SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણિકવાદનું ખંડન (T/Ho... સૂત્ર) ૩૩૩ निरन्वयनाशे उत्तरक्षणस्यानुत्पत्तेनिर्हेतुकत्वादेकान्तनष्टस्यासदविशेषत्वात्, सत्त्वाः संसारिणः 'प्रत्युक्ता एव संसारातीता अपि विद्यन्त एवेति, जीवस्य सर्वथा विनाशाभावात्, तथाऽन्यैरप्युक्तं"नासतो विद्यते भावो, नाभावो विद्यते सतः । उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥१॥" इत्यादि । 'कालस्स आसायणाए' कालस्याऽऽशातनया, क्रिया पूर्ववत्, आशातना तु नास्त्येव काल इति कालपरिणतिर्वा विश्वमिति, तथा च दुर्नयः - "कालः पचति भूतानि, कालः संहरते 5 प्रजाः । कालः सुप्तेषु जागर्ति, कालो हि दुरतिक्रमः ॥१॥" इत्यादि, उत्तरं-कालोऽस्ति, तमन्तरेण बकुलचम्पकादीनां नियतः पुष्पादिप्रदानभावो न स्यात्, न च तत्परिणतिर्विश्वं, एकान्तनित्यस्य માનવા એટલે જીવ જે ક્ષણે ઉત્પન્ન થયો તે જ ક્ષણે આત્માનો સંપૂર્ણ નાશ થવો, એટલે કે જે ક્ષણે આત્મા ઉત્પન્ન થયો તે ક્ષણ પછીની ક્ષણે આત્માનો અન્વય થતો નથી, અર્થાત્ તે આત્મા પછીની ક્ષણમાં અનુસરતો નથી. આને નિરન્વયનાશ કહેવાય છે. આ રીતે જો નિરન્વયનાશ 10 માનવામાં આવે તો, પ્રથમક્ષણ પછીની ઉત્તરક્ષણે તે જ આત્માની વિદ્યમાનતા તો જણાય જ છે, એટલે કે “આ તે જ છે' એવી બુદ્ધિ તો થાય જ છે તે નહીં થવાની આપત્તિ આવશે. છતાં ઉત્તરક્ષણની ઉત્પત્તિ માનતા હો તો આનું કારણ કોણ? અર્થાત્ પૂર્વેક્ષણ નાશ પામેલ હોવાથી ઉત્તરક્ષણને ઉત્પન્ન કરનાર કોઈ નથી. તેથી) નિરન્વયનાશ માનવામાં ઉત્તરક્ષણને ઉત્પન્ન કરનાર કોઈ કારણ હાજર ન હોવાથી ઉત્તરક્ષણની અનુત્પત્તિ થવાની આપત્તિ આવે છે. વળી 15 તમારા મતે પૂર્વેક્ષણ એકાન્ત નાશ થઈ ગઈ હોવાથી તે અસતુ જેવી જ છે. તેથી તે કોઇ કાર્ય કરી શકે નહીં. માટે તમારો ક્ષણિકવાદ યોગ્ય નથી.' (૪) સંસારી સત્ત્વો દેહવ્યાપી છે. એવું અમે પૂર્વે જ કહી દીધું છે. તથા જીવનો સર્વથા નાશ ન થતો હોવાથી સિદ્ધો પણ વિદ્યમાન છે જ. સત્ નો સર્વથા નાશ થતો નથી એ વાત અન્ય લોકોએ પણ કહી છે – “અસત્ વસ્તુની ક્યારેય વિદ્યમાનતા થતી નથી, કે સત્ વસ્તુનો અભાવ 20 થતો નથી. એ પ્રમાણે તત્ત્વદર્શીઓએ સત–અસત્ બંનેનો અંતકનિશ્ચય જોયેલો છે, અર્થાત્ બંનેનો એ પ્રમાણેનો પરમાર્થ જોયેલો છે.” | વિગેરે. ' (૧૬) કાળની આશાતનાના કારણે... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. આશાતના આ પ્રમાણે – કાળ છે જ નહીં અથવા આખું જગતું કાળનો વિકાર છે. તે દુર્નય આ પ્રમાણે છે – “કાળ જીવોને પકાવે છે, (અર્થાત્ જન્મ, બાળપણ, યુવા વિગેરે જુદી જુદી અવસ્થાઓ પમાડે 25 છે.) કાળ પ્રજાનો સંહાર કરે છે. બધા સૂતા હોય તો પણ કાળ જાગે જ છે. (અર્થાત્ કાળ પોતાનું કામ યથાવસર બજાવી લે છે. તે કોઇની શરમ રાખતો નથી.) કાળ એ દૂરતિક્રમ છે અર્થાત્ કાળને ઓળંગવો કે પરાજિત કરવો શક્ય નથી. III” વિગેરે. ઉત્તર – કાળ છે કારણ કે તે કાળ વિના બકુલ, ચંપક વિગેરે વૃક્ષો જે અમુક સમયે જ પુષ્પ વિગેરેનું દાન કરે છે તે ઘટે નહીં. અને વિશ્વ એ કાળની પરિણતિ નથી કારણ કે તમે કાળને નિત્ય માનો છો અને જે એકાન્ત નિત્ય 30 હોય તેમાં જુદા જુદા પરિણામો ઘટતા નથી. (આશય એ છે કે તમારા મતે એકાન્ત નિત્ય વસ્તુ
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy