________________
૭૦
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
६२
य, जइ एतं न ठवेंति असमाचारी आणादिविराहणा, तत्थ दिट्ठे जणेण दंडिओ सोच्चा कुविओ कोवि उद्दविओत्ति गामवहणं करेज्जा अहवा मिच्छत्तं गच्छेज्ज, जहा उज्जेणियस्स सावगस्स तच्चण्णियलिंगेणं कालगयस्स मिच्छत्तं जायं तच्चण्णियपरिवेसणाए, पच्छा आयरिएहिं पडिबोहिओ, जस्स वा गामस्स सगासे परिद्वविओ सो गामो कालेण वरं दवाविज्जइ दंडिएण, 500 રોમા અવિન્ચરને, વારોત્તિ વાર તે શરૂ
થાય અને આજ્ઞાભંગાદિ (આદિથી મિથ્યાત્વ, અનવસ્થા) તથા આત્મસંયમવિરાધના થાય. તેમાં (મિથ્યાત્વાદિ કેવી રીતે થાય ? તે જણાવે છે કે) જો ઉપકરણો મૂકો નહીં તો એકલા મડદાને જોઈ લોકો રાજાને સમાચાર આપે. તેથી લોકો પાસેથી સમાચાર સાંભળીને રાજા “કોઈએ આ વ્યક્તિને મારી નાખ્યો લાગે છે” એવું વિચારી આખા ગામનો વધ કરવા તૈયાર થઈ જાય. અથવા 10 જેનો કાલ થયો છે તે મિથ્યાત્વને પામે.
(તે આ પ્રમાણે કે જો બાજુમાં ઉપકરણ મૂકો નહીં તો મરીને દેવલોકમાં ગયેલો તે જીવ અવધિજ્ઞાનથી જુએ ત્યારે તેને લાગે કે “હું આ ગૃહસ્થલિંગથી અથવા પરલિંગથી દેવ થયો છું” એ પ્રમાણે મરનાર મિથ્યાત્વને પામે રૂતિ વૃ. . ૩. ૪ . ૫૫૩૭) અહીં દષ્ટાન્ત આ પ્રમાણે જાણવું કે જેમ એક શ્રાવક સૌરાષ્ટ્રદેશમાં દુષ્કાળ પડવાથી ઉજ્જયિની તરફ ભાતુ લઈને 15 બૌદ્ધભિક્ષુઓ સાથે નીકળ્યો. રસ્તામાં તેનું ભાતુ ખાલી થઈ ગયું. તેથી ભિક્ષુઓએ કહ્યું – “જો તું અમારો ધર્મ સ્વીકારે તો અમે તને ખાવા માટે આપીએ.' જંગલમાં બીજો કોઈ ઉપાય ન હોવાથી શ્રાવકે વાત સ્વીકારી. એકવાર શ્રાવકને ઝાડા થયા. પોતાની પાસે અન્ય વસ્ત્ર ન હોવાથી અનુકંપાથી ભિક્ષુઓએ પોતાના કપડાં પહેરવા આપ્યા. ઝાડા વધુ પડતા થવાને કારણે અંત સમયે અરિહંતોને ‘નમોઽર્હત્મ્યો’ એ પ્રમાણે નમસ્કાર કરતો તે મરીને દેવ થયો.
20
અવધિવડે બૌદ્ધવેષથી યુક્ત પોતાના શરીરને જોઈને તેને એવું લાગ્યું કે બૌદ્ધધર્મના પ્રભાવે હું દેવ થયો છું. તેથી મર્ત્યલોકમાં આવીને તે દેવ બૌદ્ધભિક્ષુઓને પોતાના હાથે પીરસવા લાગ્યો. આમ તે મિથ્યાત્વને પામ્યો. પાછળથી તે ગામમાં આચાર્ય આવ્યા, અને તેમને શ્રાવકોએ બૌદ્ધધર્મની દેવના પ્રભાવે વાહવાહ તથા જૈનધર્મની અપભ્રાજનાની વાત કરી. આચાર્યે શ્રાવકોને કહ્યું – ‘“તમે ત્યાં જાઓ અને પીરસતા એવા તે દેવનો હાથ પકડીને ‘નમોöો’ શબ્દ બોલો.' આ રીતે 25 બોલતા તે પ્રતિબોધ પામ્યો. (આ દૃષ્ટાન્ત આગળ નિ. ૧૫૬૩ પછી આવશે.) અથવા જે ગામ પાસે પારિઠાવણી કરી હોય ત્યાં તે મડદાની પાસે ઉપકરણો = લિંગ ન હોવાથી તે ગામ જતા દિવસે રાજાદ્વારા બદલો વાળે. આમ બાજુમાં ઉપકરણો ન મૂકો તો આ બધાં દોષો થાય છે. ઉપકરણદ્વાર પૂર્ણ થયું. ॥૫॥
६२. च, यद्येतद् न स्थापयन्ति असमाचारी आज्ञादिविराधना, तत्र दृष्टे जनेन दण्डिकः श्रुत्वा कुपितः 30 कोऽप्युपद्रावित इति ग्रामवधं कुर्यादथवा मिथ्यात्वं गच्छेत्, यथोज्जयिनीकस्य श्रावकस्य तच्चण्णिकलिङ्गेन कालगतस्य मिथ्यात्वं जातं तच्चनिकपरिवेषणया, पश्चादाचार्यैः प्रतिबोधितः, यस्य वा ग्रामस्य सकाशे परिष्ठापितः स ग्रामः कालेन वैरं दाप्यते दण्डिकेन, एते दोषा यस्मादचिह्नकरणे । उपकरणमिति द्वारं गतं,