SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિકા દ્વારા ફૂલવાલકમુનિનું ગ્રહણ (નિ. ૧૨૮૫) ( ૨૧૧ सैयणएण खंधाओ ओयारिया, सो य ताए खड्डाए पडिओ मओ रयणप्पहाए नेरइओ उवण्णो, तेवि कुमारा सामिस्स सीसत्ति वोसिरंति देवयाए साहरिया जत्थ भयवं तित्थयरो विहरइ, तहवि णयरी न पडइ, कोणियस्स चिंता, ताहे कलवालगस्स रुट्टा देवया आगासे भणड-समणे जड कूलवालए मागहियं गणियं लभेहिती । लाया य असोगचंदए, वेसालि नगरि लभिस्सइ ॥१॥ सुणेतओ चेव चंपं गओ कूलवालयं पुच्छइ, कहियं, मागहिया सद्दाविया, विडसाविया जाया, 5 पहाविया, का तस्स उप्पत्ती जहा णमोक्कारे पारिणामियाए बुद्धीए थूभेत्ति-'सिद्धसिलायलगमणं નથી ?” મેચનકહાથીએ બંનેને પોતાની પીઠ ઉપરથી નીચે ઉતાર્યા. પોતે તે ખાડામાં પડ્યો અને મર્યો. રત્નપ્રભાપૃથ્વીમાં (=પહેલી નરકમાં) નારક તરીકે ઉત્પન્ન થયો. (ખાડામાં હાથીને પડેલો જોઈને તે કેમ આગળ વધતો નહોતો? તેનો ખ્યાલ આવ્યો. બંનેને પુષ્કળ પશ્ચાત્તાપ થયો. તેથી) તે બંને કુમારોએ અમે ભગવાનના શિષ્ય છીએ એમ કહીને બધું 10 વોસિરાવી દીધું. તેથી દેવતાએ જયાં ભગવાન વિચરતા હતા ત્યાં બંનેનું સંહરણ કર્યું. (બંનેએ પ્રભુ પાસે દીક્ષા લીધી. એમના ગયા પછી પણ કોણિક નગરી જીતી શકતો નથી. ત્યારે તે પ્રતિજ્ઞા કરે છે કે જો હું આ નગરીને ગધેડા જોડેલા હળવડે ન ખેડું તો મારે અગ્નિપ્રવેશ કે ભૃગુપત કરવો.” આવી પ્રતિજ્ઞા સાથે કોણિક નગરી જીતવા ઘણો પ્રયત્ન કરે છે. ત ત્રિષ) છતાં નગરીના કિલ્લા તૂટતા નથી. કોણિકને વધારે ચિંતા થઈ. 15 કે તે સમયે કૂલવાલકમુનિ ઉપર ગુસ્સે થયેલી દેવતા આકાશમાં રહીને કોણિકને કહે છે – જો ફૂલવાલક શ્રમણ માગધિકાનામની વૈશ્યાને વશ થશે તો રાજા અશોકચંદ્ર (કોણિક) વૈશાલીનગરીને પ્રાપ્ત કરી શકશે. ૧.” સાંભળતાની સાથે કોણિક ચંપાનગરીમાં ગયો. ત્યાં ફૂલવાલકમુનિ માટે પૃચ્છા કરે છે. (અને સાથે માગધિક વૈશ્યા માટે પણ પૂછે છે.) લોકો પાસેથી સમાચાર જાણ્યા પછી કોણિક માગધિકાગણિકાને બોલાવે છે. (અને કહે છે કે કૂલવાલકમુનિને 20 વશ કરીને તારે અહીં લાવવાનો છે. ગણિકાએ વાતનો સ્વીકાર કર્યો. અને મુનિને લાવવાના ઉપાયરૂપે) કપટી શ્રાવિકા બની. કેટલાક સથવારા સહિત તેણીએ પ્રયાણ કર્યું. # કૂલવાલકમુનિની કથા ૪ કૂલવાલકમુનિ કોણ હતા? તેમનું કથાનક જે રીતે પૂર્વે નમસ્કારનિર્યુક્તિમાં પારિણામિકી બુદ્ધિના દષ્ટાંતોમાં જે સ્તૂપનું (ભા.૪ – પૃ. ૧૯૩) દષ્ટાન્ત કહ્યું હતું તે પ્રમાણે જાણવું. તે આ 25 પ્રમાણે – સિદ્ધશિલાતલ=ઉજ્જયંતપર્વત ઉપર આચાર્યનું ગમન, તેમની ઉપર ક્ષુલ્લક સાધુ દ્વારા ७६. सेचनकेन स्कन्धादवतारितौ, स च तस्यां गर्तायां पतितो मृतो रत्नप्रभायां नैरयिक उत्पन्नः, तावपि कुमारौ स्वामिनः शिष्याविति व्युत्सृजन्तौ देवतया संहृतौ यत्र भगवान् तीर्थकरो विहरति, तथापि नगरी न पतति, कोणिकस्य चिन्ता, तदा कूलवालकाय रुष्टा देवताऽऽकाशे भणति-श्रमणः कूलवालको यदि मागधिकां वेश्यां लप्स्यति । राजा चाशोकचन्द्रो वैशाली नगरी लप्स्यति ॥१॥ श्रृण्वन्नेव चम्पां गतः 30 कलवालकं पच्छति, कथितं, मागधिका शब्दिता विटश्राविका जाता. प्रधाविता. का तस्योत्पत्तिर्यथा नमस्कारे पारिणामिक्या बुद्ध्या स्तूप इति, सिद्धशिलातलगमन
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy