SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Bh ૧૮૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) गओ, तत्थ खंधावारो पेरंतेहिं अच्छइ, सो गायइ हत्थी ठिओ ढुक्को गहिओ य आणिओ य, भणिओ-मम धूया काणा तं सिक्खावेह मा तं पेच्छसु मा सा तुमं दखूण लज्जिहिति, तीसेवि कहियं-उवज्झाओ कोढिउत्ति मा दच्छिहिसित्ति, सो य जवणियंतरिओ तं सिक्खावेइ, सा तस्स सरेण हीरइ, कोढिओत्ति न जोएति, अण्णया चिंतेइ-जइ पेच्छेज्झामि तं चिंतेन्ती अण्णहा पढइ, 5 तेण रुटेण भणिया-किं काणे ! विणासेहि ?, सा भणइ-कोढिया ! न याणसि अप्पाणयं, तेण चिंतियं-जारिसो अहं कोढिओ तारिसा एसावि काणत्ति, जवणिया फालिया, दिट्ठा अवरोप्परं संजोगो जाओ, नवरं कंचणमाला दासी जाणइ अम्मधाई य सा चेव, अण्णया તેથી ઉદાયનરાજા ત્યાં ગયો. સ્કંધાવાર(સેના) દૂર સીમાડે ઉભો રહે છે. રાજા ગાવા લાગે છે. હાથી તે સાંભળીને ઊભો રહ્યો. તેથી રાજા તેની પાસે ગયો. જેવો પાસે ગયો કે અંદરથી નીકળેલા) 10 પ્રદ્યોતરાજાના સૈનિકોએ તેને પકડ્યો અને રાજા પાસે લાવ્યા. (આ રીતે પ્રદ્યોતરાજાએ ઉદાયનરાજાને પકડ્યો હતો.) પ્રદ્યોતે ઉદાયને કહ્યું-“મારી દીકરી કાણી છે તેને તું ગાંધર્વકળા શીખવાડ. પરંતુ તારે તેને જોવી નહીં, નહીં તો તે તને જોઈને લજ્જા પામશે.” બીજી બાજુ પ્રદ્યોતે પોતાની દીકરીને પણ કહ્યું કે “તને જે ભણાવવા આવવાનો છે તે કોઢિયો છે તેથી હું તેને જોતી નહીં.” - ઉદાયન તેને પડદા પાછળ રહીને શીખવાડે છે. તે ઉદાયનના સ્વરથી આકર્ષાઈ પરંતુ કોઢિયો 15 હોવાથી જોતી નથી. એકવાર તે વિચારે છે કે “એકવાર ઉપાધ્યાયને જોઉં તો ખરી.” આ રીતે વિચારમાં પડેલી તે જે રીતે શીખવાડ્યું તેના કરતા બીજી રીતે જ બોલે છે. તેથી ગુસ્સે થયેલ ઉદાયન બોલ્યો – “હે કાણી ! કેમ ઊંધુ બોલે છે ?” સામે તે બોલી– “હે કોઢિયા ! પોતાને જાણતો નથી (અર્થાત્ તું મને કાણી કહે છે તો તું વળી કોણ છે ? તે તું જાણતો નથી.)” - ઉદાયને વિચાર્યું કે “જેવા પ્રકારનો હું કોઢિયો છું, તેવા પ્રકારની આ પણ કાણી છે. (અર્થાત્ 20 જો હું કોઢિયો નથી તો એનો મતલબ એ કે તે પણ કાણી નથી.)” વચ્ચે રહેલ પડદો દૂર કર્યો. પ્રદ્યોતની દીકરીને જોઈ એકબીજા તરફ તેઓ આકર્ષાયા. આ વાત કાંચનમાલા નામની દાસી જ જાણતી હતી અને તે જ તેની ધાવમાતા હતી. (આ રીતે ઉદાયન રાજા પ્રદ્યોતના કબજામાં આવ્યો વિગેરે વાત કરી. હવે પૂર્વે જે વાત કરી હતી કે અનલગિરિ હથિી ગાંડો થયો, તેને પકડવું અશક્ય બન્યું. તે કેવી રીતે થયું ? તે વાત ફરી વિસ્તારથી ટીકાકાર કહે છે.) 25 ४५. गतः, तत्र स स्कन्धावारः पर्यन्तेषु तिष्ठति, स गायति हस्ती स्थितः आसन्नीभूतो गृहीतश्चानीतश्च, भणितो-मम दुहिता काणा तां शिक्षय मा तं द्राक्षी: मा सा त्वां दृष्ट्वाऽलज्जीदिति, तस्यायपि कथितंउपाध्यायः कुष्ठीति मा द्राक्षीरिति, स च यवनिकान्तरितस्तां शिक्षयति, सा तस्य स्वरेण हीयते कुष्ठीति न पश्यति, अन्यदा चिन्तयति-यदि पश्यामि, तच्चिन्तयती अन्यथा पठति, तेन रुष्टेन भणिता-किं काणे ! विनाशयति ?, सा भणति-कुष्ठिन् ! न जानास्यात्मानं, तेन चिन्तितं यादृशोऽहं कुष्ठी तादृशी एषापि 30 काणेति, यवनिका पाटिता दृष्टा, परस्परं संयोगो जातः, नवरं कञ्चनमाला दासी जानाति, अम्बधात्री च सैव, अन्यदा
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy