________________
૨૨૮
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
`खामिओ राया, तस्स कुमारामच्चा नत्थि, सो मग्गइ । इओ य कविलो नाम बंभणो णयरबाहिरियाए વસર, वेयालियं च साहुणो आगया दुक्खं वियाले नगरं अतियंतुमित्ति तस्स अग्निहोत्तस्स घरए ठिया, सो बंभणो चिंतेइ - पुच्छामि ता णे किंचि जाणंति नवत्ति ?, पुच्छिया, परिकहियं आयरिएहिं सो जाओ तं चेव रयणिं, एवं काले वच्चंते अण्णया अण्णे साहुणो तस्स घरे 5 वासारतिं ठिया, तस्स य पुत्तो जायमेत्तओ अंमरेवईए गहिओ, सो साहूण भा
भायणा हेट्ठा ठविओ, नट्ठा वाणमंतरी, तीसे य पया थिरा जाया, कप्पओत्ति से नामं कयं, ताणि दोवि कालगयाणि, इमोवि चोद्दससु विज्जाद्वाणेसु परिणिडिओ णाम लभइ पाडलिपुत्ते, # કલ્પકમંત્રીની કથા
આ રાજાને કોઈ મંત્રી નહોતો તેથી રાજા મંત્રીની શોધ કરે છે. આ બાજુ કપિલનામનો
10 બ્રાહ્મણ નગરની બહાર રહે છે. વિહાર કરીને ત્યાં આવેલા સાધુઓ સાંજના સમયે નગરમાં જવામાં તકલીફ પડશે એમ વિચારી નગરની બહાર જ તે અગ્નિહોત્રી કપિલબ્રાહ્મણના ઘરે રોકાયા. (પોતાને પંડિત માનતો) તે બ્રાહ્મણ વિચારે છે કે – “લાવ પૂછી જોઉં. આ સાધુઓ કંઈ જાણે છે કે નહીં ?” એમ વિચારી તેણે સાધુઓને (અમુક પ્રશ્નો) પૂછ્યાં. આચાર્યે સારી રીતે તેના જવાબ આપ્યા. જેથી તે જ રાત્રિએ તે ધર્મમાં શ્રદ્ધાવાળો થયો.
આ પ્રમાણે કેટલોક કાળ પસાર થયા બાદ એકવાર બીજા કો'ક સાધુઓ તેને ત્યાં ચોમાસા દરમિયાન રહ્યા. તે સમયે તે બ્રાહ્મણનો પુત્ર કે જેનામાં જન્મતાની સાથે અંમરેવતીનામની વાણવ્યંતરીએ પ્રવેશ કર્યો હતો તે બાળકને માતાએ પાત્રાઓને કલ્પ કરતા એટલે કે ધોતા એવા સાધુઓના પાત્રા નીચે સ્થાપિત કર્યો. (તેના પ્રભાવથી) વાણવ્યંતરી શરીરમાંથી નીકળી ગઈ. પછીથી તે માતાની પ્રજા (= બીજા જન્મતા બાળકો) સ્થિર થઈ. (કલ્પના પ્રભાવે આ પુત્ર સાજો થયો 20 હોવાથી) તેનું ‘કલ્પક’ નામ પાડ્યું. કપિજબ્રાહ્મણ અને તેની પત્ની (એટલે કે કલ્પકના માતા– પિતા) બંને મૃત્યુ પામ્યા.
ચૌદ વિદ્યાસ્થાનોમાં(=છ અંગો, ચાર વેદ, મીમાંસા, ન્યાયશાસ્ત્ર, પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં) પરિનિષ્ઠિત થયેલો તે કલ્પક આખા પાટલિપુત્રમાં (બીજા બ્રાહ્મણોમાં પ્રથમ) નામ પ્રાપ્ત કરે છે. તે કલ્પક સંતોષી હોવાથી દાનને ઇચ્છતો નથી. ઘણી કન્યાઓના માંગા આવવા છતાં તે કોઈ
15
25 ९३. क्षामितो राजा, तस्य कुमारामात्या न सन्ति स मार्गयति । इतश्च कपिलो नाम ब्राह्मणो नगरबाहिरिकायां वसति, विकाले च साधव आगता दुःखं विकाले नगरमतिगन्तुमिति तस्याग्निहोत्रस्य गृहे स्थिताः, स ब्राह्मणश्चिन्तयति-पृच्छामि तावत् एते किञ्चिज्जानन्ति न वेति ?, पृष्टाः, परिकथितमाचार्यैः, श्राद्धो जातस्तस्यामेव रजन्यां, एवं व्रजति काले अन्यदाऽन्ये साधवस्तस्य गृहे वर्षारात्रे स्थिताः, तस्य च पुत्रः जातमात्रोऽम्मरेवत्या गृहीतः, स साधुषु भाजनानि कल्पयत्सु भाजनानामधस्तात् स्थापितः, नष्टा व्यन्तरी 30 तस्याश्च प्रजा स्थिरा जाता, कल्पक इति तस्य नाम कृतं, तौ द्वावपि कालगतौ, अयमपि चतुर्दशसु विद्यास्थानेषु परिनिष्ठितो नाम लभते पाटलिपुत्रे,