SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ ચેટક—કોણિકનું યુદ્ધ (નિ. ૧૨૮૫) * ૨૦૯ गूणवी रायाणो, तेसिंपि तिन्नि २ हत्थिसहस्साणि तह चेव नवरं सव्वं संखेवेण सत्तावण्णं, ता जुद्धं संपलग्गं, कोणियस्स कालो दंडणायगो, दो वूहा कया, कोणियस्स गरुडवूहो चेडगस्स सागरवूहो, सो जुज्झतो कालो ताव उवगओ जाव चेडगो, चेडएण य एगस्स य सरस् अभिग्गहो कओ, सो य अमोहो, तेण सो कालो मारिओ, भग्गं कोणियबलं, पडिनियत्ता सए २ आवासे गया, एवं दसहि दिवसेहिं दसवि मारिया चेडएण कालादीया, एक्कारसमे दिवसे 5 कोणिओ अमभत्तं गिण्हइ, सक्कचमरा आगया, सक्का भणड़-चेडगो सावगोत्ति, अहं न पहरामि नवरं सारक्खामि, एत्थ दो संगामा महासिलाकंडओ रहमुसलो य भाणियव्वो जहा पण्णत्तीए, ते किर चमरेण विउव्विया, ताहे चेडगस्स सरो वइरपडिरूवगे अप्फिडति, રાજાઓને ભેગા કર્યા. આ પ્રમાણે ચેટકરાજા સાથે ગણવાથી બધા મળીને ઓગણીસ રાજાઓ થયા. તે દરેક રાજા પાસે પણ ત્રણ–ત્રણ હજાર હાથી વિગેરે બધું કોણિકની જેમ જ હતું. પરંતુ સામાન્યથી 10 બધું મળીને સત્તાવન હજા૨ હાથી, એટલા જ ઘોડા અને એટલા જ રથો તથા સત્તાવન કરોડ સૈનિકો હતા. બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. કાલનામનો કોણિકનો ભાઈ દંડનાયક = સૈન્યનાયક હતો. બે વ્યૂહ (યુદ્ધ ખેલવાની પદ્ધતિવિશેષ) રચવામાં આવ્યા. તેમાં કોણિકનું ગરુડવ્યૂહ અને ચેટકરાજાનું સાગવ્યૂહ હતું. કાલ લડતા લડતા છેક ચેટકરાજા સુધી પહોંચી ગયો. ચેટકને એક બાણનો અભિગ્રહ હતો. (અર્થાત્ દિવસમાં એક જ બાણ છોડવાનો અભિગ્રહ હતો.) તે બાણ 15 (દેવના વરદાનરૂપ હોવાથી) અમોધ હતું. તેનાવડે કાલ મૃત્યુ પામ્યો. મૃત્યુ પામ્યો જાણી કોણિકનું સૈન્ય ભાંગી ગયું. બંનેનું સૈન્ય પાછું ફરી પોત–પોતાના આવાસમાં ગયું. (બીજ દિવસે બીજા ભાઈને દંડનાયક તરીકે મોકલી યુદ્ધ ખેલ્યું. તેમાં પણ ચેટકરાજાએ બીજા ભાઈને બાણથી માર્યો.) આ રીતે દશ દિવસોમાં કાલાદિ દશ ભાઈઓને ચેટકે માર્યા. અગિયારમે દિવસે કોણિક અઠ્ઠમ કરે છે જેથી શક્રેન્દ્ર અને ચમરેન્દ્ર આવ્યા. (કોણિકે બંને ઇન્દ્રોને કહ્યું – 20 “જો તમે પ્રસંન્ન થયા હો તો ચેટકરાજાને હણી નાંખો.”) શક્રેન્દ્રે કહ્યું – “ચેટકરાજા એ શ્રાવક છે તેથી હું તેની ઉપર પ્રહાર કરીશ નહીં પરંતુ તારું રક્ષણ કરીશ.” અહીં મહાશિલાકંટક અને રથમુશલ એમ બે યુદ્ધોનું વર્ણન ભગવતી સૂત્રમાં (શ. ૭, ઉ. ૯માં) જે રીતે કર્યું છે તે રીતે જાણી લેવું. આ બંને યુદ્ધો ચમરેન્દ્રએ વિકર્યાં. (તેમાં મહાશિલાકંટક યુદ્ધમાં શત્રુ તરફથી મહાશિલા ७४. एकोनविंशतीं राजान:, तेषामपि हस्तिनां त्रिसहस्त्री २ तथैव नवरं सर्वं संक्षेपेण सप्तपञ्चाशत्, तदा 25 युद्धं प्रवृत्तं, कोणिकस्य कालो दण्डनायकः, द्वौ व्यूहौ कृतौ, कोणिकस्य गरुडव्यूहश्चेटकस्य सागरव्यूहः, स युध्यमानः कालस्तावदुपगतो यावच्चेटकः, चेटकेन चैकस्य शरस्याभिग्रहः कृतः, स चामोघः, तेन स कालो मारितः, भग्नं कोणिकबलं, प्रतिनिवृत्ताः स्वके २ आवासे गताः, एवं दशभिर्दिवसैर्दशापि मारिताश्चेटकेन कालादयः, एकादशे दिवसे कोणिकोऽष्टमभक्तं गृह्णाति, शक्रचमरावागतौ, शक्रो भणतिचेटकः श्रावक इत्यहं न प्रहरामि नवरं संरक्षयामि, अत्र द्वौ संग्रामौ महाशिलाकण्टकरथमुशलौ च भणितव्यौ 30 यथा प्रज्ञप्तौ तौ किल चमरेण विकुर्वितौ तदा चेटकस्य शरो वज्रप्रतिरूपके स्खलति,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy