________________
તિતિક્ષા–નિવૃતિકન્યાની કથા (નિ. ૧૨૯૩) ૨૫૯ अस्य व्याख्या कथानकादवसेया, तच्चेदम्-इंदपुरं णयरं, इंददत्तो राया, तस्स इट्ठाण वराण देवीणं बावीसं पुत्ता, अण्णे भणंति-एगाए देवीए, ते सव्वे रण्णो पाणसमा, अन्ना एगा धूया अमच्चस्स, सा जं परं परिणंतेण दिट्ठा, सा अण्णया कयाइ ण्हाया समाणी अच्छइ, ताहे रायाए दिट्ठा, कस्सेसा ?, तेहिं भणियं-तुब्भं देवी, ताहे सो ताए समं एक्कं रत्तिं वुच्छो, सा य रितुण्हाया तीसे गब्भो लग्गो, सा य अमच्चेण भणिएल्लिया-जया तुब्भ गब्भो लग्गइ तया 5 ममं साहेज्जासि, ताहे सो दिवसो सिट्ठो मुहत्तो वेला जं च रायाए उल्लवियं साइतंकारो तेण तं पत्तए लिहियं, सो य सारवेइ, नवण्हं मासाणं दारओ जाओ, तस्स दासचेडाणि तद्दिवसं जायाणि, तं.-अग्गियओ पव्वयओ बहुलिगो सागरगो, ताणि सहजायाणि, तेण कलायरियस्स ટીકાર્ય : આ બંને ગાથાઓની વ્યાખ્યા કથાનકથી જાણવી. તે કથાનક આ પ્રમાણે છે – * % (૯) તિતિક્ષા ઉપર નિવૃતિકન્યાનું દષ્ટાન્ત 8
10 ઇન્દ્રપુરનામના નગરમાં ઇન્દ્રદત્તનામે રાજા હતો. તેને ઇષ્ટ અને પ્રધાનદેવીઓથી બાવીસ પુત્રો થયા. કેટલાક આચાર્ય કહે છે કે તેને એક જ દેવીથી બાવીસ પુત્રો થયા. તે બધા રાજાને પોતાના પ્રાણસમાન હતા. મંત્રીને એક દીકરી હતી. તેણીને રાજાએ લગ્ન કરતી વખતે જ જોઈ હતી. (અર્થાતું આ દીકરી સાથે રાજાએ લગ્ન કર્યા. તે સમયે જ રાજાએ એને જોઈ હતી. ત્યાર પછી બીજી વાર જોઈ નહોતી.) એકવાર તે ઋતુસ્નાતા હતી, (અર્થાત્ ઋતુકાળના ત્રણ દિવસ 15 પૂર્ણ થયા હતા.) ત્યારે રાજાએ તેણીને જોઈ. રાજાએ પૂછ્યું – “આ સ્ત્રી કોની છે?” સેવકાદિએ કહ્યું – “રાજન્ ! આ તમારી જ રાણી છે.” ત્યારે રાજા તેણી સાથે એક રાત્રિવાસ કર્યો. તે સમયે સ્ત્રી ઋતુસ્નાત હતી તેથી તેણીને ગર્ભ રહ્યો.
લગ્ન કર્યા તે સમયે મંત્રીએ આ દીકરીને કહી રાખ્યું હતું કે “જ્યારે તને ગર્ભ રહે ત્યારે તું મને કહેજે.” (આ પ્રમાણેની મંત્રી સાથે વાત થયેલી હોવાથી જયારે ગર્ભ રહ્યો) ત્યારે દીકરીએ 20 . પોતાના મંત્રીપિતાને તે દિવસ, મુહૂર્ત, વેળા કહ્યાં. તથા રાજા સાથે રાત્રિ સમયે જે કંઈ વાતચીત થઈ હતી તે બધી ખાતરી માટે વાતો કરી. મંત્રીએ તે બધું એક પત્રમાં લખી નાખ્યું. મંત્રી તે પત્ર અને દીકરીનું રક્ષણ કરે છે. નવ મહિના પૂર્ણ થતા બાળકનો જન્મ થયો. તે જ સમયે મંત્રીના દાસોને ત્યાં પણ પુત્રોનો જન્મ થયો તે આ પ્રમાણે – અગ્નિતક, પર્વતક, બહુલિક અને સાગર. આ બધા એક સાથે જન્મ્યા હતા. મંત્રી દૌહિત્રને કલાચાર્ય પાસે લઈ ગયો. २५. इन्द्रपुर नगरं, इन्द्रदत्तो राजा, तस्येष्टानां वराणां देवीनां द्वाविंशतिः पुत्राः, अन्ये भणन्ति-एकस्या देव्याः, ते सर्वे राज्ञः प्राणसमाः अन्यैका दुहिता अमात्यस्य सा यत्परं परिणयता दृष्टा, सा अन्यदा ऋतुस्नाता सती तिष्ठति, तदा राज्ञा दृष्टा, कस्यैषा ?, तैर्भणितं-युष्माकं देवी, तदा स तया सममेकां रात्रिमुषितः, सा च ऋतुस्नाता, तस्यां गर्भो लग्नः, सा चामात्येन भणितपूर्वा-यदा तव गर्भो भवेत्तदा मह्यं कथयेः, तया स दिवसो मुहूर्तो वेला यञ्च राज्ञोल्लप्तं सत्यङ्कारः (तत् सर्वमुक्तं ) तेन तत् पत्रके लिखितं, 30 स च सारयति, नवसु मासेषु दारको जातः, तस्य दासचेटास्तद्दिवसे जाताः तद्यथा-अग्निः पर्वतकः । 'बहुलिकः सागरः, ते सहजाताः, तेन कलाचार्याय
15