________________
તેત્રીસ આશાતનાઓ (પામ... સૂત્ર) ૩૧૭
आसां व्याख्या - इहाकारणे रत्नाधिकस्याऽऽचार्यादेः शिक्षकेणाऽऽशातनाभीरुणा सामान्येन पुरतो गमनादि न कार्यं, कारणे तु मार्गापरिज्ञानादौ ध्यामलदर्शनादौ च विपर्ययः, अयं च विपर्ययः सर्वत्र सामाचार्यनुसारेण स्वबुद्ध्याऽऽलोचनीयः, तत्र पुरतः - अग्रतो गन्ताऽऽशातनावानेव, तथाहि—अग्रतो न गन्तव्यमेव, विनयभङ्गादिदोषात्, 'पक्ख 'त्ति पक्षाभ्यामपि गन्ताऽऽशातनावानेव, अतः पक्षाभ्यामपि न गन्तव्यमुक्तदोषप्रसङ्गादेव, 'आसन्ने 'ति पृष्ठतोऽप्यासन्नं गन्तैवमेव वक्तव्यः, तत्र निःश्वासक्षुतश्लेष्मकणपातादयो दोषाः, ततश्च यावता भूभागेन गच्छत एते न भवन्ति तावता गन्तव्यमिति, एवमक्षरगमनिका कार्या, असम्मोहार्थं तु दशासूत्रैरेव प्रकटार्थैर्व्याख्यायन्ते, तद्यथा'पुरओ'त्ति सेहे राइणियस्स पुरओ गंता भवइ आसायणा सेहस्स १, पक्खत्ति सेहे राइणियस्स पक्खे गंता भवइ आसायणा सेहस्स २, आसण्णत्ति सेहे राइणियस्स आसन्नं गंता भवइ
5
ટીકાર્થ: આશાતનાના ભીરુ એવા સાધુએ નિષ્કારણ આચાર્ય વિગેરે રત્નાધિકની આગળ 10 ચાલવું વિગેરે કૃત્યો સામાન્યથી કરવા જોઈએ નહીં. પરંતુ જો કારણ હોય અર્થાત્ આચાર્યને રસ્તાનો ખ્યાલ ન હોય વિગેરે અને ધ્યામલથી (=આંખનો રોગ વિશેષ. તેનાથી) ધુધળું દેખાતું હોય એટલે કે સ્પષ્ટ ન દેખાતું હોય વિગેરે કારણમાં વિપર્યય જાણવો. (અર્થાત્ જ્યાં જેનો નિષેધ કહ્યો છે ત્યાં તેનું જ વિધાન સમજવું.) અને આ વિપર્યય સર્વત્ર સામાચારી અનુસારે પોતાની બુદ્ધિથી
વિચારવો.
15
તેમાં આગળ જનારો શિષ્ય આશાતનાવાળો જ છે. તે આ પ્રમાણે – ગુરુથી આગળ ચાલવાનું જ નથી, કારણ કે વિનયભંગ વિગેરે દોષો થાય. ગુરુની આજુબાજુ ચાલનારો આશાતનાવાળો જ છે. તેથી વિનયભંગ વિગેરે દોષોને કારણે આજું—બાજુ પણ ચાલવાનું નથી. એ જ પ્રમાણે ગુરુની પાછળ પણ એકદમ નજીક ચાલનારો પણ આશાતનાવાળો જ છે, કારણ કે એકદમ નજીક ચાલતાં શિષ્યના નિઃશ્વાસ, છીંક ખાતા શ્લેષ્મના કણિયા ગુરુને સ્પર્શવા વિગેરે દોષો લાગે છે. 20 તેથી જેટલા દૂર રહીને આ દોષો ન લાગે તેટલા ગુરુથી દૂર ચાલવું જોઈએ. આ પ્રમાણે
સંગ્રહણિકારની ત્રણે ગાથાઓની અક્ષરવ્યાખ્યા કરવી.
છતાં શિષ્યાદિને સંમોહ ન થાય તે માટે સ્પષ્ટ અર્થવાળા દશાશ્રુત સ્કંધના (૩જા અધ્યયનના) સૂત્રોદ્વારા ગુરુની તેત્રીસ આશાતનાઓનું વ્યાખ્યાન કરાય છે. તે આ પ્રમાણે હ્ર
(૧) ‘પુરો’ – શૈક્ષ (=રત્નાધિક સિવાયના બધા સાધુઓ) રત્નાધિકની (=ગુરુ અથવા 25 પર્યાયથી જે મોટા હોય તેની) આગળ ચાલનારો થાય છે ત્યારે શૈક્ષને આશાતના થાય છે. (આ અને આગળ જણાવાતી આશાતનાઓ નિષ્કારણ હોય ત્યારે સમજવી. કારણ હોય તો પોત–પોતાની સામાચારી અનુસારે જયણા સમજી લેવી.) (૨) ‘પવä' – રત્નાધિકની આજુબાજુ ચાલતા શૈક્ષને આશાતના થાય છે. (૩) ‘આસા’ રત્નાધિકની પાછળ પણ ઘણા નજીકમાં ચાલનારને ८४. पुरत इति शैक्षो रालिकस्य पुरतो गन्ता भवत्याशातना शैक्षस्य १, पक्षेति शैक्षो रानिकस्य पक्षयोर्गन्ता 30 भवत्याशातना शैक्षस्य २ आसन्नमिति शैक्षो रत्नाधिकस्य आसन्नं गन्ता भवति आशातना शैक्षस्य ३, 'चिट्ठ'ति शैक्षो रत्नाधिकस्य पुरतः स्थाता भवति