SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) इत्यादेर्गाथाशकलस्यार्थः कथानकादवसेय इति गाथासमुदायार्थः, अधुना गाथापश्चार्धावयवार्थप्रतिपादनायाह मिच्छभयघोसण निवे हियसेसा ते उ दंडिया रण्णा। . . एवं दुहओं दंडो सुरपच्छित्ते इह परे य ॥१३२५॥ व्याख्या-खिंइपइट्ठियं णयरं, जियसत्तू राया, तेण सविसए घोसावियं जहा मेच्छो राया आगच्छइ, तं गामकूलणयराणि मोत्तुं समासन्ने दुग्गेसु ठायह, मा विणस्सिहिह, जे ठिया रण्णो वयणेण दुग्गादिसु ते ण विणट्ठा, जे पुण ण ठिया ते मिच्छादीहिं विलुत्ता, ते पुणो रण्णा आणाभंगो मम कओत्ति जंपि कंपि हियसेसं तंपि दंडिया, एवमसज्झाए सज्झायं करेंतस्स उभओ दंडो, सुरत्ति देवयाए छलिज्जइ पच्छित्तेत्ति-पायच्छित्तं च पावइ 'इहं'त्ति इहलोए 'परे 'त्ति 10 પરત્નો પાર વિનંત્તિ બાવાઈ: અરૂરી (૨૨૧૦૦) રૂમો વિક્રેતોવો - પાછલા અડધા ભાગનો અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. /૧૩૨૪ો હવે ગાથાના પાછલા ભાગનો વિસ્તારથી અર્થ પ્રતિપાદન કરવા માટે કહે છે ; ગાથાર્થ : મ્લેચ્છોનો ભય – રાજાની ઘોષણા – ચોરાયા પછી કંઈક શેષ બાકી રહ્યું છે જેમને તેવા લોકોને રાજાએ દંડ કર્યો. આ પ્રમાણે બંને રીતે દંડ થાય છે – આ લોકમાં દેવની 15 છલના અને પ્રાયશ્ચિત્ત તથા પરલોકમાં (જ્ઞાનાદિ નિષ્ફલ થાય.) ટીકાર્થઃ ક્ષિતિપ્રતિષ્ઠિતનગર હતું. જિતશત્રુ રાજા હતો. તેણે પોતાના દેશમાં ઘોષણા કરાવી કે સ્વેચ્છ=અનાર્ય રાજા (આપણું રાજય લૂંટવા) આવે છે. તેથી તે ગામ, કુલ, નગરોને છોડીને પાસે રહેલા કિલ્લાઓમાં આવીને રહો જેથી તમે નાશ ન પામો. રાજાનું વચન સાંભળીને જે લોકો તે કિલ્લા વિગેરેમાં આવીને રહ્યા, તેઓ બચી ગયા. જે વળી આવ્યા નહીં, તે લોકો મ્લેચ્છ વિગેરેદ્વારા 20 લૂંટાયા. (અર્થાત્ તેઓનું ધન, રત્ન વિગેરે સર્વસ્વ સ્વેચ્છાએ લૂંટી લીધું.) (એક બાજુ સ્વેચ્છાએ લૂંટ્યા અને બીજી બાજુ) આ લોકોએ મારી આજ્ઞાનો ભંગ કર્યો છે એમ જાણી રાજાએ એમની પાસે ચોરાયા પછી જે કંઈ પણ બાકી હતું તેનો પણ દંડ કર્યો (અર્થાત્ શેષ જે બાકી હતું તે રાજાએ દંડ પેઠે લઈ લીધું.) આ પ્રમાણે અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરતાને બંને રીતે દંડ થાય છે. તે આ રીતે કે આલોકમાં દેવ તે સાધુને છલના (=ગાંડો બનાવે, રોગ 25 ઉત્પન્ન કરે વિગેરે) કરે અને અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કર્યો તેનું પ્રાયશ્ચિત્ત તે સાધુ પામે. તથા પરલોકમાં જ્ઞાનાદિ નિષ્ફળ થાય. (અર્થાત્ આ ભવમાં જે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી તેનું કોઈ વિશિષ્ટ ફળ પરલોકમાં મળે નહીં.) I/૧૩૨પી દષ્ટાન્તનો ઉપનય આ પ્રમાણે – ३. क्षितिप्रतिष्ठितं नगरं जितशत्रू राजा, तेन स्वविषये घोषितं यथा म्लेच्छो राजा आगच्छति तानि ग्रामकूलनगरादीनि मुक्त्वा समासन्ने दुर्गेषु तिष्ठत, मा विनङ्क्षत, ये स्थिता राज्ञो वचनेन दुर्गादिषु ते न 30 विनष्टाः, ये पुनर्न स्थितास्ते म्लेच्छादिभिर्विलुप्ताः, ते पुना राज्ञा आज्ञाभङ्गो मम कृत इति यदपि किमपि . हृतशेषं तदपि दण्डिताः, एवमस्वाध्यायिके स्वाध्यायं कुर्वत उभयतो दण्डः, सुर इति देवतया छल्यते, प्रायश्चित्तमिति प्रायश्चित्तं च प्राप्नोति, इहेति इहलोके पर इति परलोके ज्ञानादीनि विफलानीति । अयं दृष्टान्तोपनयः
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy