________________
ઈર્યા વિગેરે સમિતિઓનું સ્વરૂપ (TTFo...સૂત્ર) ૧૩ तत्स्वरूपाभिधित्सयाऽऽह-प्राणातिपाताद्विरमणमित्यादीनि क्षुण्णत्वान्न विवियन्ते, प्रतिक्रामामि पञ्चभिः समितिभिः करणभूताभिर्योऽतिचारः कृतः, तद्यथा-ईर्यासमित्या भाषसमित्येत्यादि, तत्र संपूर्वस्य 'इण् गता'वित्यस्य क्तिन्प्रत्यान्तस्य समितिर्भवति, सम्-एकीभावेनेतिः समितिः, शोभनैकाग्रपरिणामस्य चेष्टेत्यर्थः, ईर्यायां समितिरीर्यासमितिस्तया, ईर्याविषये एकीभावेन चेष्टनमित्यर्थः, तथा च-ईर्यासमिति म रथशकटयानवाहनाक्रान्तेषु मार्गेषु सूर्यरश्मिप्रतापितेषु 5 प्रासुकविविक्तेषु पथिषु युगमात्रदृष्टिना भूत्वा गमनागमनं कर्तव्यमिति, भाषणं भाषा तद्विषया समितिर्भाषासमितिस्तया, उक्तं च- "भाषासमिति म हितमितासन्दिग्धार्थभाषणं", एषणा गवेषणादिभेदा शंकितादिलक्षणा वा तस्यां समितिरेषणासमितिस्तया, उक्तं च-“एषणासमितिर्नाम गोचरगतेन मुनिना सम्यगुपयुक्तेन नवकोटीपरिशुद्धं ग्राह्य मिति, आदानभाण्डमात्रनिक्षेपणासमितिःકહે છે – પ્રાણાતિપાતથી વિરમણ વિગેરે. આ મહાવ્રતોનું સ્વરૂપ પૂર્વે કહી દીધું હોવાથી તે 10 મહાવ્રતોનું વિવેચન અહીં કરાતું નથી.
- કરણભૂત એવી પાંચ સમિતિઓને કારણે જે અતિચાર કરાયો તેનું પ્રતિક્રમણ કરું છું. તે પાંચ સમિતિઓ આ પ્રમાણે છે – ઈર્યાસમિતિ, ભાષાસમિતિ વિગેરે. ‘રૂ ' ધાતુ ગતિ અર્થમાં વપરાય છે. “સમ્ ઉપસર્ગ પૂર્વકના આ ધાતુને ઝિન પ્રત્યય લાગતા સમિતિ શબ્દ થાય છે. સમિતિ એટલે એકાગ્રતા પૂર્વક ઈતિ તે સમિતિ, અર્થાત્ સુંદર અને એકાગ્ર પરિણામવાળા સાધુની 15 ચેષ્ટા=સંયમવ્યાપાર. ઈર્યાને વિશે જે સમિતિ તે ઇર્યાસમિતિ અર્થાત્ એકાગ્રતાપૂર્વકનું ગમન. (સ્પષ્ટ અર્થ જણાવે છે કે, રથ, ગાડું, યાન કે વાહનથી ખેડાયેલ, સૂર્યના કિરણોથી સ્પર્શયલ, (માટે જ) નિર્જીવ અને વનસ્પતિ વિગેરેના સંઘટ્ટનાદિથી વિવિક્ત=રહિત એવા માર્ગમાં યુગમાત્રદષ્ટિવાળા થઈને જે ગમનાગમન કરવું તે ઈર્યાસમિતિ કહેવાય છે. આ ઈર્યાસમિતિના કારણે (અર્થાત્ ઇર્યાસમિતિમાં, અવિધિ કરવાથી જે અતિચાર સેવાયો...)
20 બોલવું તે ભાષા. તવિષયક જે સમિતિ તે ભાષાસમિતિ, તેના કારણે જ અતિચાર સેવાયો...) કહ્યું છે – “હિતકર, પ્રમાણસર અને અસંદેહાત્મક એવા પદાર્થને બોલવો તે ભાષાસમિતિ છે.”
ગવેષણા વિગેરે (ઋગવેષણા, ગ્રાસેપણા અને ગ્રહણેષણા) ભેદોવાળી અથવા શંકિત વિગેરે દશ ભેદોરૂપ જે એષણા, તેને વિશે જે સમિતિ તે એષણાસમિતિ. તેના કારણે (જે અતિચાર 25 સેવાયો...) કહ્યું છે – ગોચરી માટે ગયેલા એવા મુનિએ સારી રીતે ઉપયોગપૂર્વક નવકોટિથી (= પચન, ક્રયન અને હનન આ ત્રણને મન, વચન અને કાયાથી કરણ—કરાવણ અને અનુમોદનરૂપ નવકાટીથી) પરિશુદ્ધ એવું અશનાદિ ગ્રહણ કરવું જોઈએ આ તેની એષણાસમિતિ છે.”
આદાનભાંડમાત્રનિક્ષેપણા સમિતિ : ભાંડમાત્ર એટલે ભાંડ = સામાન્યથી વસ્ત્ર–પાત્ર વિગેરે તમામ ઉપકરણો અને તે ઉપકરણો જ ભાંડમાત્ર. (અહીં માઠું = ૩૫રાં, તવ માં માત્ર આ 30