SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ બેઇન્દ્રિયજીવના ગ્રહણ-પરિસ્થાપન (ગા. ૭) ૨ ૩૭ भायणं च पडिअप्पिज्जइ, नत्थि भायणं ताहे अडवीए अणागमणपहे छाहीए जो चिक्खल्लो तत्थ • खड्डु खणिऊण निच्छिड्डे लिंपित्ता पत्तणालेणं जयणाए छुब्भइ, एक्कसि पाणएणं भमाडेइ, तंपि तत्थेव छुब्भइ, एवं तिन्नि वारे, पच्छा कप्पेइ सहकठेहि य मालं करेंति चिक्खिल्लेणं लिंपइ कंटयसाहाए य उच्छाएइ, तेण य भाणएणं सीयलपाणयं ण लयइ, अवसावणेण कूरेण य भाविज्जइ, एवं दो तिण्णि वा दिवसे, संसत्तगं च पाणयं असंतत्तगं च एगो न धरे, गंधेण 5 विसंसिज्जइ, संसत्तं च गहाय न हिंडिज्जइ, विराहणा होज्ज, संसत्तं गहाय न समुद्दिसिज्जइ, કરે = ધ્યાન રાખે. જ્યારે તે પાણીમાં જીવો બધા ચ્યવી જાય ત્યારે તે પાણીને પરઠવી દે, અને ભાજન ગૃહસ્થને પાછું આપી દે. જો આવું ઉછીનું પાત્ર પણ ન મળતું હોય તો જંગલમાં જ્યાં લોકોની અવર-જવર ન હોય તેવા સ્થાનમાં વૃક્ષની છાયા નીચે રહેલા કાદવમાં ખાડો ખોદે. પછી તે ખાડાના મધ્યભાગને લીપીને છિદ્રવિનાનું તળિયું કરે. તેમાં તે સંસક્તપાણી પાંદડાથી બનાવેલ 10 નાળચાથી ધીરે ધીરે યતના પૂર્વક નાખે. પોતાના આ ખાલી થયેલ સંસક્તપાણીવાળા પાત્રને શુદ્ધપાણીથી એકવાર ભમાડવારૂપે ધુવે. તે ધોવનનું પાણી પણ તે ખાડામાં જ નાખે. આ રીતે ત્રણવાર પાણીથી તે પાત્રુ ધોઈને તે ધોયેલું પાણી ખાડામાં નાખે. પછી તે પાત્રુ કલ્પ = તેમાં વહોરી શકાય. ત્યાર પછી નાના-નાના લાકડાંઓવડે (ખાડામાં ન પડે એવા લાકડાંઓવડે) તે ખાડાને ઢાંકી દે. તેની ઉપર કાદવ વડે છિદ્ર ન રહે એ રીતે લેપ કરે. તેની ઉપર કાંટાવાળા વૃક્ષની શાખાઓથી 15 આચ્છાદન કરે=ઢાંકે. * જે પાત્રમાં સંસક્તપાણી ગ્રહણ કર્યું હતું. તે પાત્રમાં ત્રણેક દિવસ સુધી શીતલપાણી ચોખા વિગેરેના ધોવન વિનાનું ચોખ્ખું અને ઠંડું પાણી ગ્રહણ ન કરે, પરંતુ બે કે ત્રણ દિવસ સુધી તે પાત્ર ગરમ ઓસામણ અથવા ગરમ ભાતવડે ભાવિત કરે. (અર્થાત્ તે પાત્રમાં ગરમ ઓસામણ વિગેરે ગ્રહણ કરે. અહીં ગરમનું કારણ એ છે કે ઠંડા ઓસામણ કે ઠંડા ભાત વિગેરે લેવાથી 20 જીવોની યોનિ નષ્ટ થતી નથી. અને પાછા જીવો ઉત્પન્ન થવાની સંભાવના છે. તેથી ઉષ્ણ ગ્રહણ કરે અને એનાથી પાત્રને ભાવિત કરે. તથા પૂર્વે શીતલપાણી લેવાની ના પાડી, તેથી પણ અધ્યાહાર થી “ઉષ્ણ લેવા” એવું જણાય છે.) જે સાધુ પાસે અસંસક્તપાણી છે, તે જ સાધુ પોતાની પાસે રહેલ અન્યપાત્રમાં સંસક્તપાણી ગ્રહણ કરે નહીં. અન્યથા સંસક્ત પાણીના ગંધમાત્રથી પણ શુદ્ધપાણી સંસક્ત થઈ શકે છે. સંસક્તપાણીને સાથે રાખી ગોચરીમાં ફરાય નહીં અન્યથા વિરાધના થાય. 25 એ જ રીતે સંસક્ત પાણી સાથે રાખી ગોચરી પણ વપરાય નહીં, નહીં તો વિરાધના થાય. જો ३३. भाजनं च प्रत्यर्प्यते, नास्ति भाजनं तदाऽटव्यामनागमनपथे छायायां यः कर्दमस्तत्र गर्तं खनित्वा निश्छिद्रं लिप्त्वा पत्रनालेन यतनया क्षिपति, एकशः पानीयेनार्द्रयति, तदपि तत्रैव क्षिपति, एवं त्रीन् वारान्, पश्चात् कल्पयति श्लक्ष्णकाष्ठैश्च मालं करोति कर्दमेन लिम्पति कण्टकशाखया चाच्छादयति, तेन च भाजने शीतलपानीयं न लाति, अवश्रावणेन करेण च भाव्यते, एवं द्वौ त्रीन वा दिवसान, संसक्तं च 30 पानकमसंसक्तं चैको न धारयेत्, गन्धेन विशस्यते, संसक्तं च गृहीत्वा न हिण्ड्यते, विराधना भवेत्, संसक्तं गृहीत्वा न भुज्यते,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy