________________
૨૦૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૬) ताहे से चित्तं मउयं जायं, भणइ-किह खाई पुण मम गुलमोयए पेसेइ ?, देवी भणइ-मए ते कया, जेण तुमं सदा पिइवेरिओ उदरे आरद्धोत्ति सव्वं कहेइ, तहावि तुज्झ पिया न विरज्जइ, तो तुमे पिया एवं वसणं पाविओ, तस्स अरती जाया, सुर्णेतओ चेव उहाय लोहदंडं गहाय नियलाणि भंजामित्ति पहाविओ, रक्खवालगा नेहेणं भणंति-एस सो पावो लोहदंडं गहाय 5 एइत्ति, सेणिएण चिंतियं-न नज्जइ केणइ कुमारेण मारेहितित्ति तालउडं विसं खइयं जाव एइ ताव मओ, सुहृयरं अधिती जाया ताहे डहिऊण घरमागओ रज्जधुरामुक्कतत्तीओ तं चेव चिंतंतो अच्छइ, कुमारामच्चेहिं चिंतियं-नटुं रज्ज होइत्ति तंबिए सासणे लिहित्ता अक्खराणि जुण्णं
આ સાંભળીને કોણિકનું ચિત્ત પીગળી ગયું. તેણે પૂછ્યું – “તો પિતા મને શા માટે ગોળના મોદક મોકલતા હતા ?” (વાડું = ‘પુનઃ' અર્થમાં છે.) માતાએ કહ્યું – “તે મોદક મેં મોકલ્યા 10 હતા, પિતાએ નહીં. કારણ કે તું ગર્ભકાળથી લઈને પિતાનો વૈરી હતો વિગેરે સર્વ વાત કરી.
(તે પિતાને આટલું કષ્ટ આપ્યું છે, છતાં તારા પિતા તારાથી નારાજ થયા નથી. છતાં તું પિતાને બંદીખાનામાં નાખી દુઃખ આપી રહ્યો છે.” કોણિકને અરતિ થઈ. માતાની વાતો સાંભળતા સાંભળતા જ ઊઠીને લોહદંડને લઈ “બેડીઓ તોડી નાખું' એમ વિચારી દોડ્યો.
- રક્ષા કરનારા પહેરેગીરો શ્રેણિક પ્રત્યેના સ્નેહથી શ્રેણિકને કહે છે – “જુઓ, આ તે પાપી 15 લોહદંડને લઇને (તમને મારવા) આવે છે.” શ્રેણિકે વિચાર્યું – “જણાતું નથી કે આ હવે કયા
પ્રકારના ખરાબ મારથી મને મારશે?” એમ વિચારી પોતાની પાસે રહેલ તાલપુટ ઝેર ખાય છે. જેટલી વારમાં કોણિક આવે છે તેટલી વારમાં શ્રેણિક મૃત્યુ પામે છે. પિતાના મરણથી કોણિકને વધારે અવૃતિ થાય છે. પિતાના શરીરને બાળીને તે ઘરે આવ્યો. રાજયની ચિંતા છોડીને આખો દિવસ પિતા સાથેના કુવર્તનને તે વિચારતો રહે છે. 20 મંત્રીઓએ વિચાર્યું કે – “જો રાજા આ રીતે શોકમાં રહ્યા કરશે તો રાજય નાશ પામશે.”
તેથી તેઓએ તામ્રપત્રમાં (પિંડ વિગેરેના દાનથી મરેલા પિતા પણ પ્રાપ્ત થાય છે તિ વિષટ્યમ્ એવા) અક્ષરો લખાવીને તે તામ્રપત્રને જીર્ણ જેવું કરીને (જીર્ણ કરવાથી મહાપુરુષોના આ વચનો છે એવું કોણિકને લાગે) રાજા પાસે લાવવામાં આવ્યું. અને તે વંચાવીને મંત્રીઓએ કહ્યું કે –
७१. तदा तस्य चित्तं मृदु जातं, भणति-कथं पुनर्मह्यं गुडमोदकान् अप्रैषीत् ?, देवी भणति-मया ते 25 कृताः, येन त्वं सदा पितृवैरिकः, उदरे (आगमनात्) आरभ्येति सर्वं कथितं, तथापि तव पिता न
व्यरक्षीत्, स त्वया पितैवं व्यसनं प्रापितः, तस्यारतिर्जाता, श्रृण्वन्नेवोत्थाय लोहदण्डं गृहीत्वा निगडान् भनज्मि इति प्रधावितः, स्नेहेन रक्षपालकाः भणन्ति-एष स पापो लोहदण्डं गृहीत्वाऽऽयाति, श्रेणिकेन चिन्तितं न ज्ञायते केनचित् कुमरणेन मारयिष्यतीति तालपुटं विषं खादितं यावदेति तावन्मृतः,
सुष्ठुतराधृतिर्जाता, तदा दग्ध्वा गृहमागतो मुक्तराज्यधूस्तप्तिस्तदेव चिन्तयन् तिष्ठति, कुमारामात्यैश्चिन्तितं30 राज्यं नञ्जयतीति ताम्रिके शासने लिखित्वाऽक्षराणि जीर्णं