SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) सागारियसंतगं वहणकट्टं पलोएंति, किंनिमित्तं वहणकट्ठे अवलोइज्जइ ?, कोई अनिमित्तमरणेण कालं करेज्ज राओ ताहे जइ सागारियं वहणकडं अणुण्णवणट्ठाए उट्ठवेंति तो आज्जोअणाई अहिगरणदोसा तम्हा उ न उट्ठवेयव्वो, जइ एगो साहू समत्थो तं नीणेउं ताहे कट्ठे न घेप्पड़, अह न तर तो जत्तिया सक्केन्ति तो तेण पुव्वपडिलेहिएण कट्ठेण नीर्णेति, तं च कट्टं तत्थेव जइ 5 परिठवेंति तो अण्णेण गहिए अहिगरणं, सागारिओ वा तं अपेच्छंतो एएहिं नीणियंति पदु वोच्छेयं कडगमद्दाई करेज्जा तम्हा आणेयव्वं, जइ पुण आणेत्ता तहेव पवेसंति तो सागारिओ શા માટે આવા વહનકાષ્ઠને તપાસી રાખે ? તે કહે છે કે કોઈ સાધુ કોઈપણ જાતના નિમિત્ત વિના રાત્રિએ કાલ કરે. ત્યારે જો વહન કરવા માટેના લાકડાંની અનુજ્ઞા મેળવવા ગૃહસ્થને ઉઠાડે તો પાણી લેવા અરઘટ્ટાદિને જોડવું વિગેરે અધિકરણરૂપ દોષ લાગે. (આશય એ છે કે જો રાત્રિએ 10 કાલ કરે અને ઠાઠડી બનાવવા લાકડાં પહેલેથી તપાસી રાખ્યા ન હોય તો રાત્રિએ ગૃહસ્થને ઉઠાડવો . પડે. ગૃહસ્થના ઊઠ્યા પછી તે ગૃહસ્થ પોતાના કામધંધે લાગે જેમ કે, કોઈકને કૂવેથી પાણી લેવા જવાનું હોય તો તે કૂવા તરફ જાય તેમાંથી પાણી લેવા અરઘટ્ટાદિ જોડે, કો'ક વેપારી હોય તો વેપાર માટે તૈયાર થાય, માળી હોય તો બગીચાને ઠીકઠાક કરવાનું ચાલું કરે વિગેરે ઓધનિયુક્તિમાં કહેલા અધિકરણ એટલે હિંસા વિગેરે દોષો થાય છે. રૂતિ ઓત્તિ. મા. -૧૦) માટે ગૃહસ્થને ઊઠાડવો 15 જોઈએ નહીં. (તે વખતે શું કરવું ? તે કહે છે –) જો એક સાધુ મડદાને લઈ જવામાં સમર્થ હોય તો લાકડાંને ગ્રહણ કરે નહીં. હવે જો એક સાધુ સમર્થ નથી તો જેટલાં સાધુઓથી શક્ય બને તેટલા સાધુઓ (ગૃહસ્થને ઊઠાડ્યા વિના જ) પૂર્વપ્રતિલેખિત એવા લાકડાંવડે મડદાને લઈ જાય. મડદાને પરઠવ્યા પછી જો તે લાકડું ત્યાં જ સાધુઓ પરઠવે અને તે લાકડું કોઈ અન્ય વ્યક્તિ ગ્રહણ કરે 20 તેનાદ્વારા જે વિરાધના થાય તે બધો દોષ પરઠવનાર સાધુઓને લાગે. અથવા પોતાના ઘરે ગૃહસ્થને તે લાકડું દેખાય નહીં તેથી “આ સાધુઓ તે લાકડું લઈ ગયા’’ એમ વિચારી ગુસ્સે થયેલો ગૃહસ્થ વસતિ વિગેરે બીજી વાર આપવાની ના પાડે અથવા કટકમર્દાદિ કરે. (કટક એટલે સ્કંધાવાર=સૈન્ય, જેમ કે સૈન્ય શત્રુરાજાના કારણે આખા શત્રુરાજ્યનો નાશ કરે તેમ આ શય્યાતર એક સાધુની ભૂલને કારણે આચાર્ય અથવા આખા ગચ્છને મારી નાખે તે કટકમર્દ કહેવાય વૃત્તિ નિશીથસૂ. ઉ. 25 ૧૬ ગા. ૫૧૪૯) તે કારણથી લાકડું પાછું લઈને આવવું. જો લઈને આવ્યા પછી પણ હાથમાં લાકડું હોય એવી અવસ્થામાં જ પ્રવેશ કરે તો ગૃહસ્થ તે જોઈને મિથ્યાત્વ પામે કે “આ લોકો ५०. सागारिकसत्कं वहनकाष्ठं प्रलोकयति, किं निमित्तं वहनकाष्ठं अवलोक्यते ?, कश्चिदनिमित्तमरणेन कालं कुर्यात् रात्रौ तदा यदि सागारिकं वहनकाष्ठस्य अनुज्ञापनाय उत्थापयन्ति तदा अप्काययोजना - दयोऽधिकरणदोषास्तस्मान्नोत्थापयितव्यः, यद्येकः साधुः समर्थस्तं नेतुं तदा काष्ठं न गृह्यते, अथ न शक्नोति 30 तदा यावन्तः शक्नुवन्ति ततः तेन पूर्वप्रतिलिखितेन काष्ठेन नयन्ति, तच्च काष्ठं तत्रैव यदि परिष्ठापयन्ति ततोऽन्येन गृहीतेऽधिकरणं, सागारिको वा तदपश्यन् एतैर्नीतमिति प्रद्विष्टो व्युच्छेदं कटकमर्दादि कुर्यात् तस्मादानेतव्यं, यदि पुनरानीय तथैव प्रवेशयन्ति तदा सागारिको
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy