SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિક બંદીખાને (નિ. ૧૨૮૫) ૨૦૫ बंधेत्ता एक्कारसभाए रज्जं करेमोत्ति, तेहिं पडिस्सुयं, सेणिओ बद्धो, पुव्वण्हे अवरण्हे य कससयं दवावेइ, चेल्लणाइ कयाइ ढोयं न देइ, भत्तं वारियं, पाणियं न देइ, ताहे चेल्लणा कहवि . कुम्मासे वालेहिं बंधित्ता सयाउं च सुरं पवेसेइ, सा किर धोवइ सयवारे, सुरा पाणियं सव्वं होइ, तीए प्रभावेण वेयणा न होइ, अण्णया तस्स पउमावईए देवीए पुत्तो उदायीकुमारो जेमंतस्स उच्छंगे ठिओ, सो थाले मुत्तेति, न चालेइ मा दूमिज्जिहित्ति जत्तिए मुत्तियं तत्तियं कूरं अवणेइ, 5 मायं भणति-अम्मो ! अण्णस्सवि कस्सवि पुत्तो एप्पिओ अत्थि ?, मायाए सो भणिओ-दुरात्मन् ! तव अंगुली किमिए वमंती पिया मुहे काऊण अच्छियाइओ, इयरहा तुमं रोवंतो अच्छियाइओ, દશ ભાઈઓ સાથે કોણિકે મંત્રણા કરી કે – “શ્રેણિકને બાંધીને આપણે રાજ્યના અગિયારભાગ કરી પરસ્પર વહેંચી લઈએ.” ભાઈઓએ વાત સ્વીકારી. શ્રેણિકને બાંધવામાં આવ્યો. રોજ સવારસાંજ શ્રેણિકને એકસો ચાબૂકો મરાવે છે. ચેલણાને પણ ગમે ત્યારે જવા મળતું નહીં (અર્થાત 10 અમુક ચોક્કસ સમયે જ ચેલણાને શ્રેણિક પાસે જવા મળતું. તે સિવાયના સમયમાં નહીં.) કોણિકે શ્રેણિકના ભોજન–પાણી પણ બંધ કરાવી દીધા હતા. તેથી ચેલ્લણા કોઇક રીતે અડદોને પોતાના વાળમાં બાંધીને અને સો વાર ધોયેલ દારૂને (= દારૂથી પોતાના વાળ ભીના કરીને શ્રેણિક પાસે) પ્રવેશે છે. (શ્રેણિક પાસે પ્રવેશતા પહેલાં) ચેલણા તે દારૂને સોવાર ધોય છે. (અડદોને ખાધા બાદ શ્રેણિકને પાણીના સ્થાને ચેલ્લણા પોતાના વાળમાંથી દારૂના ટીપાં ટપકાવવા 15 દ્વારા દારૂનું પાન કરાવે છે.) આ દારૂનું પાન જ શ્રેણિક માટે બધા પાણીરૂપ થાય છે. (અર્થાત્ બીજું કોઈ પાણી ન હોવાથી આ દારૂ પીને જ શ્રેણિક પોતાની તૃષા દૂર કરે છે.) દારૂ પીવાના કારણે શ્રેણિકને ઘાની વેદના થતી નથી. એકવાર જમતી વેળાએ કોણિકે પદ્માવતીરાણીથી ઉત્પન્ન થયેલ ઉદાયીનામનો પુત્ર પોતાના ખોળામાં રાખ્યો હતો. પુત્રે જમવાની થાળીમાં પેશાબ કર્યો. છતાં કોણિક હલનચલન કરતો નથી 20 કે ક્યાંય પુત્રને વાગી ન જાય. પછી જેટલા ભાગમાં પેશાબ પડ્યું તેટલા ભાત તેણે દૂર કર્યા. પછી માતાને કહ્યું – “હે માતા ! શું બીજા કોઈ પિતાને પુત્ર આટલો પ્રિય હોઈ શકે ?” માતાએ કહ્યું – “હે દુરાત્મન્ ! જયારે તારી આંગળીમાંથી કૃમિઓ પડતા હતા ત્યારે તારી તે આંગળી તારા પિતા મુખમાં રાખી મૂકતા (જથી તને વેદના ઓછી થાય.) નહીં તો તું રોવા લાગતો.” ७०. बद्ध्वा एकादश भागान् राज्यस्य कुर्म इति, तैः प्रतिश्रुतं, श्रेणिको बद्धः, पूर्वाह्ने अपराह्ने च कशशतं 25 दापयति, चेल्लणायाः कदाचिदपि गमनं (का) न ददाति, भक्तं वारितं, पानीयं न ददाति, तदा चेल्लणा कथमपि कुल्माषान् वालेषु बद्ध्वा शतधौतं च सुरां प्रविशति, सा किल प्रक्षालयति शतकृत्वः, सुरा पानीयं सर्वं भवति, तस्याः प्रभावेन वेदना न भवति । अन्यदा तस्य पद्मावत्या देव्याः पुत्र उदायिकुमारो जेमत उत्सङ्गे स्थितः, स स्थाले मूत्रयति, न चालयति मा दोषीदिति (यावति) मूत्रितं तावन्तं कूरमपनयति, मातरं भणति-अम्ब ! अन्यस्यापि कस्यापि पुत्र इयत्प्रियोऽस्ति ?, मात्रा स भणितः-तवाङ्गुली कृमीन् 30 वमन्ती पिता मुखे कृत्वा स्थितवान्, इतरथा त्वं रुदन् स्थितवान्,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy