न निर्गच्छन्ति तदा तत्रैव वसन्तो योगवृद्धिं कुर्वन्ति, नमस्कारीयाः पौरुषीं कुर्वन्ति, पौरुषीया: 30 पुरिमा, सति सामर्थ्य आचामाम्लं