SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) गोयमधिज्जाइचक्कयरो ॥१॥ तस्स य धारिणी भज्जा गब्भो तीए कयाइ आहूओ । धिज्जाइ मओ छम्मास गब्भ धिज्जाइणी जाए ॥२॥ माउलसंवडणकम्मकरणवेयारणा य लोएणं । नत्थि तुह एत्थ किंचिवि तो बेती माउलो तं च ॥३॥ मा सुण लोयस्स तुमं धूयाओ तिण्णि तासि जेट्ठयरं । दाहामि करे कंमं पकओ पत्तो य वीवाहो ॥४॥ सा नेच्छई विसण्णो माउलओ बेइ बिइय दाहामि। 5 सावि य तहेव निच्छइ तइयत्ती निच्छए सावि ॥५॥ निविण्णनंदिवद्धणआयरियाणं सगासि निक्खंतो । जाओ छट्ठक्खमओ गिण्हइ य अभिग्गहमिमं तु ॥६॥ बालगिलाणाईणं वेयावच्चं मए નામના ગામમાં ગૌતમનામે એક બ્રાહ્મણ હતો. તે ચક્રચર એટલે કે ભિક્ષાચર હતો. (કુંભારના ચક્રની જેમ જે ભિક્ષાર્થી ગ્રામ વિગેરેમાં ચરે ફરે તે ચક્રચર=ભિક્ષાચર કહેવાય છે.) તેને ધારિણી નામે પત્ની હતી. જતા દિવસે ધારિણીને ગર્ભ રહ્યો. ધારિણીનો ગર્ભ છ મહિનાનો થયો ત્યારે 10 તે ગૌતમબ્રાહ્મણ મૃત્યુ પામ્યો, અને જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે ધારિણી મૃત્યુ પામી. . . માતા–પિતા મૃત્યુ પામ્યા હોવાથી મામા પાસે તે બાળક વૃદ્ધિ પામે છે. બાળક થોડો મોટો થતાં મામા પાસે રહીને ખેતી, પશુપાલન વિગેરે કામો કરે છે. થોડાક કાળ પછી લોકો તે બાળકને કહેવા લાગ્યા કે – “આ ઘરમાં તું મોટો થવા છતાં તારી માલિકીનું અહીં કશું નથી.” (વારંવાર લોકો પાસેથી આવું સાંભળતા–સાંભળતા તે બાળકને હવે ખેતી, પશુપાલન વિગેરેમાંથી રસ ઓછો 15 થવા લાગ્યો ત્યારે, તેના મામા તેને કહે છે કે – “તું લોકના વચનો સાંભળ નહીં. મારા ઘરે મારી ત્રણ દીકરીઓ છે. તેમાંથી જે મોટી દીકરી છે. તેને હું તને આપીશ.” આ પ્રમાણે મામાવડે સમજાવતા તે ફરી પોતાના કાર્યને કરવામાં લાગી ગયો અને જતા દિવસે વિવાહનો અવસર પ્રાપ્ત થયો. પરંતુ પ્રથમ દીકરી (કદરૂપો હોવાના કારણે) વિવાહ માટે તૈયાર થતી નથી. તેથી ખેદ 20 પામેલો મામો કહે છે – “હું બીજી દીકરીને આપીશ.” તે પણ તે પ્રમાણે વિવાહ માટે ઇચ્છતી નથી. ત્યારે મામા ત્રીજી આપવાનું કહે છે. પરંતુ તે પણ ઇચ્છતી નથી. તેથી વૈરાગ્યને પામેલા તેણે નંદિવર્ધનનામના આચાર્ય પાસે દીક્ષી લીધી. અને છઠ્ઠને પારણે છઠ્ઠ કરવારૂપ છઠ્ઠનો તપ કરનાર થયો. તે સમયે તે આગળ કહેવાતા સ્વરૂપવાળા અભિગ્રહને ધારણ કરે છે. તે આ પ્રમાણે કે –“બાળ, ગ્લાન વિગેરેનું વૈયાવચ્ચ મારે કરવું.” 25 १४. गौतमो धिग्जातीयश्चक्रकरः ॥१॥ तस्य च धारिणीभार्या गर्भस्तस्याः कदाचिज्जातः । धिग्जातीयो मृतः षण्मासगर्भे धिग्जातीया जाते ॥२॥ मातुलसंवर्धनं कर्मकरणं विचारणा च लोकेन । नास्ति तवात्र किञ्चिदपि तदा ब्रवीति मातुलस्तं च ॥३॥ मा शृणु लोकस्य त्वं दुहितरस्तिस्रस्तासां ज्येष्ठतरां । दास्यामि कर्तुं कर्म प्रवृत्तवान् प्राप्तश्च विवाहः ॥४॥सा नेच्छति विषण्णो मातुलो ब्रवीति द्वितीयां दास्यामि । सापि च तथैव नेच्छति तृतीयेति नेच्छति सापि ॥५॥ निविण्णो नन्दिवर्धनाचार्याणां सकाशे निष्क्रान्तः । जातः 30 षष्ठक्षपको गृह्णाति चाभिग्रहमिमं तु ॥६॥ बालग्लानादीनां वैयावृत्त्यं मया
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy