________________
૨૮
* આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
२५
उल्ला तत्थ सणियं निसिरइ अणुल्लसंतो, सुक्कतडा होज्जा उल्लगं च ठाणं नत्थि ताहे भाणं सिक्कएण जडिज्जइ, मूले दोरो बज्झइ, उसक्कावेउ पाणियं ईसिमसंपत्तं मूलदोरो उक्खिप्पड़, ताहे पलोट्टइ, नत्थि कूवो दूरे वा तेणसावयभयं होज्जा ताहे सीयलए महुररुक्खस्स वा हेट्ठा सपडिग्गहं वोसिरइ, न होज्ज पायं ता उल्लियं पुहविकायं मग्गित्ता तेण परिवेइ, असइ सुक्कंपि 5 उण्होदएण उल्लेत्ता पच्छा परिट्ठविज्जइ, निव्वाघाए चिक्खल्ले वा खडं खणिऊण पत्तपणालेण विगिंचड़ छाहिं च करेति एसा विही, जं पडिनियत्ताए आउक्काएण मीसेउं दिण्णं तं विगिंचेइ, जं संजयस्स पुव्वगहिए पाणिए आउक्काओ अणाभोगेण दिण्णो जड़ परिणओ, भुंजइ, नवि થયેલા હોય તો ત્યાં જ રહેલો (અનુસંતો = નહીં ખસતો અર્થાત્ કૂવાના એવા સ્થાનમાં પોતે ઊભો રહેલો પાણી નાખે કે જે સ્થાનથી ખસીને=લપસીને પોતે કૂવામાં પડે નહીં.) કિનારે—કિનારે 10 ધીરે ધીરે પાણી પરઠવે. (જેથી તે પાણી સરકીને કૂવામાં રહેલા પાણી સાથે ભળી જાય.)
જો કિનારા ભીના ન હોય અથવા કૂવાની ચારેબાજુ એકપણ ભીનું સ્થાન ન હોય તો પાણીના પાત્રાને સિકામાં (=છાબડીમાં) મૂકે. તે સિકાની નીચેના ભાગમાં એક દોરો બાંધે. (સિકાની ઉ૫૨ પકડવાના હેન્ડલમાં તો જુદો દોરો બાંધેલો જ હોય.) ત્યાર પછી તે સિકોને કૂવામાં ત્યાં સુધી નીચે ઉતારે કે પાણીની સપાટીથી કંઈક અદ્ધર રહે. ત્યાર પછી નીચેના ભાગમાં બાંધેલા દોરાને ધીરેથી 15 ખેંચે. જેથી પાત્રામાં રહેલું પાણી કૂવાના પાણીમાં ભેગું થઈ જાય. ધારો કે કૂવો નથી અથવા ઘણો દૂર છે અને વચમાં ચોર, જંગલી પશુઓનો ભય છે. ત્યારે છાયામાં અથવા મધુરવૃક્ષની નીચે પાત્રસહિત પાણીનો ત્યાગ કરવો. પરંતુ જો પોતાની પાસે પાત્ર વધારે નથી તો ભીની જમીન શોધીને ત્યાં પાણી પરઠવવું. ભીની જમીન નથી તો પોતાની પાસે રહેલ અચિત્તપાણીથી જમીન ભીની કરીને પછી ત્યાં સચિત્તપાણી પરઠવે. અથવા વ્યાઘાત વિનાના (= પશુ વિગેરેની અવર—જવર 20 વિનાના સ્થાનમાં રહેલા) કાદવમાં ખાડો ખોદવો. પછી મધુરવૃક્ષના પાંદડામાંથી બનાવેલ નાલિકાવડે ધીરે ધીરે તે ખાડામાં ચિત્ત પાણી નાંખવું. ત્યારબાદ તે ખાડાને (વૃક્ષની શાખાવડે) છાયાને કરે (અર્થાત્ તે ખાડાને શાખાઓવડે ઢાંકી દે.) આ (એકલા સચિત્તપાણીના ત્યાગની) વિધિ કહી.
જે સ્ત્રી વિગેરે શત્રુતાદિકારણે સચિત્ત—અચિત્ત પાણી મિશ્ર કરીને આપે તેનો ત્યાગ કરવો પરિસ્થાપના કરવી. (આ પ્રમાણે પોતાના ખાલી પાત્રમાં આ રીતે મિશ્ર પાણી વહોર્યું હોય 25 તેની વિધિ કહી. પરંતુ) સાધુએ પૂર્વે અચિત્ત પાણી ગ્રહણ કર્યું હોય એવા પાત્રમાં સચિત્ત કે મિશ્ર
=
२५. आर्द्रस्तत्र शनैर्निसृज्यते अखसन्, शुष्कतटो भवेत् आर्द्रं च स्थानं नास्ति तदा भाजनं सिक्ककेन बध्यते, मूले दवरको बध्यते, उत्ष्वष्क्य पानीयमीषदसंप्राप्ते मूलदवरक उत्क्षिप्यते, तदा प्रलोठ्यते, नास्ति कूपो दूरे वा स्तेनश्वापदभयं भवेत् तदा शीतले मधुरवृक्षस्याधस्तात् सप्रतिग्रहं व्युत्सृज्यते, न भवेत्पात्रं तदाऽऽर्द्रं पृथ्वीकायं मार्गयित्वा तेन परिष्ठापयति, असति शुष्कमप्युष्णोदकेनार्द्रयित्वा पश्चात् परिष्ठाप्यते, 30 निर्व्याघाते कर्दमे वा खडं खनित्वा पत्रप्रणालिकया त्यज्यते, छायां च करोति, एष विधिः, यत् - प्रत्यनीकतयाऽप्कायेन मिश्रयित्वा दत्तं तद्विविच्यते, यदि संयतेन पूर्वं गृहीते पानीयेऽप्कायोऽनाभोगेन दत्तो यदि परिणतो ते 'सोहिं' इत्यशुद्धः पाठो पूर्वमुद्रिते ।