SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) १६ ॥१३॥ साहुवगारित्ति अहं नामड्डो तह समुद्दिसिउमाओ । एयाएऽवत्थाए तं अच्छसि भत्तलोभिल्लो ॥१४॥ अमियमिव मण्णमाणो तं फरुसगिरं तु सो उ संभंतो । चलणगओ खामेड़ धुवइ य तं असुइमललित्तं ॥१५॥ उट्ठेह वयामोत्ती तह काहामी जहा हु अचिरेणं । होहिह निरुआ तुब्भे बेती न वएमि गंतुं जे ॥१६॥ आरुह मे पिट्ठीए आरूढो ताहे तो पयारं च । परमासुइदुग्गंधं मुयई 5 पिट्ठीए फरुसं च ॥१७॥ बेइ गिरं धिग्मुंडिय ! वेगविघाओ कओत्ति दुक्खविओ । इय बहुविहमक्कोस प प सोऽवि भगवं तु ॥ १८ ॥ ण गणेई फरुसगिरं णयावि तं दुसइ तारिसं गंधं । चंदणमिव मण्णतो मिच्छामीह दुक्कडं भणइ ॥ १९ ॥ चिंतेड़ किह करेमी किह हु समाही हविज्ज साहुस्स ? તું કશું કરતો તો નથી.) ‘હું સાધુ ઉપર ઉપકાર કરનારો છું' એ પ્રમાણે નામથી જ તું આશ્ર્ચયુક્ત છે. (અર્થાત્ ‘સાધૂપકારી’ એ પ્રમાણેનું તું માત્ર નામ જ ધારણ કરે છે, પણ ઉપકાર તો કરતો 10 નથી.) તથા ભોજન કરીને તું આવેલો છે. મારી આવી અવસ્થા હોવા છતાં તું ભોજનના લોભવાળો છે.” ગ્લાનની આવી કર્કશ વાણીને અમૃત જેવી માનતો તે નંદિષેણમુનિ આદરસહિત પગમાં પડેલો સ્વાપરાધની ક્ષમા માંગે છે અને અશુચિમલથી લેપાયેલ તે સાધુને ધુવે છે અને કહે છે – “ઊઠો, અહીંથી આપણે જઈએ. તથા તે રીતે હું કરીશ કે જે રીતે તમે શીઘ્ર નીરોગી થઈ જશો.” ગ્લાન કહે છે કે – “હું ગ્લાન હોવાથી અહીંથી જવા માટે શક્તિમાન નથી.” સ્ને’ શબ્દ 15 વાક્યાલંકારમાં જાણવો. નંદિષેણે કહ્યું – “તમે મારી પીઠ ઉપર ચઢી જાઓ.' ગ્લાન પીઠ ઉપ૨ ચઢી ગયો. ત્યાર પછી તે દેવ મુનિની પીઠ ઉપર સ્પર્શથી કર્કશ, અત્યંત અશુચિરૂપ હોવાથી દુર્ગંધી એવા મળમૂત્રને મૂકે છે અને આવા પ્રકારની વાણીને કહે છે – “હે મૂંડ્યા !ધિક્કાર છે તને, તે મારા વેગનો વિઘાત કર્યો છે (અર્થાત્ પીઠ ઉપર બેસાડીને તે મારા મળ–મૂત્રના વેગને અટકાવ્યો છે.) તેથી હું ઘણો દુ:ખી થયો છું.” આવા બધા ઘણા પ્રકારે ડગલે ડગલે આક્રોશ કરે છે. = 20 તે સમયે તે ભગવાન એવા નંદિષણમુનિ તે કર્કશવાણી ઉપર કોઈ ધ્યાન આપતા નથી, (અર્થાત્ તેવી વાણી સાંભળ્યા પછી પણ મનમાં દુઃર્ભાવ કરતા નથી.) કે તે ગ્લાનની ગર્હા કરતા નથી, ઊલટું દુર્ગંધી એવા પણ તે મળ–મૂત્રને ચંદનના લેપની જેમ માનતા તે મુનિ મિચ્છા મિ દુક્કડં કહે છે. તથા વિચારે છે કે કેવી રીતે કરું ? કે જેથી આ સાધુમહાત્માને સમાધિ પ્રાપ્ત થાય. १६. ॥१३॥ साधूपकार्यहमिति नाम्नाऽऽढ्यः, तथा समुद्दिश्याथायातः । एतस्यामवस्थायां त्वं तिष्ठसि 25 भक्तलोलुपः ॥ १४ ॥ अमृतमिव मन्यमानस्तां परुषगिरं तु स तु संभ्रान्तः । चरणगतः क्षामयति प्रक्षालयति च तमशुचिमललिप्तम् ॥१५ ॥ उत्तिष्ठ व्रजाव इति तथा करिष्यामि यथाऽचिरेणैव । भविष्यसि नीरोगस्त्वं ब्रवीति शक्नोमि न गन्तुं ॥ १६ ॥ आरोह मम पृष्टौ आरूढस्तदा ततः प्रचारं (विष्टां ) च परमाशुचिदुर्गन्धं मुञ्चति पृष्टौ परुषां च ॥ १७॥ ब्रवीति गिरां धिग् मुण्डित ! वेगविघातः कृत इति दुःखापितः । इति बहुविधमाक्रोशति पदे पदे सोऽपि भगवांस्तु ॥ १८ ॥ न गणयति परुषगिरं न चापि तं दूषयति तादृशं गन्धम् । 30 चन्दनमिव मन्यमानो मिथ्या मे दुष्कृतं भणति ॥ १९ ॥ चिन्तयति कथं कुर्वे कथं च समाधिर्भवेत् साधोः
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy