________________
૩૩૨ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
'सव्वपाणभूयजीवसत्ताणं आसायणाए' सर्वप्राणभूतजीवसत्त्वानामाशातनया, क्रिया प्राग्वत्, तत्र प्राणिनः द्वीन्द्रियादयः व्यक्तोच्छ्वासनिःश्वासा, अभूवन् भवन्ति भविष्यन्ति चेति भूतानि - पृथिव्यादयः, जीवन्तीति जीवा - आयुः कर्मानुभवयुक्ताः सर्व एवेत्यर्थः सत्त्वा: - सांसारिकसंसा रातीतभेदाः, एकार्थिका वा ध्वनय इति, आशातना तु विपरीतप्ररूपणादिनैव, तथाहि5 अङ्गुष्ठपर्वमात्रो द्वीन्द्रियाद्यात्मेति, पृथिव्यादयस्त्वजीवा एव, स्पन्दनादिचैतन्यकार्यानुपलब्धेः, जीवा: क्षणिका इति, सत्त्वाः संसारिणोऽङ्गुष्ठपर्वमात्रा एव भवन्ति, संसारातीता न सन्त्येव, अपि तु प्रध्यातदीपकल्पोपमो मोक्ष इति, उत्तरं - देहमात्र एवात्मा, तत्रैव सुखदुःखादितत्कार्योपलब्धेः, पृथिव्यादीनां त्वल्पचैतन्यत्वात् कार्यानुपलब्धिर्नाजीवत्वादिति, जीवा अप्येकान्तक्षणिका न भवन्ति,
પ્રવર્તાવશે.' એવું જો તમે કહેશો તો તે પણ નહીં ઘટે કારણ કે તમે) પ્રકૃતિના પ્રવર્તક તરીકે 10 પરને=પુરુષને સ્વીકારેલો નથી. (નહીં તો પુરુષ કર્તા થઇ જશે. આમ, પ્રકૃતિ જડ હોવાથી લોકને બનાવવામાં તેની પ્રવૃત્તિ ઘટતી ન હોવાથી પ્રકૃતિપુરુષના સંયોગથી પણ લોક બનેલો નથી. માટે) તમે જે કંઈ કહ્યું તે બધું જ વિરુદ્ધ છે = યુક્તિક્ષમ નથી. IIભા૦ ૨૧૬-૧૭-૧૮
(૧૫) સર્વ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોની આશાતનાના કારણે... ક્રિયા પૂર્વની જેમ જાણવી. તેમાં સ્પષ્ટપણે ઉચ્છવાસ–નિઃશ્વાસવાળા બેઇન્દ્રિય વિગેરે પ્રાણી તરીકે જાણવા. જે થયા, 15 જે થાય છે અને જે થશે તે ભૂતો અર્થાત્ પૃથ્વી વિગેરે. જે જીવે છે તે જીવો અર્થાત્ આયુષ્યકર્મના અનુભવથી યુક્ત એટલે કે બધાં જ. તથા સાંસારિકજીવો અને સિદ્ધના જીવો સત્ત્વ તરીકે જાણવા. અથવા પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ આ બધા શબ્દો એકાર્થિક જાણવા. આ બધાની આશાતના વિપરીતપ્રરૂપણા વિગેરેવડે જ જાણવી.
તે આ પ્રમાણે – (૧) બેઇન્દ્રિય વિગેરેનો આત્મા અંગુઠાના પર્વમાત્રમાં જ રહેલો છે. 20 પરંતુ સંપૂર્ણ શરીરવ્યાપી નથી.) (૨) પૃથ્વી વિગેરે જીવ નહીં પણ અજીવ જ છે કારણ કે હલન— ચલન થવું વિગેરે ચૈતન્યના કાર્યો = ફળ છે અર્થાત્ જો ચૈતન્ય હોય તો તે હલનચલન વિગેરે કરે. પરંતુ આવા કોઇ કાર્યો પૃથ્વી વિગેરે જીવોમાં જણાતા નથી તેથી તે અજીવ=જડ જ છે. (૩) જીવો ક્ષણિક છે. (૪) સાંસારિકસત્ત્વ (=તેમનો આત્મા) અંગુઠાના પર્વમાત્રમાં જ રહેલો છે. વળી (૫) સિદ્ધો તો છે જ નહીં. અને મોક્ષ ઓળવાયેલ દીપક જેવી ઉપમાવાળો છે. (અર્થાત્ 25 જેમ ઘી-તેલ પૂરું થતાં જ્યોત બૂઝાઇ જાય છે, તે સમયે જ્યોત ક્યાં ગઇ ? નાશ પામી. બસ, તેની જેમ સર્વ કર્મો પૂર્ણ થતાં આત્માનું બ્રહ્માંડમાં વિલીનીકરણ = સ્વતંત્ર અસ્તિત્વનો નાશ થાય છે. આનું નામ જ મોક્ષ.)
=
આ બધી જ દલીલોનો હવે ઉત્તર અપાય છે કે – (૧) બેઈન્દ્રિયાદિ સર્વજીવોનો આત્મા અંગુઠાના પર્વમાત્રમાં રહેલો છે એવું નથી પરંતુ સંપૂર્ણ દેહમાં વ્યાપીને રહેલો છે, કારણ કે સુખ, કે 30 દુઃખ વિગેરે આત્માના કાર્યો સંપૂર્ણ દેહમાં જણાય છે. (૨) પૃથ્વી વિગેરે જીવોમાં કાર્યની જે. અનુપલબ્ધિ થાય છે. તે તેઓમાં અલ્પચૈતન્ય હોવાને લીધે થાય છે. પરંતુ અજીવ છે માટે અનુપલબ્ધિ થાય છે એવું નથી. (૩) જીવો પણ એકાન્તે ક્ષણિક નથી, કારણ કે (જીવોને એકાન્તે ક્ષણિક