SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ નંદિષણમુનિની કથા (TTFo...સૂત્ર) તા ૧૭ उ कायव्वं । तं कुणइ तिव्वसद्धो खायजसो सक्कगुणकित्ती ॥७॥असद्दहेण देवस्स आगमो कुणइ दो समणरूवे । अतिसारगहियमेगो अडविठिओ अइगओ बीओ ॥८॥ बेति गिलाओ पडिओ वेयावच्चं तु सद्दहे जो उ । सो उठेऊ खिप्पं सुयं च तं नंदिसेणेणं ॥९॥ छटोववासपारणयमाणियं कवल घेत्तुकामेण । तं सुयमेत्तं रहसुट्ठिओ य भण केण कज्जंति ॥१०॥ पाणगदव्वं च तहिं जं णत्थि तेण बेइ कज्जं तु । निग्गय हिंडंतो कुणइ अणेसणं नविय पेल्लेइ ॥११॥ इय 5 एक्कवारबितियं च हिंडिओ लद्ध ततियवारंमि । अणुकंपाए तरंतो तओ गओ तस्सगासं तु ॥१२॥ खरफरुसनिटुरेहिं अक्कोसइ सो गिलाणओ रुट्ठो । हे मंदभग्ग ! फुक्किय ! तूससि तं नाममेत्तेणं તીવ્રશ્રદ્ધાપૂર્વક તે નંદિષેણ વૈયાવચ્ચને કરે છે. જેના પ્રભાવે સર્વશ્રમણ સંઘમાં તેનો યશ ફેલાયો. તે સમયે શક્રેન્દ્ર પોતાની સભામાં તેના ગુણોનું કીર્તન કર્યું. શક્રેન્દ્રની વાત ઉપર અશ્રદ્ધાવાળો એક દેવ મનુષ્યલોકમાં આવ્યો. તે શ્રમણોના બે રૂપ કરીને આવે છે. બેમાંથી એક સાધુને પુષ્કળ 10 પ્રમાણમાં ઝાડા થવા લાગ્યા. તે સાધુ જંગલમાં જ રહ્યો. અને બીજો સાધુ (જયાં નંદિષેણમુનિ હતા તે ઉપાશ્રયવાળા) ગામમાં અંદર ગયો. ઉપાશ્રયમાં આવીને તે બીજો સાધુ કહે છે કે – એક સાધુ ગ્લાન થઈને જંગલમાં રહ્યો છે. તેથી જે તમારામાં વૈયાવચ્ચની રૂચિવાળો હોય તે સાધુ શીધ્ર ઉઠો. આ વાત છઠ્ઠના ઉપવાસના પારણે લાવેલ આહારને વાપરવાની ઈચ્છાવાળા નંદિષેણમુનિએ સાંભળી. આ વાતને સાંભળતાની 15 સાથે ઉતાવળે ઊભો થયેલો નંદિષેણ દેવને કહે છે – “બોલ, તારે શેની જરૂર છે?” દેવ કહે છે – “જે કારણથી ત્યાં (=પેલા ગામમાં) પાણી નથી તેથી તેની જરૂર છે.”નંદિષણમુનિ પાણીની ગવેષણા કરવા માટે ઉપાશ્રયમાંથી નીકળીને ફરે છે. પાણી માટે જ્યારે મુનિ ઘરે-ઘરે ફરે છે, ત્યારે તે દેવ અનેષણાને=પાણીની અશુદ્ધિને કરે છે. મુનિ તેવા અશુદ્ધ પાણીને ગ્રહણ કરતો નથી. આ પ્રમાણે તે ગામમાં એકવાર, બેવાર ભમે છે. છતાં પાણી મળતું નથી. ત્રીજીવાર જ્યારે 20 ભમે છે ત્યારે પાણી મળી ગયું. ભક્તિથી ઉતાવળા પગે નંદિષેણમુનિ તે ગ્લાન પાસે ગયો. ત્યાં તે ગ્લાન ગુસ્સે થયેલો ખર, પરુષ, નિષ્ફર એવા વાક્યોવડે નંદિષેણ ઉપર આક્રોશ કરે છે – “હે મંદભાગ્ય ! હે ફૂવૃત્ ! (અર્થાત્ અત્યંત અસાર હોવાથી ફોતરાની જેમ ફૂકાયોગ્ય !) તું નામમાત્રથી જ સંતોષ થા (અર્થાત્ વૈયાવચ્ચકર તરીકેની ખ્યાતિ તારી નામમાત્ર જ છે પરંતુ ૨૫. કર્તવ્યમેવા તોતિ તીવ્રશ્રદ્ધ થતા શUત્તિઃ છો શ્રદ્ધાને દેવી: રોતિ 25 द्वे श्रमणरूपे । अतिसारगृहीत एकोऽटव्यां स्थितोऽतिगतो द्वितीयः ॥८॥ ब्रवीति ग्लानः पतितो वैयावृत्त्यं तु श्रद्दधाति यस्तु । स उत्तिष्ठतु क्षिप्रं श्रुतं च तन्नन्दिषेणेन ॥९॥ षष्ठोपवासपारणकमानीतं कवलान् गृहीतुकामेन । तच्छ्रुतमात्रे रभसोत्थितश्च भण केन कार्यमिति ? ॥१०॥ पानकद्रव्यं च तत्र यन्नास्ति तेन ब्रवीति कार्यं तु । निर्गतो हिण्डमाने करोत्यनेषणां न च प्रेरयति ॥११॥ एवमेकवारं द्वितीयं च हिण्डितो लब्धं तृतीयवारे । अनुकम्पया त्वरयन् ततो गतस्तत्सकाशं तु ॥१२॥ खरपरुषनिष्ठुरैराक्रोशति स ग्लानो 30 रुष्टः । हे मन्दभाग्य ! फूत्कृत ! तुष्यसि त्वं नाममात्रेण
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy