________________
અનિશ્રિતો પધાન' – આર્યમહાગિરિ (નિ. ૧૨૮૪) ૨ ૧૬૫ दाऊण गओ सुहत्थी, तेण वसुभूइणा जेमित्ता ते भणिया-जइ एरिसो साहू एज्ज तो से तुब्भे अंग्गतो जहा उझंतगाणि एवं करेज्ज, एवं दिण्णे महाफलं भविस्सइ, बीयदिवसे महागिरी भिक्खस्स पविट्ठा, तं अपुव्वकरणं दह्ण चिंतेइ-दव्वओ ४, णायं जहा णाओ अहंति तहेव अभमिते नियत्ता भणंति-अज्जो ! अणेसणा कया, केणं? तुमे जेणसि कलं अब्भुट्ठिओ, दोवि जणा वतिदिसं गया, तत्थ जियपडिमं वंदित्ता अज्जमहागिरी एलकच्छं गया गयग्गपदगं वंदया, 5 तस्स कहं एलगच्छं नामं?, तं पुव्वं दसण्णपुरं नगरमासी, तत्थ साविया एगस्स मिच्छदिहिस्स दिण्णा, वेयालियं आवस्सयं करेति पच्चक्खाइ य, सो भणइ-किं रत्तिं उद्वित्ता कोइ जेमेइ ? વસુભૂતિએ જમ્યા બાદ બધા સ્વજનોને કહ્યું કે – “જો આવા પ્રકારનો સાધુ (=આર્યમહાગિરિ) આવે તો તેમની સામે તમારે એવું વર્તન કરવું જાણે કે તે ભોજન–પાણી ફેંકી દેવાના હોય. (તથી ઉન્ઝિત ફેંકી દેવા યોગ્ય જાણી તેઓ ભોજન–પાણી ગ્રહણ કરે.) આ રીતે વહોરાવવાથી મોટું 10 ફળ પ્રાપ્ત થશે.”
બીજા દિવસે મહાગિરી સ્વજનોના ઘરે ભિક્ષા માટે પ્રવેશ્યા. ત્યાં કંઈક જુદુ વર્તન જોઈને દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે છે. તેથી તેમણે જાણ્યું કે હું ઓળખાઈ ગયો છું (અર્થાત્ આર્યસુહસ્તિએ કરેલ અનુમોદનાથી તેઓ મારી ભક્તિ કરવા ઇચ્છે છે.) ત્યારે ગોચરી-પાણી વહોર્યા વિના અને અન્ય ઘરોમાં) ફર્યા વિના જ પાછા વળીને આર્યસુહસ્તિ પાસે જઈને કહે છે કે-“હે આર્ય ! અનૈષણા 15 કરી છે.” “કોણે કરી છે ?” “તમે કરી છે કારણ કે ગઈકાલે મારા આવતા તમે અભુત્થાન કર્યું હતું.”
(હવે તે ગામમાં રહેવું ઉચિત નથી એમ જાણીને) બંને જણા અવંતીદેશમાં (અવંતીદેશમાં આવેલ ઉજ્જયિનીમાં) ગયા. ત્યાં જીવિતસ્વામીની પ્રતિમાને વંદન કરીને આર્યમહાગિરી એડકાનગરમાં આવેલા ગજાગ્રપદપર્વત ઉપર વંદન કરવા માટે ગયા. આ નગરનું એડકાક્ષના 20 કેવી રીતે પડ્યું? તે કહે છે – આ નગર પૂર્વે દશાર્ણપુરનામે હતું. ત્યાં એક મિથ્યાષ્ટિને શ્રાવિકા અપાઈ હતી. તે શ્રાવિકા સાંજના સમયે પ્રતિક્રમણ કરતી અને તેમાં રાત્રિભોજનનું પચ્ચખાણ કરતી. આ જોઈને તેનો મિથ્યાષ્ટિ પતિ કહે છે – “શું રાત્રિએ ઉઠીને કોઈ ખાય છે કે? (જેથી તું પચ્ચખાણ કરે છે અર્થાત્ તું વ્યર્થ ક્રિયા કરે છે.)” આ પ્રમાણે પતિ શ્રાવિકાની હાંસી ઉડાવે ३०. दत्त्वा गतः सुहस्ती, तेन वसुभूतिना जिमित्वा ते भणिता:-यद्येतादृशः साधुरायायात् तदा तस्य 25 यूयमग्रतो यथा उज्झितकान्येवं कुर्युः, एवं दत्ते महाफलं भविष्यति, द्वितीयदिवसे महागिरिभिक्षायै प्रविष्टः, तदपूर्वकरणं दृष्ट्वा चिन्तयति-द्रव्यतः ४, ज्ञातं यथा ज्ञातोऽहमिति तथैवाभ्रान्त्वा निर्गता भणन्ति-आर्य ! अनेषणा कृता, केन ?, त्वं येनासि कल्येऽभ्युत्थितः, द्वावपि जनाववंती विदेशं गतौ, तत्र जीवत्प्रतिमां वन्दित्वा आर्यमहागिरय एडकाक्षं गता गजानपदकवन्दकाः, तस्य कथमेडकाक्षं नाम ?, तत् पूर्वं दशार्णपुरं नगरमासीत्, तत्र श्राविका एकस्मै मिथ्यादृष्ट्ये दत्ता, विकाले आवश्यकं करोति प्रत्याख्याति च, स 30 भणति-किं रात्रावुत्थाय कोऽपि जेमति ?,