SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જડુની વક્તવ્યતા (ગા. ૨૫–૨૮) जस्स य आगाढे गेलण्ण असमाहिमरणं च ॥ २५ ॥ सेएण कक्खमाई कुच्छे ण धुवणुप्पिलावणा पाणा । नत्थि गलभोय चोरो निंदियमुंडाइवाओ य ॥२६॥ इरियासमिई भासेसणा य आयाणसमिइगुत्तीसु । नवि ठाइ चरणकरणे कम्मुदएणं करणजड्डो ॥ २७॥ एसोवि न दिक्खिज्जइ उस्सग्गेणमह दिक्खिओ होज्जा । कारणगएण केइ तत्थ विहिं उवरि वोच्छामि ॥२८॥ गाथाचतुष्कं निगदसिद्धं तत्थ जो सो मम्मणो सो पव्वाविज्जइ, तत्थ विही भइ ४४ मोत्तुं गिलाणकज्जं दुम्मेहं पडियरइ जाव छम्मासा । ૪૯ 5 હોય ત્યારે સ્થૂલ વ્યક્તિ તેની માટે અસમર્થ બને છે, વારંવાર માંદગી આવે, અગ્નિસાપ– 10 પાણીનું પૂર વિગેરે ઉપદ્રવ આવી પડતા અલાઘવ થાય એટલે કે પોતાનું શરીર સ્થૂલ હોવાને કારણે તે ઉપદ્રવોથી પોતાની જાતને બચાવી ન શકે. શરીરથી સ્થૂલ વ્યક્તિને જો મારણાન્તિક માંદગી આવે તો અસમાધિમરણ થાય. ગાથાર્થ : : તથા શરીરથી સ્થૂલ વ્યક્તિને ઉનાળા વિગેરેમાં બગલ વિગેરે સ્થાનોમાં પુષ્કળ પરસેવો થવાથી તે સ્થાનો કોહવાય છે. જો એને વે નહીં તો ઘા પડે, અને ધુવે તો નીચે જમીન 15 ઉપર રહેલા જીવો પાણીમાં ડુબવાથી મરણ પામે. તથા આ સાધુઓ ગલભોજી છે એટલે કે ગળા સુધી ખાનારા છે (કારણ કે તેઓ જાડા છે.) તેથી જણાય છે કે તેઓ ચોરો નથી, (કારણ કે ચોરો તો જો વધુ ખાય અને જાડા થાય તો ચોરી કરીને ભાગી શકે નહીં, જ્યારે આ શ્રમણો જાડા દેખાય છે તેથી જણાય છે કે તેઓ વધુ ખાનારા છે અને માટે જ તેઓ ચોર નથી. વળી જાડા દેખાય છે તેથી જ) જણાય છે કે તેઓ ઇન્દ્રિયમુંડ પ્રકારની લોકોમાં વાતો (= વાઓ = વાદ = વાતો) થાય. જિતેન્દ્રિય પણ નથી. આવા બધા 20 = ગાથાર્થ ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનસમિતિ અને પારિસ્થાપનિકાસમિતિ – આ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ચરણસિત્તરી અને કરણસિત્તરીરૂપ ક્રિયાઓનું પાલન કરણજડુ (=ક્રિયાઓમાં જે જડ્ડ તે) ચારિત્રમોહનીયકર્મના ઉદયથી કરી શકતો નથી. 25 ગાથાર્થ : આ કરણજડુને પણ ઉત્સર્ગથી દીક્ષા અપાતી નથી. કદાચ કોઈ કારણવશાત્ દીક્ષા આપી હોય ત્યારે તે સંબંધી વિધિને હું હવે પછી (ગા.૩૦માં) કહીશ. ટીકાર્થ : ચારે ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. ૨૫-૨૮।। ત્રણ પ્રકારના જડ્ડમાં જે મમ્મણ છે તેને કારણવશાત્ દીક્ષા અપાય છે. તેમાં વિધિ આ પ્રમાણે જાણવી → ગાથાર્થ : ગ્લાનકાર્યને છોડીને દુર્મેધાવીની છ મહિના સુધી સંભાળ લેવી. કુલ, ગણ, સંઘ 30 દરેકમાં છ મહિના સંભાળ લેવી. જેના દ્વારા દુર્મેધા દૂર થાય તેનો તે શિષ્ય. પરંતુ ૧૮ મહિના ४४. तत्र यः स मन्मनः स प्रव्राज्यते, तत्र विधिर्भण्यते
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy