SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) पैडिवज्जइ, निग्गओ, एगत्थ वाणमंतरघरे पडिमं ठिओ, देवयाए सम्मद्दिट्ठियाए मा विणिस्सिहितित्ति इत्थिरूवेण उवहारं गहाय आगया, वाणमंतरं अच्चित्ता भणइ-गिण्ह एयं खमणत्ति, पललभूयं कूरं भक्खरूवाणि नाणापगाररूवाणि गहियाणि, खाइत्ता रत्तिं पडिमं ठिओ, जिणकप्पिया न सुवंति पोट्टसरणी जाया, देवयाए आयरियाण कहियं-सो सीसो अमुगत्थ, साहू पेसिया, 5 आणिओ, देवयाए भणियं-बिल्लगिरं दिज्जहित्ति दिन्नं, ठियं, सिक्खविओ य - न य एवं कायव्वं । निप्पडिकंमत्ति गयं ६ । इयाणिं अन्नायएत्ति, कोऽर्थः ?-पुट्वि परीसहसमत्थेणं जं उवहाणं कीरइ तं जहा लोगो न याणइ तहा कायव्वं, नायं वा कयं न नज्जेज्जा, पच्छन्नं वा कयं नज्जेज्जा, तत्रोदाहरणगाथा છે. ગચ્છમાંથી નીકળીને એક સ્થાને વાણવ્યંતરના મંદિરમાં પ્રતિમામાં=કાયોત્સર્ગમાં રહ્યો. 10 એક સમ્યગ્દષ્ટિ દેવ આ અનધિકૃત રીતે જિનકલ્પ સ્વીકારીને પોતાના આત્માને દુર્ગતિમાં ન નાંખે તે માટે સ્ત્રીનું રૂપ કરી પૂજાની સામગ્રી લઈને તે મંદિરમાં આવ્યો. વાણવ્યંતરની પ્રતિમાની પૂજા કરીને તે સ્ત્રી સાધુને કહે છે કે – “હે ક્ષપક ! આ ગ્રહણ કરો.” ત્યાં તે સાધુએ ચૂર્ણિભૂત એવા કૂર અને જુદા જુદા પ્રકારના ભઠ્ય પદાર્થો ગ્રહણ કર્યા. તે વાપરીને રાત્રિએ પ્રતિમામાં કાયોત્સર્ગમાં રહ્યો. (કારણ કે) જિનકલ્પિકોને રાત્રિએ સૂવાનું હોતું નથી. (આ સાધુએ ઘણું ખાધું અને રાત્રિએ 15 સૂતો નહીં તેથી અજીર્ણ થવાથી તેને) ઝાડા થયા. દેવે આચાર્યને વાત કરી કે – “તમારો તે શિષ્ય અમુક સ્થાને (બિમાર પડ્યો) છે. આચાર્યે સાધુઓને મોકલ્યા. સાધુઓ તેને લઈને આવ્યા. દેવે કહ્યું – “(તેને ઝાડા અટકાવવા) બીજોરામાંથી બનાવેલી વસ્તુ આપો.” આપી. જેથી ઝાડા અટકી ગયા. અને તે સાધુને હિતશિક્ષા આપી. આ પ્રમાણે સાધુએ કરવું નહીં. (અર્થાત્ નાગદત્ત સાધુએ નિષ્પતિકર્મતારૂપ જિનકલ્પ સ્વીકાર્યા બાદ જે ઔષધ ગ્રહણ કર્યું તે રીતે સાધુએ પ્રતિકર્મ 20 કરવું જોઇએ નહીં. નાગદત્તે જે ઔષધગ્રહણ કર્યું તે નિષ્પતિકર્મતા માટે વૈધર્મ છે.) નિષ્પતિકમતારૂપ છઠું દ્વાર પૂર્ણ થયું. ll૧૨૮૬ll અવતરણિકા : હવે “અજ્ઞાતતા” દ્વારા જણાવે છે. “અજ્ઞાતતા” એટલે શું ? – પરિષહને સહન કરવામાં સમર્થ એવા સાધુએ, જે તપ કરવાનો છે તે પ્રથમથી જ લોકો ન જાણે તે રીતે કરવો જોઈએ. જણાવેલો તપ જણાતો નથી. (જેમ કે હવે જણાવતા દૃષ્ટાંતમાં ધર્મઘોષમુનિ પોતાનો 25 તપ જણાવવા ગયા છતાં લોકોએ ધ્યાન આપ્યું નહીં.) ગુપ્ત તપ સામેથી જણાય જાય છે. (જેમ કે ધર્મયશમુનિ ગુપ્ત તપ કરે છે છતાં લોકોને ખબર પડી જાય છે.) અહીં ઉદાહરણ ગાથા – १४. प्रतिपद्यते, निर्गतः, एकत्र व्यन्तरगृहे प्रतिमया स्थितः, देवता सम्यग्दृष्टिः मा विनङ्क्षदिति स्त्रीरूपेणोपहारं गृहीत्वाऽऽगता, व्यन्तरमर्चयित्वा भणति-गृहाणैतत्क्षपक इति, पललभूतं कूरं भक्ष्यरूपाणि नानाप्रकार स्वरूपाणि गृहीतानि, खादित्वा रात्रौ प्रतिमां स्थितः, जिनकल्पिका न स्वपन्ति, अतिसारो जातः, 30 देवतयाऽऽचार्याणां कथितं-स शिष्योऽमुकस्थः, साधवः प्रेषिताः, आनीतः, देवतया भणिता:-बीजपूरगर्भ दत्त, दत्तः, स्थितः, शिक्षयितश्च- न चैवं कर्त्तव्यं । निष्प्रतिकर्मेति गतं । इदानीमज्ञात इति, पूर्वं परीषहसमर्थेन यदुपधानं क्रियते तत् यथा लोको न जानाति तथा कर्त्तव्यम्, ज्ञातं वा कृतं न ज्ञायेत प्रच्छन्नं वा कृतं ज्ञायेत ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy