________________
૩૨
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
'
दिन्नं विवेगो, अणाभोगगहिए अणाभोगदिण्णे वा जइ तरइ विगिंचिउं पढमं परपाए, सपाए, संथार लट्ठीए वा पणओ हवेज्जा ताहे उन्हं सीयं व णाऊण विगिंचणा, एसोवि वणस्सइकाओ पच्छाअंतो, का एतेसिं विंगिचणविही ? अल्लगं अल्लाखेत्ते सेसाणी आगरे, असइ आगरस्स निव्वाघाए महुराए भूमीए अंतो वा कप्परे वा पत्ते वा, एस विहित्ति ॥
5 ચૈત્રમાસમાં કોઈક દેશમાં લીમડાના પાંદડાને તલથી મિશ્રિત કરી ફૂટવામાં આવે. પછી તેને ફૂટી હૃદયની શુદ્ધિ માટે નિંબતિલ (નામનું ઔષધ) તૈયાર કરવામાં આવે છે. એમાં ક્યારેક સચિત્ત તલ રહી જવાની સંભાવના હોય છે. તેથી નિંબતિલને વહોરવા જતા ક્યારેક સચિત્ત તલ ગ્રહણ થઈ જાય છે. આ બધી વસ્તુ જો જાણી જોઇને ગ્રહણ કરી હોય કે જાણી જોઇને વહોરાવી હોય તો તેનો ત્યાગ કરવો. જે વળી અનાભોગથી લોટ વિગેરેનું ગ્રહણ થયું હોય કે ગૃહસ્થે અનાભોગથી 10 આપ્યું હોય તો જો આહારમાંથી જુદું કરવું શક્ય હોય તો તેમાંથી બહાર કાઢી જે ઘરમાંથી વહોરતી વેળાએ આ લોટાદ આવી ગયો હોય ત્યાં જઈ તે લોટાદિ પરપાત્રમાં=ગૃહસ્થના પાત્રમાં પાછો મૂકવો. જો તે રજા ન આપે તો પોતાના પાત્રમાં એટલે કે યાચના કરાયેલ મધુર એવા ઠીકરા વિગેરેમાં મૂકી શીતલ એવા અચિત્તપ્રદેશમાં મૂકવો.
સંથારા અથવા દાંડા ઉપર જો નિગોદ ઉત્પન્ન થઈ હોય તો (જો વિહારાદિમાં ન હોઈએ 15 તો તે ઉપકરણનો ઉપયોગ કરવો નહીં. જો વિહારાદિમાં હોઈએ અને નિગોદ થાય તો તે ઉપકરણનો
ત્યાં જ ત્યાગ કરવો. પરંતુ જો અન્ય ઉપકરણનો અભાવ હોવાથી તે, ઉપકરણનો ત્યાગ સંભવિત ન હોય ત્યારે) ઉષ્ણ કે શીત જાણી ત્યાગ કરે. (અર્થાત્ ઉષ્ણપ્રદેશમાં રહેલ ઉપકરણમાં નિગોદ થઈ હોય તો આ નિગોદ ઉષ્ણયોનિવાળી છે એવું જાણી નિગોદવાળો ઉપકરણનો એટલો અંશ ઉષ્ણપ્રદેશમાં ત્યાગે. જો શીતપ્રદેશમાં નિગોદ થઈ હોય તો શીતપ્રદેશમાં ત્યાગે. આ નિગોદ એ 20 વનસ્પિતકાય નથી એવો કોઈને ભ્રમ થતો હોય તો તે દૂર કરવા કહે છે કે) આ નિગોદ પણ વનસ્પતિકાય જ છે. વળી તે પાશ્ચાત્ય છે અર્થાત્ વ્યવહારમાં દેખાતી વનસ્પતિમાં આ સૌથી સૂક્ષ્મ વનસ્પતિકાય છે. (આદુ, પીલુ વિગેરેની પઢમં પરવાળુ... વિગેરે દ્વારા ત્યાગવિધિ સામાન્યથી બતાવી છતાં હવે વિશેષથી જણાવવા પ્રથમ પ્રશ્ન કરે છે કે) આદુ, પીલુ વિગેરેની ત્યાગવિધિ શું છે? તે કહે છે પ્રથમ તો તે આદુ વિગેરે દાતાને પાછું આપવું. જો તે ન સ્વીકારે તો તે આદુ જે 25 ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તે ક્ષેત્રમાં જઈ પરઠવવું. શેષ પીલુ વિગેરે પણ આકરમાં=પોત–પોતાના ઉત્પત્તિસ્થાને પરઠવવા. આકર ન હોય તો તિર્યંચજીવોના આવાગમનરૂપ વ્યાઘાતથી રહિત એવી મધુરભૂમિમાં પરઠવવું. અથવા મધુર ઠીકરામાં કે મધુરવૃક્ષના પાંદડામાં મૂકી મધુરવનનિકુંજમાં ઝાડીઓમાં ત્યાગ કરે. આ પ્રમાણે વિધિ જાણ. ॥૪॥
—
२९. दत्तं विवेकः, अनाभोगगृहीतेऽनाभोगदत्ते वा यदि शक्यते त्यक्तुं प्रथमं परपात्रे स्वपात्रे, संस्तारके 30 लष्ट्यां वा पनको भवेत् तदोष्णं शीतं वा ज्ञात्वा त्यागः, एषोऽपि वनस्पतिकायिकः, पाश्चात्यः, का एतेषां - विवेकविधिः ?, आर्द्रमार्द्रकक्षेत्रे शेषाणि आकरे, असत्याकारे निर्व्याघाते मधुरायां भूमौ, अन्तर्वा कर्परस्य वा पात्रस्य वा एष विधिरिति ।